Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની વડીલ સહજ વાત્સલ્યતાનો પરિચય અવારનવાર આપતા રહ્યા છે.તેમનો આવો જ એક વધુ વડીલ વાત્સલ્ય પ્રેમ બનાસકાંઠાના ઉત્તમપુરા ગામની પ્રાથમિક શાળાની ધોરણ-૧માં અભ્યાસ કરતી દીકરી સાન્યા પ્રજાપતિ સાથેના વિડીયો સંવાદમાં પ્રગટ થયો હતો.
આજે રાજ્યની શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાર્તાલાપ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી દીકરી શામ્યા એ ગીતાજીનો શ્લોક સુંદર રીતે ગાઈ બતાવ્યો. દીકરીના મુખે આ શ્લોક સાંભળીને ખૂબ હર્ષની લાગણી થઈ.
આપણે નવી પેઢીને એ રીતે… pic.twitter.com/OVolS5cIS7
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 28, 2025
મુખ્યમંત્રીના રાજ્યની પ્રાથમિક, માધ્યમિક શાળાઓની વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથેના વિડીયો સંવાદ દરમિયાન આ બાળકીએ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકનું પઠન કર્યું હતું. તેણે મુખ્યમંત્રીને સહજ સંવાદ કર્યો કે “દાદા તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો અમને મળવા?”
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દીકરીને વડીલ સહજ ભાવે કહ્યું હું જ્યારે ત્યાં આવીશને ત્યારે તને મળવા આવીશ.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ સાહજિકતાથી રાજ્યભરની SMCના સભ્યો પણ આનંદિત થયા હતા.
આ પણ વાંચો:સુરત સ્ટેશન પર લોકોની પડાપડી, રેલ્વેનાં અણઘડ આયોજનથી મુસાફરો હેરાન
આ પણ વાંચો:સુરતમાં શિક્ષિકાના પતિએ બાળકની એકલતાનો લાભ લઈ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
આ પણ વાંચો:સુરતમાં મૃતકની પત્નીએ સરકાર પર ઠાલવી હૈયાવરાળ! ‘વાંધો સરકારમાં અને સિક્યોરિટીમાં છે’
