Vadodara Fire Team: વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પાણી ભરાવાની (Valsad Flood Rescue) પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાની ફાયર બ્રિગેડની (Vadodara Fire Brigade) વિશેષ ટીમને રાહત અને બચાવ કામગીરી માટે રવાના કરવામાં આવી છે. પ્રશિક્ષિત જવાનોને જરૂરી સાધનો સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.
Vadodara Fire Brigade: ભારે વરસાદથી વલસાડમાં જળબંબાકાર જેવી સ્થિતિ

સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર(Valsad Flood Rescue) જેવી સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને જનજીવન પ્રભાવિત થતાં બચાવ કામગીરીને વધુ વેગ આપવા માટે વધારાની ટીમોની મદદ લેવામાં આવી રહી છે.
બોટ, લાઇફજેકેટ અને બચાવ સાધનો સાથે ટીમ રવાના
ફાયર વિભાગની ટીમ સાથે બચાવ કામગીરી માટે જરૂરી (Rescue Operation) તમામ સાધનો મોકલવામાં આવ્યા છે. તેમાં રેસ્ક્યૂ બોટ, લાઇફજેકેટ, બચાવ દોરડા અને અન્ય જરૂરી ઇમરજન્સી સાધનોનો સમાવેશ થાય છે, જેથી કોઈપણ પરિસ્થિતિમાં ઝડપી કામગીરી કરી શકાય.
સ્થાનિક તંત્રના સંકલનથી હાથ ધરાશે બચાવ કામગીરી
વડોદરાથી પહોંચેલી ફાયર ટીમ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર, NDRF અને SDRFની ટીમો સાથે સંકલન સાધીને રાહત અને બચાવ કામગીરીમાં જોડાશે. જરૂરિયાત મુજબ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત (Flood Relief) સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
રાજ્યભરમાં ભારે વરસાદ વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિને પગલે રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ વધારાની બચાવ ટીમો પણ મોકલવામાં આવી રહી છે.ફાયર વિભાગના પ્રશિક્ષિત જવાનો કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં ઝડપથી મદદ પહોંચાડી શકે તે માટે સંપૂર્ણ તૈયારી સાથે રવાના થયા છે. અસરગ્રસ્ત લોકોના બચાવ, સ્થળાંતર અને જરૂરી સહાય પૂરી પાડવા માટે ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવ: 19 જિલ્લામાં શાળા-કોલેજો બંધ, વલસાડમાં આર્મી તૈનાત; 22 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં વરસાદનો મહાપ્રલય: ઉમરગામમાં 24 કલાકમાં 36 ઇંચ વરસાદ, DyCM હર્ષ સંઘવી પહોંચ્યા નવસારી
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, ઉમરગામમાં 42 ઇંચ વરસાદ; NDRF, SDRF અને આર્મી મેદાને
