Rajkot News/ મારી પાસે હવે પૈસા નથી થાક્યો વ્યાજખોરોના ત્રાસથી રાજકોટમાં યુવકે વીડિયો બનાવી કર્યો આપઘાત

આ ઘટનાને લઇ પોલીસ શું કામગીરી કરે છે તે જોવુ રહ્યું

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News : એક તરફ પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ અનેક પગલાંઓ લઈ રહી છે. આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ વ્યાજખોરો પોલીસ તંત્રને સતત પડકાર ફેકી રહ્યા હોય તેમ પોતાના કારનામાં સતત શરૂ રાખી રહ્યા છે. ગુજરાતભરમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજીને ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં આવ્યું હોવા છતાંય સ્થિતિ જેમની તેમ છે.

તાજેતરમાં રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હતો. બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ અલ્પેશ સાકરિયા નામના યુવકે આપઘાત કર્યો હતો. આ ઘટનામાં મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ સ્યુસાઈડ નોટમાં 10 વ્યાજખોર સામે આરોપ કરવામાં આવ્યો છે. જેમાં મૂડી કરતા વધુ વ્યાજ ચુકવી દીધાનો ઉલ્લેખ સ્યુસાઇડ નોટમાં કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ મૃતક અલ્પેશ કોઠારીયા રોડ ઉપર આવેલા શિવમપાર્કમાં રહેતો હતો. આ ઉપરાંત આપઘાત પહેલા છેલ્લો વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે હવે મારી પાસે રૂપિયા નથી થાક્યો છું અને બધી બહેનો સુખી રહેજો એવી વાત કરી હતી. ત્યારે આ ઘટનાને લઇ પોલીસ શું કામગીરી કરે છે તે જોવુ રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં સર્જાય

આ પણ વાંચો:હવે આ લોકો પણ ગુજરાતમાં ખેતી માટે જમીન લઈ શકશે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે

આ પણ વાંચો:જસદણમાં કપાસની આડમાં ગાંજાની ખેતીનું વાવેતર કરાતા ખેડૂતની ધરપકડ