સેમસંગ સ્કિલિંગ પ્રોગ્રામ : ટેક દિગ્ગજ સેમસંગ એ એક સ્કિલિંગ પ્રોગ્રામ રજૂ કર્યો છે જેનો ઉદ્દેશ આગામી કેટલાક વર્ષોમાં 50,000 યુવાનોને તાલીમ આપવાનો અને તેમને ઇલેક્ટ્રોનિક્સ રિટેલ ક્ષેત્રમાં નોકરી માટે તૈયાર કરવાનો છે. કંપનીના નિવેદન અનુસાર, દક્ષિણ કોરિયાની કંપનીએ સમગ્ર દેશમાં તેના કૌશલ્ય પ્રશિક્ષણ કેન્દ્રો દ્વારા કાર્યક્રમનો અમલ કરવા માટે રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (એનએસડીસી) સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.
સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ કેન કાંગે જણાવ્યું હતું કે, “આ નવા કાર્યક્રમ સાથે, અમારું લક્ષ્ય દેશના યુવાનોમાં કૌશલ્ય અને રોજગાર ક્ષમતાના તફાવતને દૂર કરવાનું છે, જેનાથી તેઓ ઝડપથી વિકસતા ઇલેક્ટ્રોનિક્સ રિટેલ ક્ષેત્રમાં નોકરી શોધવામાં મદદ કરશે.” આ કાર્યક્રમ ભારત સરકારની સ્કિલ ઇન્ડિયા પહેલને અનુરૂપ છે.
કાર્યક્રમમાં 200 કલાકની તાલીમ આપવામાં આવશે
કંપનીના જણાવ્યા અનુસાર, ‘સેમસંગ દોસ્ત’ (ડિજિટલ અને ઓફલાઇન કૌશલ્ય તાલીમ) કાર્યક્રમ 200 કલાક વર્ગખંડ અને ઓનલાઇન તાલીમ આપવાનું આયોજન છે. આ પછી કંપનીના રિટેલ સ્ટોર્સ પર પાંચ મહિનાની ઓન-ધ-જોબ ટ્રેનિંગ (OJT) સાથે માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
સહભાગીઓની તાલીમ રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત ફ્રેમવર્ક મુજબ હશે અને તેમાં ગ્રાહકો સાથે વાતચીત , વેચાણ કાઉન્ટરોનું સંચાલન, ગ્રાહકોના પ્રશ્નોનું નિરાકરણ, ઉત્પાદન પ્રદર્શન અને વેચાણની કુશળતા સહિતની કુશળતાનો સમાવેશ થશે. આ સિવાય, તેઓ OJT દરમિયાન રિટેલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલ સ્ટોરના કામકાજ સાથે પરિચિત થશે.
શાળાકીય શિક્ષણ પૂર્ણ કરનારા યુવાનો જોડાઇ શકશે
કંપનીએ જણાવ્યું હતું કે જે યુવાનોએ શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો છે તેઓ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે અને તેમને NSDC ના મંજૂર તાલીમ ભાગીદારો દ્વારા ભારતભરના 120 કેન્દ્રો પર તાલીમ આપવામાં આવશે. OJT પૂર્ણ કર્યા પછી, સહભાગીઓને ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (TSSC) દ્વારા મૂલ્યાંકન અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
પ્રોટેક્ટિવ રેંજ / સ્ટીલબર્ડે ગોગલ-સ્ટાઇલ ફેસ શીલ્ડ કર્યું લોન્ચ, વાયરસ સામે આપશે રક્ષણ
Technology / વોટ્સએપ લાવ્યું વધુ એક નવું ફીચર, લિંક શેર કરવાની રીત બદલી
CNG કાર ટિપ્સ / CNG કારમાં આ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે, થોડી બેદરકારી ભારે પડી શકે છે
Pride / આ સ્વદેશી કંપનીના વેચાણના આંકડાઓ જોઈ ચોંકી જશો, માત્ર 24 કલાકમાં 1 લાખ વાહનો વેચાયા
Technology / વોટ્સએપ પેમેન્ટમાં ઉમેરાયું આ અદ્ભુત ફીચર, પૈસા ટ્રાન્સફર કરવું બનશે વધુ સરળ
