તાપી
તાપી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થતા ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે ડેમની સપાટી 296.75 ફૂટે પહોંચી છે.
જિલ્લાના સોનગઢ, વ્યારા, ડોલવણ, નિઝર, કુકરમુંડા, ઉચ્છલ અને વાલોડમાં સતત પડી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.

સાથે પ્રકાશા ડેમ ઓવર ફલો થતા તેના 37 ગેટ ખોલવામાં આવ્યા છે. પ્રકાશા ડેમનું પાણી પણ ઉકાઈમાં આવી રહ્યું છે.

ડેમમાં ઈન ફલોની વાત કરવામાં આવે તો 23455 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે આઉટ ફલો 600 ક્યુસેક પાણી છે. ડેમામાં પાણીની આવક થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
