Surat News: સુરત (Surat)માં શિક્ષિકાનાં પતિએ એકલતાનો લાભ લઈ 11 વર્ષનાં કિશોર સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય (Molest) આચર્યાની ઘટના સામે આવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. બાળકનાં માતાપિતાએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે આરોપીની ધરપકડ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
સુરત (Surat)માં પાંડેસરા (Pandesara) વિસ્તારમાં 58 વર્ષનાં વિશ્વનાથ પ્રસાદે બાળકને ચોકલેટની લાલચ આપી ખરાબ કૃત્ય (Molest) કર્યુ હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પાંડેસરા વિસ્તારમાં સંતોષનગરમાં વિશ્વનાથ પ્રસાદનાં પત્ની ઘરે ક્લાસિસ ચલાવે છે. ચોથા ધોરણમાં અભ્યાસ કરતો બાળક શિક્ષિકાનાં ઘરે ટ્યુશન માટે જતો હતો. 24 એપ્રિલનાં રોજ સવારે આ ઘટના બની હતી તેમ ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે.
માહિતી મુજબ, બાળક શિક્ષિકાનાં ઘરે ટ્યુશન (Tution) માટે જતો હતો, દરમિયાન તેમના પતિએ બાળકની એકલતાનો લાભ લઈ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય (Molest) કર્યુ હતું. બાળકે રડતા રડતાં ઘરેઆવી માતાપિતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી ત્યારે ઘટનાની જાણ થતાં બાળકનાં માતાપિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:અમરેલીમાં 16 વર્ષીય કિશોરને માર મરાયો, વીડિયો વાયરલ થતાં કડક કાર્યવાહી કરવા માગ
આ પણ વાંચો:ગેમના કારણે 13 વર્ષીય કિશોરની છરીના ઘા મારીને હત્યા
આ પણ વાંચો:વડોદરામાં 17 વર્ષીય કિશોરે કરી આત્મહત્યા, સુસાઇડ નોટ મળી આવી
