Gujarat News/ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો મહાપ્રલય: ઉમરગામમાં 24 કલાકમાં 36 ઇંચ વરસાદ, DyCM હર્ષ સંઘવી પહોંચ્યા નવસારી

Valsad Heavy Rain: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં 24 કલાકમાં 36 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ફેક્ટરીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે ડાંગ જિલ્લામાં 47 રસ્તાઓ બંધ કરાયા છે.

Gujrat Top Stories
Valsad Heavy Rain: હર્ષ સંઘવી પહોંચ્યા મેદાને

Gujarat Rain News: દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદે અનેક વિસ્તારોમાં વિકટ પરિસ્થિતિ ઊભી કરી છે. વલસાડ જિલ્લાના (Valsad Heavy Rain) ઉમરગામમાં આજે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં અંદાજે 36 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે. આ વરસાદ રાજ્યના સૌથી વધુ વરસાદી વિસ્તારોમાંનો એક ગણાઈ રહ્યો છે.

વલસાડ જિલ્લાના અનેક તાલુકાઓમાં અતિભારે વરસાદ

Valsad Heavy Rain: હર્ષ સંઘવી પહોંચ્યા મેદાને
Valsad Heavy Rain: હર્ષ સંઘવી પહોંચ્યા મેદાને

ઉમરગામ ઉપરાંત કપરાડામાં અંદાજે 29 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં લગભગ 20 ઇંચ, પારડીમાં 18 ઇંચ, વાંસદામાં 17 ઇંચ, વાપીમાં 16.26 ઇંચ અને વલસાડ શહેરમાં લગભગ 16 ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સામાન્ય જનજીવન ખોરવાયું છે.

રાજ્ય સરકારે વરિષ્ઠ અધિકારીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલ્યા

Valsad Heavy Rain: હર્ષ સંઘવી પહોંચ્યા મેદાને
Valsad Heavy Rain: હર્ષ સંઘવી પહોંચ્યા મેદાને

ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં વહીવટી તંત્રને મદદરૂપ થવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi Navsari) , આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ વરિષ્ઠ સચિવોને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલ્યા છે. રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં પણ વાલી સચિવોની તૈનાતી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ

Valsad Heavy Rain: હર્ષ સંઘવી પહોંચ્યા મેદાને
Valsad Heavy Rain: હર્ષ સંઘવી પહોંચ્યા મેદાને

વલસાડ સિવાય તાપી, ડાંગ, નવસારી અને સુરત જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. જ્યારે નર્મદા, મહિસાગર અને ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

વલસાડમાં તમામ ફેક્ટરીઓ અને ઔદ્યોગિક એકમો બંધ રાખવાનો આદેશ

Valsad Heavy Rain: હર્ષ સંઘવી પહોંચ્યા મેદાને
Valsad Heavy Rain: હર્ષ સંઘવી પહોંચ્યા મેદાને

વલસાડ જિલ્લામાં સતત ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને કારણે જિલ્લા વહીવટીતંત્રે 23 જુલાઈના રોજ તમામ ફેક્ટરીઓ અને ઔદ્યોગિક એકમો બંધ રાખવાનો આદેશ કર્યો છે. ફેક્ટરી સંચાલકોને કામદારોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની સૂચના આપવામાં આવી છે. આવશ્યક સેવાઓ માટે જરૂરી સ્ટાફને જ સલામતીના નિયમો સાથે કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ઉદ્યોગોને સલામતીના પગલાં લેવા સૂચના

જિલ્લા તંત્રે તમામ ઔદ્યોગિક એકમોને જોખમી રસાયણો, મશીનરી, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને અન્ય મહત્વપૂર્ણ સાધનોને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપતા આ આદેશનો તાત્કાલિક અમલ શરૂ કરવામાં આવ્યો છે.

ડાંગ જિલ્લામાં 47 રસ્તાઓ બંધ, વાહનવ્યવહાર પર અસર

ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળ આવતા કુલ 47 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ (Dang Road Closed) કરવામાં આવ્યા છે. 23 જુલાઈ સવારે 8 વાગ્યે જાહેર કરાયેલા માર્ગોની સ્થિતિ અનુસાર તમામ રસ્તાઓ વરસાદના કારણે અવરોધિત છે, જેના કારણે અનેક ગામો વચ્ચેનો સંપર્ક પણ પ્રભાવિત થયો છે.


આ પણ વાંચો: વાપીમાં 200થી વધુ કાર ડૂબી, વલસાડમાં 24 વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટ્યો

આ પણ વાંચો: નવસારીમાં મેઘતાંડવ: જૂજ ડેમની કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા, પૂર જેવી સ્થિતિ સર્જાઈ

આ પણ વાંચો: તાપીમાં ભારે વરસાદની અસર: સોનગઢમાં ઘરમાં પાણી ભરાતાં 70 વર્ષીય વૃદ્ધનું સુરક્ષિત સ્થળાંતર