Rajkot News/ ચોંકાવનારો લવ જેહાદનો કિસ્સો, 15 વર્ષની સગીરાને વિધર્મી યુવકે પ્રેમમાં ફસાવીને ભગાડી

રાજકોટ શહેરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના રેલનગર વિસ્તારમાંથી વિધર્મી 15 વર્ષની સગીરાને વિધર્મી શખ્સ સકંજામાં લઈને ફરાર થયો. સગીરાના માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Gujarat Top Stories Rajkot Breaking News

Rajkot News : રાજકોટ શહેરમાં એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જેમાં 15 વર્ષની સગીરા ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. સગીરાના પરિવારે આરોપ લગાવ્યો છે કે, તેમની દીકરીનું પડધરીના સાહિલ સંધાર નામના વિધર્મી યુવકે અપહરણ કર્યું છે. આ ઘટનાએ શહેરમાં ચિંતા અને અજંપાની લાગણી ફેલાવી દીધી છે.

ઘટનાની વિગતો અનુસાર, ગત 22 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 8:30 વાગ્યાની આસપાસ સગીરા અને તેનો ભાઇ ટ્યુશનનું કહીને ઘરેથી નિકળ્યા હતા. આ દરમિયાન 9:30 વાગ્યાની આસપાસ ટ્યુશન ક્લાસથી ફોન આવ્યો હતો કે તમારી દીકરી ટ્યુશન કેમ નથી આવી? જેથી હું તાત્કાલિક ટ્યુશન ક્લાસીસ પહોંચી હતી અને આસપાસમાં દીકરીની શોધખોળ આદરી હતી, પરંતુ તેની કોઇ ભાળ મળી ન હતી. ત્યારબાદ સગા-સંબંધીઓને પૂછપરછ કરી હતી પરંતુ કોઇ અતોપત્તો ન મળતાં પોલીસ ફરિયાદ નોંધી હતી.

સગીરા રેલનગર વિસ્તારમાં રહે છે અને ટ્યુશનનું બહાનું કાઢીને ઘરેથી નીકળી હતી. ત્યારબાદ તે ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ સગીરાની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે, તેમણે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સગીરાની માતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરીને સાહિલ સંધાર નામના વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. સાહિલે સગીરાને લગ્નની લાલચ આપી હતી અને તેનું અપહરણ કર્યું હતું. માતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, સાહિલે સગીરાને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું.

પોલીસે આ મામલે અપહરણ અને ધર્મ પરિવર્તનનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે સાહિલ સંધારની ધરપકડ કરવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસ સગીરાને હેમખેમ પરત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.સગીરાની માતાએ ગૃહમંત્રી સમક્ષ પોતાની દીકરીને પરત લાવવા માટે મદદની માંગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમની દીકરી સગીર છે અને તેને ગેરમાર્ગે દોરવામાં આવી છે. તેમણે સરકારને આ મામલે તાત્કાલિક પગલાં લેવા માટે વિનંતી કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજસ્થાન વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ રજૂ, લવ જેહાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તન પર થશે સજા, જાણો શું છે જોગવાઈઓ

આ પણ વાંચો: લવ જેહાદ : લગ્નના સ્થળે મિત્રતા બાદ હોટેલમાં દુષ્કર્મ, હુસૈને રાહુલના નામે પ્રોફાઈલ બનાવી

આ પણ વાંચો: ઈન્દોરમાં લવ જેહાદ! BJP મુસ્લિમ નેતાનો પુત્ર હિન્દુ યુવતી સાથે ઝડપાયો