દિલ્હીના ગોકુલપુરીમાં ગઈકાલે રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં 11 વર્ષના બાળક સહિત 7 લોકો દાઝી ગયા હતા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગોકુલપુરી પહોંચ્યા, જ્યાં તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. જે બાદ તેણે વળતરની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રીએ શું કહ્યું
સીએમ અરવિંદ કેજરીવાલે ગઈકાલે દિલ્હીમાં ગોકુલપુરીમાં લાગેલી ભીષણ આગની ઘટનાની સમીક્ષા કરી હતી. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સીએમએ કહ્યું કે, “હું આ દુર્ઘટનાથી દુખી છું જેમાં સાત લોકોના મોત થયા છે. ઘણી મહેનત પછી ગરીબોએ પોતાનું સ્થાન બનાવ્યું છે.”
આ ઘટનામાં મૃતકો માટે વળતરની જાહેરાત કરતા, સીએમએ કહ્યું, “સરકાર મૃતકોના પરિવારોને 10 લાખ રૂપિયા, મૃતક બાળકોના પરિવારને 5 લાખ રૂપિયા અને જેમની ઝૂંપડીઓ બળી ગઈ છે તેમને 25,000 રૂપિયા આપશે. ” આ પહેલા પણ સીએમએ સવારે પણ આ ઘટના પર ટ્વિટ કર્યું હતું. તેણે લખ્યું, “મને સવારે આ દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા. હું પોતે ત્યાં જઈને પીડિતોને મળીશ.”
मैं इस हादसे से दुखी हूं जिसमें 7 लोगों की मृत्यु हो गई है। बहुत मेहनत के बाद ग़रीब अपना ठिकाना बनाते हैं। सरकार मृतकों के परिवारों को 10 लाख रुपए, मृतक बच्चों के परिवारों वालों को 5 लाख रुपए और जिनकी झोपड़ियां जली हैं उन्हें 25,000 रुपए देगी:दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल https://t.co/LuGALS8Bcr pic.twitter.com/rCgh3spZ7g
— ANI_HindiNews (@AHindinews) March 12, 2022
આપને જણાવી દઈએ કે, આગની ઘટના બાદ ફાયર વિભાગને અડધી રાત્રે માહિતી મળી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની 13 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આ આગમાં 60 ઝૂંપડા પ્રભાવિત થયા હોવાના અહેવાલ છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
