Not Set/ ઓઝત રેતી ખનન વિરુદ્ધ ગ્રામિણ ખેડૂતોનો રોષ, સીએમને ૫૦ લોકોએ આપી આત્મવિલોપનની ચીમકી

વંથલી. વંથલ અને આજુબાજુના ગામોનાં સિંચાઈની જીવાદોરી ગણાતી એવી ઓઝત નદીમાં અમુક અસામાજિક તત્વો દ્વારા રેતી ખનન કરવાની બાબત પર ઓઝત નદી આશ્રિત ગામોના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રોષનું મુખ્ય કારણ એ પણ છે કે આવા અસામાજિક તત્વોને તંત્ર છારાવતું જણાયું હતું. આ મુદ્દા પર રોષે ભરાયેલા ગ્રામજનો અને ખેડૂતોએ આજ ગુરુવારનાં રોજ […]

Top Stories Gujarat Others

વંથલી.

વંથલ અને આજુબાજુના ગામોનાં સિંચાઈની જીવાદોરી ગણાતી એવી ઓઝત નદીમાં અમુક અસામાજિક તત્વો દ્વારા રેતી ખનન કરવાની બાબત પર ઓઝત નદી આશ્રિત ગામોના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રોષનું મુખ્ય કારણ એ પણ છે કે આવા અસામાજિક તત્વોને તંત્ર છારાવતું જણાયું હતું.

આ મુદ્દા પર રોષે ભરાયેલા ગ્રામજનો અને ખેડૂતોએ આજ ગુરુવારનાં રોજ ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યો હતો. તેમની માંગણી હતી કે આવા અસામાજિક કાર્ય કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ તંત્ર દ્વારા કોઈ ઉચિત કાર્યવાહી કરવામાં નહિ આવે તો આ મુદ્દો તેઓ ૨૯ જુનનાં રોજ સીધો જુનાગઢ કલેકટર કચેરીમાં લઇ જશે, અને ત્યાંથી પણ ઉચિત કાર્યવાહી કરવામાં નહિ આવે તો જુનાગઢ કલેકટર કચેરીમાં ૪૫-૫૦ મહિલાઓ અને પુરુષો આત્મવિલોપન કરશે. આ માંગણી વિશે તેઓ ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરશે.

આપને જણાવી દઈએ કે આજ રોજ વંથલી સજ્જ્જડ બંધ પાડતા આંદોલનકારી નયનભાઈ કલોલ નામના ખેડૂત પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. નયનભાઈને ગંભીર અવસ્થામાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હ્તા. આ ઘટના ઘટતા માહોલ ઉગ્ર બન્યો હતો.

આક્રોશથી ભરાયેલા લોકો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો અને લોકોએ પોલીસ પર પથ્થર ફેંક્યા હતા. આ ઘટનાને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ છોડ્યા હતા. આ સાથે જ વંથલી વિસ્તારના ધારાસભ્ય જવાહર ચાવડાની અટકાયત કરી હતી.

પોલીસે ખેડૂતોને કાબુમાં લાવવા માટે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. આ આંદોલન કણઝડી, કણજાધાર અને કાજલિયાળા ગામના ખેડૂત ભાઈઓ દ્વારા મળી કરવામાં આવ્યું છે.