Gujarat Rain News/ ગુજરાતમાં મેઘતાંડવ: 19 જિલ્લામાં શાળા-કોલેજો બંધ, વલસાડમાં આર્મી તૈનાત; 22 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

ગુજરાતમાં ભારે વરસાદ (Gujarat Heavy Rain)ને કારણે 19 જિલ્લામાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વલસાડમાં આર્મીની બે કોલમ તૈનાત કરાઈ છે, NDRFની વધારાની ટીમો મોકલાઈ છે અને 22 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others Breaking News
Gujarat Heavy Rain:અગામી 48 કલાક ભારે! રાજ્યમાં વરસાદી સંકટ વચ્ચે સરકાર હાઈ એલર્ટ પર

Gujarat Rain News: ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે (Gujarat Heavy Rain) અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. છેલ્લા 24 કલાકથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે આગામી 48 કલાક દરમિયાન પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રેડ અને ઓરેન્જ એલર્ટ હેઠળ આવતા 19 જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને બચાવ કામગીરી માટે રાજ્યનું સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર છે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી ગંભીર સ્થિતિ

હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ (Gujarat Heavy Rain)ની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડમાં ભારતીય સેનાની બે કોલમ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ ઉપરાંત બચાવ કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે ઓડિશાથી NDRFની ચાર વધારાની ટીમો ગુજરાત મોકલવામાં આવી રહી છે. આ ટીમોમાંથી બે વલસાડ, એક નવસારી અને એક સુરત જિલ્લામાં સ્ટેન્ડબાય રાખવામાં આવશે.

22 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર

ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ વચ્ચે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી તેજ કરવામાં આવી છે. નવસારીમાંથી લગભગ 10,000 લોકોનું સ્થળાંતર, વલસાડમાંથી 12,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા કુલ 22,000થી વધુ લોકોનું સ્થળાંતર પૂર્ણ

વલસાડ જિલ્લામાં પાણીમાં ફસાયેલા 200થી વધુ લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રાહત અને બચાવ કામગીરી માટે વિવિધ વિસ્તારોમાં 25થી વધુ બોટ કાર્યરત છે.

1,200થી વધુ રસ્તાઓ બંધ

રાજ્યમાં ભારે વરસાદ (Gujarat Heavy Rain)ના કારણે પરિવહન વ્યવસ્થા પર પણ વ્યાપક અસર પડી છે.4 નેશનલ હાઈવે બંધ,7 સ્ટેટ હાઈવે બંધ,પંચાયતના 1,100થી વધુ રસ્તાઓ બંધ આ રીતે કુલ 1,200થી વધુ માર્ગો પર વાહનવ્યવહાર અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યો છે.

Gujarat Heavy Rain: કેન્દ્ર સરકાર સતત સંપર્કમાં

ગુજરાતની વરસાદી સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિની સમીક્ષા કરી છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહાયની ખાતરી આપવામાં આવી છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રાજ્ય સરકારના સતત સંપર્કમાં છે. જ્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અસરગ્રસ્ત નવસારી જિલ્લામાં પહોંચી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે.

આગામી 48 કલાક અત્યંત મહત્વના

હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ (Gujarat Heavy Rain)ની આગાહી કરી છે. રાજ્ય સરકારે લોકોને નદી, ખાડી અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા તેમજ માત્ર અધિકૃત સૂચનાઓ પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.


આ પણ વાંચો:વાપીમાં 200થી વધુ કાર ડૂબી, વલસાડમાં 24 વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટ્યો

આ પણ વાંચો:નવસારીમાં મેઘતાંડવ: જૂજ ડેમની કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા, પૂર જેવી સ્થિતિ સર્જાઈ

આ પણ વાંચો:અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદનું તાંડવ