Junagadh News/ ફેક PhonePeથી ટ્રાન્ઝેક્શન કરી લોકોને છેતરતો ગઠિયો ઝડપાયો

ફેક PhonePe જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને લોકો પાસેથી રોકડ રકમ મેળવતો હતો છેતરતો ગઠિયો અમદાવાદ, સુરત સહિત ચાર જેટલા શહેરોમાં 12 ગુના કર્યા હોવાની કબૂલાત

Gujarat Others
ફેક PhonePeથી ટ્રાન્ઝેક્શન કરી લોકોને છેતરતો ગઠિયો

Junagadh News :  તમે ATMમાં પૈસા ઉપાડવા જાવ અને ત્યાં કોઈ તમને કેશની જરૂર છે અને કોઈ શખ્સ હું તમને બેંકમાં ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરી દઉ કહેતો વિશ્વાસ ન કરતા. નહીતર ફેક ટ્રાન્ઝેક્શન સ્કેમનો ભોગ બનશો. ફેક PhonePeથી ટ્રાન્ઝેક્શન કરી લોકોને છેતરતો ગઠિયો ઝડપાયો જૂનાગઢ સી-ડિવીઝન પોલીસ સ્ટેશનાં આ પ્રકારનો એક બનાવ સામે આવ્યો છે. તેમાં પોલીસે એક રીઢા આરોપીને ઝડપી લઈને અનેક ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

આરોપીની મોડસ ઓપરેન્ડી મુજબ તે ફેક PhonePe જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને લોકો પાસેથી રોકડ રકમ મેળવતો હતો. બાદમાં તેમને ફેક મેસેજ બતાવીને તેમની સાથે છેતરપિંડી કરતો હતો. આરોપીએ પોલીસને તે કઈ રીતે લોકોને છેતરતો હતો તેનો લાઈવ ડેમો પણ બતાવ્યો હતો. આ આરોપીએ અમદાવાદ, સુરત સહિત ચાર જેટલા શહેરોમાં 12 ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે.

પોલીસે ​જુનાગઢના ATM પાસે 19,000ની છેતરપિંડીથી તપાસ શરૂ કરી

જુનાગઢ સીચડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદની તપાસમાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેમાં જુનાગઢમાં બહાઉદ્દીન કોલેજ પાસેના બેંક ઓફ બરોડાના ATM પાસે 16મી નવેમ્બરે બે વ્યક્તિ પૈસા જમા કરાવવા માટે આવી હતી. જેમાં વંથલીના વેપારી તથા અન્ય એક વ્યક્તિ પાસેથી આ ગઠિયાએ રૂ.12,000 રોકડા લીધા હતા. બાદમાં તેણે પોતાના મોબાઈલમાં ફેક PhonePe એપ્લિકેશન મારફતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સફળ થયું હોવાનું કહીને મેસેજ બતાવ્યો હતો. આ પ્રકારે સાક્ષી રોહિતભાઈ પાસેથી પણ રૂ.7,000 રોકડા લઈને છેતરપિંડી કરી હતી. આમ બન્ને સાથે રૂ.19,000ની છેતરપિંડી થતા જુનાગઢ સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

માહિતીને આધારે તથા ​ટેકનિકલ સર્વેલન્સના આધારે 20 વર્ષીય આરોપી ઝડપાયો

ફરિયાદ બાદ સર્વેલન્સ સ્ટાફની ટીમ બનાવવામાં આવી હતી. જેમાંટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને માહિતી મેળવવામાં આવી હતી. જેમાં આરોપી મૂળ અમરેલીનો અને હાલ સુરતમાં સ્થાયી થયેલો રૂદ્ર અશોકભાઈ સાવજ(20) પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો.. તેની પાસેથી પોલીસે બે એટીએમ કાર્ડ કબજે કર્યા હતા.. આરોપી લેકોને કેની રીતે છેતરતો હતો તેનો લાઈવ ડેમો પણ આરોપી પાસે કરાવ્યો હતો.
.
પોલીસ સામે તેણે અસલી દેખાતી ફેક PhonePe એપ્લિકેશન ખોલી. પોલીસે જ્યારે પોતાના ફોનથી QR સ્કેન કરવા આપ્યું તો, આરોપીએ પોતાની ફેક એપ્લિકેશનમાંથી સ્કેન કરી અને 2000 ટ્રાન્સફર કરવા એમાઉન્ટ નાખી અને પાસવર્ડમાં કોઈપણ રેન્ડમ નંબર નાખ્યો. આરોપીએ કબૂલ્યું કે, ટ્રાન્સફર કરવાની એમાઉન્ટ નાખ્યા પછી પાસવર્ડ માગવામાં આવે છે, ત્યારે કોઈપણ નંબર આપણે પાસવર્ડ તરીકે નાખી શકીએ છીએ. અને જેવું તમે પાસવર્ડ નાખીને ક્લિક કરશો એટલે ટ્રાન્જેક્શન સક્સેસફુલનો મેસેજ આવશે. આરોપીને પોલીસે અલગ અલગ રકમ નાખવા કહ્યું તો આરોપીએ 50 લાખ સુધીની એમાઉન્ટ ટ્રાન્સફર કરી બતાવી. જ પણ એક ક્લિક પર થઈ ગઈ હતી.

‘ફેક PhonePe’ એપનો ઉપયોગ કરી છેતરતો ગઠિયો વિશ્વાસઘાતની મોડસ ઓપરેન્ડી

PhonePe જેવી જ દેખાતી એક ફેક એપ્લીકેશનનો ઉપયોગ આરોપી રૂદ્ર કરતો હતો. લેકોને છેતરવા તે અલગ અલગ બેન્કોના ATM પાસે ઊભો રહેતો હતો. જ્યારે કોઈ વ્યક્તિ ATMમાં નાણાં જમા કરાવવા આવ્ ત્યારે તે તેમને વિશ્વાસમાંલઈને તેમની રોકડ રકમ લઈ લેતો હતો. બાદમાં તે પોતાના ખતામાંથી નાણાં ઓનલાઈન ટ્રાન્સફર કરી આપશે, એમ કહેતો હતો.

બાદમાં તે તેમનું Google Pay/PhonePe સ્કેનર માંગીને સ્કેન કરતો હતો. જોકે તે રકમ ટ્રાન્સફર કરવાને બદલે પોતાની ફેક એપ્લિકેશનથી ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થયાનો ખોટો મેસેજ બતાવીને છેતરપિંડી કરતો હતો. પોલીસ પુછપરછમાં આરોપી રૂદ્રએ જુનાગઢ સિવાય ગુજરાતના ચાર શહેરોમાં પણ આ જ પ્રકારે 12 ગુના કર્યા હોવાનું કબુલ્યું હતું. વધુમાં તેણે સુરત, અમદાવાદ, રાજકોટ અને જુનાગઢમાં મળીનેઅત્યાર સુધીમાં કુલ 80,500ની છેતરપિંડીની કબૂલાત કરી છે.

​આરોપી વિરુદ્ધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ​

આ 12 ગુનાઓમાં, જૂનાગઢના કાળવા ચોક પાસે SBI ATMમાં 7000, જૂનાગઢના બહાઉદ્દીન કોલેજ પાસેની 12000ની છેતરપિંડી ઉપરાંત, અને સર્કલ ચોક પાસે BOI ATMમાંથી 3500ની છેતરપિંડીનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ હવે કાયદેસર ગુનો નોંધીને વધુ તપાસ સી-ડિવિઝન પોલીસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: અમદાવાદમાં મકાનવાંછુ યુવક સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી

આ પણ વાંચો: મેહુલ ચોક્સી PNB છેતરપિંડી કેસમાં મુંબઈ EDની મોટી કાર્યવાહી

આ પણ વાંચો:કચ્છમાં સોશિયલ મીડિયા છેતરપિંડી ગેંગનો પર્દાફાશ