Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના અમરોહામાં એક જ યુવક સાથે લગ્ન કરનાર ત્રણ બહેનો (Three Sisters)નો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા લગ્નના વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. આ દરમિયાન પોલીસ ચારેયને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી હતી, જ્યાં ત્રણેય યુવતીઓએ જણાવ્યું કે તેમણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને હવે કોઈપણ સંજોગોમાં અલગ નહીં થાય. બીજી તરફ, કેટલાક હિન્દુવાદી સંગઠનોએ આ લગ્નનો વિરોધ નોંધાવ્યો છે.
ત્રણ બહેનો (Three Sisters)એ કર્યાં એકજ યુવક સાથે લગ્ન
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અમરોહા (Amroha)માં ત્રણ યુવતી (Three Sisters)ઓએ એક જ યુવક સાથે લગ્ન કર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર દેશમાં આ મામલે ભારે ચર્ચા શરૂ થઈ હતી. 17 જુલાઈએ એક મંદિરમાં હિન્દુ વિધિ પ્રમાણે થયેલા આ લગ્ન બાદ કેટલાક હિન્દુવાદી સંગઠનો (Hindu Organization)એ વિરોધ નોંધાવ્યો હતો અને કાયદેસરતા અંગે સવાલો ઉઠાવ્યા હતા. આ મામલો ચર્ચામાં આવતાં પોલીસે (Police)ચારેયને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પૂછપરછ દરમિયાન ત્રણેય બહેનોએ જણાવ્યું કે તેમણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે, તેઓ તમામ પુખ્ત વયના છે અને હવે કોઈપણ સંજોગોમાં એકબીજાથી અલગ નહીં થાય.
લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું નથી
લગ્ન રજિસ્ટ્રેશન અંગે પૂછાતા ત્રણેય બહેનોએ કહ્યું કે ઘણી વખત રજિસ્ટર્ડ લગ્ન પણ લાંબા સમય સુધી ટકતા નથી. હાલમાં તેઓ ખુશ છે અને જો ભવિષ્યમાં કોઈ પુરાવાની જરૂર પડશે તો તે સમયે જરૂરી કાર્યવાહી કરશે. ત્રણેય બહેનોએ 17 જુલાઈએ ચામુંડા માતાના મંદિરમાં વિકાસ ઉર્ફે વિક્કુ સાથે હવન, પૂજા અને સાત ફેરા લઈને લગ્ન કર્યા હતા. આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા માટે સાથે કામ કરતાં થયો પ્રેમ
હસનપુર વિસ્તારના ધૌરિયા ગામની રહેવાસી અલ્કા (20), દેવિકા (19) અને સંતોષ (18) સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવે છે. અલ્કા અને સંતોષ સગી બહેનો છે, જ્યારે દેવિકા તેમની મોસાળની દીકરી છે અને બાળપણથી તેમની સાથે જ ઉછરી છે. વિકાસ છેલ્લા છ મહિનાથી ત્રણેયનો કેમેરામેન તરીકે કામ કરતો હતો. વીડિયો બનાવતાં બનાવતાં ચારેય વચ્ચે નજીકતા વધી અને પછી લગ્ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
વિરોધ છતાં નિર્ણય પર અડગ
બીજી બહેન દેવિકાએ જણાવ્યું કે કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો સમર્થન પણ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકો શું કહે છે તે તેમના નિયંત્રણમાં નથી. ત્રીજી બહેન સંતોષે જણાવ્યું કે જો તેઓ અલગ થઈ ગયા હોત તો કદાચ જીવવાનું મુશ્કેલ બની જાત. પરિવાર અલગ-અલગ લગ્ન કરાવવા માગતો હતો, પરંતુ તેઓ સાથે રહેવા ઇચ્છતી હોવાથી વિકાસ ત્રણેય સાથે લગ્ન કરવા તૈયાર થયો.
પરિવાર અને પોલીસની કાર્યવાહી
ત્રણેય બહેનોએ દાવો કર્યો કે શરૂઆતમાં તેમના માતા-પિતા લગ્નના વિરોધમાં હતા, પરંતુ હવે તેઓ પણ સંમત થયા છે. હસનપુર પોલીસના જણાવ્યા મુજબ, ચારેયના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને તેમની ઉંમર સહિતના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ કાયદાકીય રીતે આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: ત્રીજા લગ્ન બાદ આમિર ખાન વિવાદમાં, લવ જેહાદના આરોપો વચ્ચે ફતવા પર પણ ચર્ચા
આ પણ વાંચો: મલેશિયામાં લગ્ન પહેલાં 11 લાખની ‘કન્યાની કિંમત’ની માંગનો દાવો, યુવકની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ
આ પણ વાંચો: પ્રેમ લગ્ન પર નરેશ પટેલનું નિવેદન: ‘ગુનો નથી, યોગ્ય નિર્ણય અને માતા-પિતાની સહમતી સૌથી મહત્વની’
