Rajkot News/ પ્રેમ લગ્ન પર નરેશ પટેલનું નિવેદન: ‘ગુનો નથી, યોગ્ય નિર્ણય અને માતા-પિતાની સહમતી સૌથી મહત્વની’

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે (Naresh Patel) પ્રેમ લગ્ન (Love Marriage) મુદ્દે જણાવ્યું કે પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી છે. તેમના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં 75 સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું.

Top Stories Gujarat Rajkot Breaking News
પાટીદાર સમાજમાં પ્રેમ લગ્ન મુદ્દે Naresh Patelનું સ્પષ્ટ નિવેદન

Rajkot News: તાજેતરના સમયમાં પાટીદાર સમાજમાં ખાસ કરીને સિંગર યુવતીઓના પ્રેમ લગ્ન (Love Marriage) ને લઈને ચર્ચા અને વિવાદો વચ્ચે ખોડલધામ ટ્રસ્ટ (Khodaldham Trust)ના ચેરમેન નરેશ પટેલે (Naresh Patel)  મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

‘ગુનો નથી, માતા-પિતાની સહમતી જરૂરી’: Naresh Patel

તેમણે જણાવ્યું કે પ્રેમ લગ્ન કરવું કોઈ ગુનો નથી, પરંતુ જીવનસાથીની યોગ્ય પસંદગી અને માતા-પિતાની સહમતી સાથે લેવાયેલો નિર્ણય વધુ મહત્વનો છે.નરેશ પટેલે (Naresh Patel)   કહ્યું કે આ મુદ્દો માત્ર સિંગર યુવતીઓ પૂરતો મર્યાદિત નથી. વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત યુવતીઓ માટે પણ યોગ્ય માર્ગદર્શન અને સારા મૂલ્યો જરૂરી છે. તેમણે ઉમેર્યું કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં યોગ્ય આદર્શ પસંદ કરવા જોઈએ.

સિંગર યુવતીઓ અંગે તેમણે કહ્યું કે સંગીત ક્ષેત્રે આગળ વધતી યુવતીઓએ સ્વરકોકિલા લતા મંગેશકર (Lata Mangeshkar)ને પોતાના આદર્શ તરીકે જોવું જોઈએ. તેમના મતે સફળતા સાથે સંસ્કાર અને જવાબદારીનું પણ સમાન મહત્વ છે.

નરેશ પટેલે (Naresh Patel)   આ નિવેદન પોતાના 61મા જન્મદિવસના અવસરે આપ્યું હતું. આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે ગુજરાત તેમજ રાજ્ય બહાર મળી કુલ 75 સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા.

રાજકોટ શહેરમાં સવારે 8થી 12 વાગ્યા દરમિયાન ત્રણ અલગ-અલગ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાયા હતા. છેલ્લા ઘણા વર્ષોથી નરેશ પટેલના જન્મદિવસે સામાજિક સેવા સાથે જોડાયેલા આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે.


આ પણ વાંચો:ગૌરી આશ્રમશાળા વિવાદ ગરમાયો: પૂર્વ મહિલા અધિકારીએ મંત્રી નરેશ પટેલ પર લગાવ્યા ગંભીર આક્ષેપ, મંત્રીએ આપ્યો જવાબ

આ પણ વાંચો:રાજકોટમાં નરેશ પટેલના નિવાસે પહોંચ્યા DyCM હર્ષ સંઘવી, રાજકીય અટકળો તેજ

આ પણ વાંચો:ખોડલધામથી રાજ્યસભા સુધી? નરેશ પટેલની નિવૃત્તિ જાહેરાત બાદ રાજકીય અટકળો તેજ