Ahmedabad News : ગુજરાતમાં ચર્ચાસ્પદ બની ગયેલા ક્રિપ્ટો (Crypto) તપાસમાં અત્યાર સુધીમાં 240 કરોડથી વધુના ક્રિપ્ટો કરન્સી અને બિટકોઇન ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. 240 કરોડથી વધુના બિટકોઇન ટ્રાન્ઝેક્શન સંબંધિત આ કેસમાં EDએ મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ તથા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાના સબંધી સંજય કોટડીયાની ધરપકડ કરી છે. EDની આ કાર્યવાહી બાદ સમગ્ર કેસમાં નવા વળાંક સાથે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
240 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન

ED દ્વારા ચાલી રહેલી તપાસમાં અત્યાર સુધીમાં 240 કરોડથી વધુના ક્રિપ્ટો (Crypto)કરન્સી અને બિટકોઇન ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. તપાસ દરમિયાન મળેલા મહત્વપૂર્ણ પુરાવાઓના આધારે EDએ બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં ડિજિટલ વૉલેટ, ક્રિપ્ટો (Crypto)એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન તથા અનેક બેન્ક એકાઉન્ટ્સ મારફતે મોટી રકમની હેરાફેરી થયાનો આક્ષેપ છે.
કોર્ટમાં રજૂઆત, રિમાન્ડ મંજૂર
ધરપકડ બાદ બંને આરોપીઓને મિર્ઝાપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ED તરફથી બંને આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેથી કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી શકાય. જોકે, દલીલો બાદ કોર્ટે બંને આરોપીઓના 4 થી 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
બચાવ પક્ષની દલીલ
બચાવ પક્ષના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે બંને આરોપીઓ સામે લગાવવામાં આવેલા આક્ષેપો અંગે વધુ તપાસ જરૂરી છે. તેમણે દલીલ કરી કે આશરે 260 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન અંગે આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ થવી જરૂરી છે. દલીલો સાંભળ્યા બાદ કોર્ટએ મર્યાદિત સમય માટે EDને રિમાન્ડ મંજૂર કર્યો છે.
ED કરશે ઊંડાણપૂર્વક પૂછપરછ

રિમાન્ડ દરમિયાન ED દ્વારા બંને આરોપીઓની ડિજિટલ વૉલેટ વિગતો, ક્રિપ્ટોc ટ્રાન્ઝેક્શન રેકોર્ડ, મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસિસની તપાસ કરવામાં આવશે. સાથે જ, આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ કે નેટવર્ક સંડોવાયેલું છે કે નહીં, તે બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે.
Crypto કરન્સી કૌભાંડ લાંબા સમયથી ચર્ચામાં રહેલો કેસ
આ બિટકોઇન અને ક્રિપ્ટો (Crypto)તપાસમાં અત્યાર સુધીમાં 240 કરોડથી વધુના ક્રિપ્ટો કરન્સી અને બિટકોઇન ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. કરન્સી કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મોટા પ્રમાણમાં પૈસાની હરફેર, રાજકીય અને પ્રભાવશાળી વ્યક્તિઓના નામ જોડાતા આ કેસ વધુ સંવેદનશીલ બન્યો છે. EDની તાજેતરની કાર્યવાહી બાદ હવે તપાસ વધુ તેજ બની છે.
આવનારા દિવસોમાં મોટા ખુલાસાની શક્યતા
EDના અધિકારીઓનું માનવું છે કે રિમાન્ડ દરમિયાન મળતી માહિતીના આધારે આ કેસમાં મોટા ખુલાસા થઈ શકે છે. સાથે જ, અન્ય આરોપીઓ સામે પણ કાર્યવાહી થવાની સંભાવના નકારી શકાય નહીં.
