Mahesana News/ મામલતદાર કચેરીમાં લાંચ લેતો નાયબ મામલતદાર ACBના છટકામાં ઝડપાયો

મહેસાણાના નાયબ મામલતદાર ACBના છટકામાં ઝડપાયો, માસિક રૂ. 1,000થી રૂ. 5,000 સુધીનો હપ્તો લાંચ તરીકે વસૂલતો હતો.

Gujarat Top Stories Others Breaking News

Mahesana News : મહેસાણામાં ખેરાલુ મામલતદાર કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ છટકું ગોઠવીને પુરવઠા વિભાગના નાયબ મામલતદાર ધર્મેન્દ્ર કનૈયાલાલ મહેતાને રૂ. 10,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

એસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડી. કે. મહેતા સસ્તા અનાજના પરવાના ધરાવતા વેપારીઓને વિવિધ બહાના હેઠળ હેરાન કરતા હતા અને તેમની પાસેથી માસિક રૂ. 1,000થી રૂ. 5,000 સુધીનો હપ્તો લાંચ તરીકે વસૂલતો હતો. જે વેપારીઓ લાંચ આપવાનો ઇનકાર કરતા, તેમને બિનજરૂરી નોટિસો મોકલી હેરાન કરવામાં આવતા હતા.

ACBને મળેલી ચોક્કસ બાતમીના આધારે, એક ડિકોયની મદદથી છટકું ગોઠવવામાં આવ્યું હતું. ડિકોયે ડી.કે. મહેતા સાથે વાતચીત કરી હતી, જેમાં મહેતાએ હેરાનગતિ ન કરવા માટે 2 મહિનાના હપ્તા પેટે રૂ. 10,000ની લાંચની માંગણી કરી હતી. ડિકોયે લાંચની રકમ આપતાં જ ACBએ છાપો મારીને ડી. કે. મહેતાને રંગેહાથ ઝડપી લીધા હતા.

આ ટ્રેપિંગ ઓપરેશન એસ. ડી. ચાવડા, PI, એસીબી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું સુપરવિઝન એ. કે. પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર ACB એકમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઘટનાથી ખેરાલુ મામલતદાર કચેરીમાં ખળભળાટ મચી ગયો છે. ACBએ ડી.કે. મહેતા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

@ મૂલજી ગોસ્વામી,ખેરાલુ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અંદાજે દોઢ કરોડના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલી નાઈજીરીયન મહિલાના 7 દિવસના રિમાન્ડ મંજુર

આ પણ વાંચો:સુરત : શહેરમાં ડ્રગ્સના કારોબારમાં ખુની ખેલ ખેલાયો

આ પણ વાંચો:ATSએ ખંભાત બાદ ધોળકામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો