Not Set/ મુંબઈ રેલી દરમિયાન અસદુદ્દીન ઔવેસી પર ફેંકાયું ચપ્પલ

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમ(AIMIM)ના ચીફ અસદુદ્દીન ઔવેસી મુંબઈની એક રેલીને સંબોધિત કરી રહ્યાં હતા તે વખતે કોઈ શખ્સએ તેની પર ચપ્પલ ફેંક્યું હતું. પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં સાંસદને જૂતું વાગ્યું નથી. પોલીસે CCTVની મદદથી આરોપીની ઓળખ કરી લીધી છે. અને તેની ટૂંક જ સમયમાં ધરપકડ કરી લીધી છે. ઔવેસીએ કહ્યું કે, હું મારા લોકતાંત્રિક અધિકાર […]

Top Stories

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમ(AIMIM)ના ચીફ અસદુદ્દીન ઔવેસી મુંબઈની એક રેલીને સંબોધિત કરી રહ્યાં હતા તે વખતે કોઈ શખ્સએ તેની પર ચપ્પલ ફેંક્યું હતું.

પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં સાંસદને જૂતું વાગ્યું નથી. પોલીસે CCTVની મદદથી આરોપીની ઓળખ કરી લીધી છે. અને તેની ટૂંક જ સમયમાં ધરપકડ કરી લીધી છે.

ઔવેસીએ કહ્યું કે, હું મારા લોકતાંત્રિક અધિકાર માટે જીવ પણ આપવા તૈયાર છું. આં બધા નિરાશ લોકો છે, જે આવું જોઈ નથીં શકતાં કે ટ્રિપલ તલાક પર સરકારનો નિર્યણ જનતા, ખાસ કરીને મુસલમાનોએ સ્વીકાર નથી કર્યો.

ઔવીસે કહ્યું કે આ લોકો તેવા લોકોમાંના છે જેઓ, મહાત્મા ગાંધી, ગોવિંદ પાનસરે અને નરેન્દ્ર ડાભોલાકરની હત્યારાઓની આઈડીલોયોજીને ફોલો કરે છે. આવા લોકો સામે સાચું બોલવા મને કોઈ નહિ રોકી શકે.