Ahmedabad News/ અમદાવાદમાં વરસાદનો પ્રચંડ કહેર: અનેક વિસ્તારો જળબંબાકાર; અંડરપાસ બંધ

Ahmedabad Heavy Rain: અમદાવાદમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે. બોપલ અને સરખેજમાં 10 ઈંચ સુધી વરસાદ નોંધાતા અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે. અખબારનગર અને મકરબા અંડરપાસ બંધ કરાયા છે, જ્યારે શહેરની તમામ સ્કૂલોમાં બે દિવસની રજા જાહેર કરાઈ છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Heavy Rain: અંડરપાસ બંધ, શહેર ઠપ

Ahmedabad Rain News: અમદાવાદમાં સવારે થી સાંજ સુધી શહેરમાં ધોધમાર(Ahmedabad Heavy Rain) વરસાદ નોંધાયો છે. સરખેજ અને બોપલમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ નોંધાયો છે. માત્ર ચાર કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને શહેરનું જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત બન્યું હતું.

શહેરના 6 અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરાયા

ભારે વરસાદના કારણે (Ahmedabad Waterlogging) અમદાવાદના અખબારનગર, મકરબા, મીઠાખળી, કુબેરનગર, પરિમલ અને શાહીબાગ અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે (Ahmedabad Underpass Closed) બંધ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે અને પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ અંડરપાસ ફરી શરૂ કરવામાં આવશે.

સાંજના 7 વાગ્યા સુધી અમદાવાદમાં મુશળધાર વરસાદ

અમદાવાદ શહેરમાં આખો દિવસ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. સાંજના 7 વાગ્યા સુધી શહેરના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ નોંધાતા જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત બન્યું હતું. અનેક મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.અમદાવાદમાં સૌથી વધુ વરસાદ બાકરોલ વિસ્તારમાં 12.42 ઈંચ નોંધાયો છે. જ્યારે સરખેજમાં 12.05 ઈંચ અને બોપલમાં 10.20 ઈંચ વરસાદ ખાબકતા બંને વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ જોવા મળી હતી.જોધપુરમાં 9.98 ઈંચ, મકતમપુરામાં 9.59 ઈંચ, બોડકદેવમાં 8.96 ઈંચ અને વાસણામાં 8.62 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અનેક આંતરિક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

થલતેજ, સાયન્સ સિટી, મેમનગર અને નવરંગપુરામાં પણ મેઘમહેર

થલતેજમાં 8.44 ઈંચ, સાયન્સ સિટીમાં 8.19 ઈંચ, મેમનગરમાં 8.31 ઈંચ અને નવરંગપુરામાં 7.52 ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.ગોતામાં 6.59 ઈંચ, ઉસ્માનપુરામાં 6.99 ઈંચ, ચાંદલોડિયામાં 6.14 ઈંચ, રાણીપમાં 6.32 ઈંચ, ઓગણજમાં 5.55 ઈંચ અને મોટેરામાં 5.22 ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડ્યો હતો અને પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી.

Ahmedabad Heavy Rain: અખબારનગર અને મકરબા અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ

Ahmedabad Heavy Rain: અંડરપાસ બંધ, શહેર ઠપ
Ahmedabad Heavy Rain: અંડરપાસ બંધ, શહેર ઠપ

સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે (Ahmedabad Waterlogging) અમદાવાદના અખબારનગર અને મકરબા અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે (Ahmedabad Underpass Closed) બંધ કરવામાં આવ્યા છે. મીઠાખળી અને પરિમલ અંડરપાસમાં પાણીના નિકાલ અને સફાઈની કામગીરી ચાલી રહી છે. તંત્રના જણાવ્યા મુજબ કામગીરી પૂર્ણ થયા બાદ અંદાજે 30 મિનિટમાં બંને અંડરપાસ વાહનવ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવશે.

7 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદ, બોપલ અને સરખેજ સૌથી વધુ પ્રભાવિત

Ahmedabad Heavy Rain: અંડરપાસ બંધ, શહેર ઠપ
Ahmedabad Heavy Rain: અંડરપાસ બંધ, શહેર ઠપ

અમદાવાદમાં અતિભારે વરસાદે શહેરને બાનમાં લીધું છે. માત્ર 7 કલાકમાં જ અનેક વિસ્તારોમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સરખેજ અને બોપલમાં અંદાજે 10-10 ઈંચ વરસાદ પડતા અનેક રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

બંગલાઓ અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા, શહેરમાં જળબંબાકાર

ભારે વરસાદના કારણે બોપલ સહિતના વિસ્તારોમાં બંગલાઓ અને રહેણાંક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણીનું દૃશ્ય જોવા મળી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે.

સિંધુભવન, એસજી હાઈવે સહિતના માર્ગો પર ટ્રાફિક જામ

સિંધુભવન રોડ, એસજી હાઈવે, બોપલ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. અનેક સ્થળોએ લાંબા ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો કલાકો સુધી રસ્તા પર અટવાયા હતા. પેલેડિયમ મોલ નજીક મુખ્યમંત્રીનો કાફલો પણ થોડા સમય માટે ટ્રાફિકમાં ફસાયો હોવાનું સામે આવ્યું છે.

વાસણા બેરેજના દરવાજા ખોલાયા, થલતેજમાં મૃતદેહ મળતા ચકચાર

ભારે વરસાદ અને પાણીની આવક વધતા વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે. આ દરમિયાન થલતેજ મેટ્રો સ્ટેશનની નીચે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે મૃતદેહને કબજે લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદની તમામ સ્કૂલોમાં બે દિવસની રજા જાહેર

વરસાદની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદની તમામ શાળાઓમાં આજે અને આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે સવાર સુધી રેડ એલર્ટ યથાવત રાખ્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ નાગરિકોને બિનજરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.


આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવ: 19 જિલ્લામાં શાળા-કોલેજો બંધ, વલસાડમાં આર્મી તૈનાત; 22 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદની અસર: GSSSBએ 24 જુલાઈની 5 વર્ગ-3 ભરતી પરીક્ષાઓ મોકૂફ રાખી

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં