Not Set/ ગુજરાતમાં મોસમનો સરેરાશ 40.64 ટકા વરસાદ, ડાંગર અને કપાસ માટે નુક્સાનની ભીતિ

ગુજરાતમાં સારા વરસાદ માટે આગામી સમયમાં હજી 59 ટકા વરસાદની જરૂરિયાત રહે છે. જો કે 22 ઓગસ્ટથી સપ્ટેમ્બરના અંત સુધીમાં વરસાદ સારો આવશે એવી આગાહી થઇ છે.

Top Stories Gujarat Others

ગુજરાતમાં ચોમાસામાં અત્યાર સુધી વરસાદમાં વિલંબ થયો છે. પરંતુ હવે પછી સારા વરસાદની આગાહી હવામાન જ્યોતિષ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી છે. હવે પછી સારા વરસાદના કારણે ખરીફ પાકની દ્રષ્ટિએ પણ ફાયદો થવાના ઉજળા સંજોગો છે.

  • કઠોળ અને ધાન્ય પાકને ફાયદો થશે
  • આજની સ્થિતિએ ચોમાસામાં 59 ટકા ઘટ
  • આગામી સમયમાં સારા વરસાદની હવામાન જ્યોતિષ શાસ્ત્રીની આગાહી

ગુજરાતમાં તારીખ 21 ઓગસ્ટ સવારે 6 વાગ્યાની સ્થિતિએ ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 40.64 ટકા થયો છે. મોસમનો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 49.63 ટકા થયો છે. જ્યારે મોસમનો સૌથી ઓછો વરસાદ કચ્છ ઝોનમાં 31.74 ટકા થયો છે. સામાન્યરીતે રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ 34 ઇંચ હોય તો સારો હોવાનું નિષ્ણાતોનું માનવું છે. રાજ્યમાં આજની સ્થિતિએ સરેરાશ 14 ઇંચ જેટલો વરસાદ થયો છે. મોસમની દ્રષ્ટિએ જોઇએ તો સરેરાશ વરસાદના સંદર્ભમાં 59 ટકા વરસાદની ઘટ વર્તાઇ છે. પરિણામે અત્યારસુધી થયેલાં વરસાદના કારણે ડાંગર અને કપાસને મોટા પ્રમાણમાં નુક્સાન થયું છે.  અને વરસાદ વિલંબમાં થતાં ખેડૂતો નિરાશ થયા છે.

હવે પછી હવામાન જ્યોતિષ શાસ્ત્રીની આગાહી મુજબ ચોમાસા અંગે હજી આશાવાદ સેવવામાં આવી રહ્યો છે. જે મુજબ ખેતીના પાકને ફાયદો થવાની આગાહી હવામાનજ્યોતિષશાસ્ત્રીએ કરી છે.

ગુજરાતમાં સારા વરસાદ માટે આગામી સમયમાં હજી 59 ટકા વરસાદની જરૂરિયાત રહે છે. જો કે 22 ઓગસ્ટથી સપ્ટેમ્બરના અંત સુધીમાં વરસાદ સારો આવશે એવી આગાહી થઇ છે. ત્યારે ચોમાસુ હજી લાભદાયક પુરવાર થવાની આશા પણ ગુજરાતના ખેડૂતો અને પ્રજા પણ રાખી રહ્યાં છે.

કાનૂની કાર્યવાહી / તાલિબાનના સમર્થન પહેલા ચેતજો,સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર 14 લોકોની ધરપકડ