Mahisagar District/ balasinor ની ડમ્પિંગ વેસ્ટ સાઇટ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની રેડ

Balasinorની ડમ્પિંગ સાઇટ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ રેડ પાડી છે. આખા ગુજરાતનો કચરો ઠાલવવામાં આવે છે તે સ્થળે કોંગ્રેસ પહોંચી ગઈ છે.

Top Stories Gujarat Others Breaking News
Balasinorમાં કેમિકલના પ્રદૂષણના મુદ્દે કોંગ્રેસ ત્રાટકી છે.

Balasonor News: આખા ગુજરાતનો કચરો ઠલવાય છે તે balasinor બાલાસિનોર ની ડમ્પિંગ સાઇટ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ રેડ પાડી છે. આખા ગુજરાતનો કચરો ઠાલવવામાં આવે છે તે સ્થળે કોંગ્રેસ પહોંચી ગઈ છે.

balasinor બન્યું છે ગુજરાતનું નવું પીરાણા

છેલ્લા કેટલાય વર્ષોથી જ્યારથી એનું નોટિફિકેશન આવ્યું એ સમયથી આ વિસ્તારના લોકો એનો વિરોધ કરતા હતા પણ સરકારે એની વાત ન સાંભળી અને આખા ગુજરાતમાંથી કેમિકલ કચરા (Chemical Waste)ને અહીં ઠાલવવામાં આવે છે જેના કારણે આસપાસના 20 કિલોમીટર સુધીના વિસ્તારના લોકોને શ્વાસ લેવાની સમસ્યાઓ થઈ રહી છે એ સિવાય અન્ય રોગો પણ લોકોને થઈ રહ્યા છે

Balasinorમાં કેમિકલના પ્રદૂષણના મુદ્દે કોંગ્રેસ ત્રાટકી છે.

આખા ગુજરાતનો હાનિકારક કચરો કેમિકલ વેસ્ટ balasinor ની આ ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે જે લોકોના જીવન માટે નુકસાનકારક છે,હવા માટે નુકશાનકારક છે, જમીન અને પાણીને પ્રદૂષિત કરે છે.

Balasinorમાં કેમિકલના પ્રદૂષણના મુદ્દે કોંગ્રેસ ત્રાટકી છે.

balasinor માં કેમિકલ વેસ્ટથી જમીન પ્રદૂષિત

બાલાસિનોરમાં આ કેમિકલ વેસ્ટના કારણે અહીંના આસપાસના વિસ્તારની સમગ્ર જમીન પ્રદૂષિત થઈ ગઈ છે જમીનનું પાણી દૂષિત થઈ ગયું અને બોરવેલમાં હવે કેમિકલ યુક્ત લાલ પાણી આવે છે. અહીંયા અનેક રિવર્સિબલ બોર (Reversible Bor) બનાવવામાં આવ્યા જેમાં પ્રદૂષિત કેમિકલ (Polluted Chemical) ને નીચે જમીનમાં ઉતારવામાં આવે છે જેના કારણે આવું થઈ રહ્યું છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મોટી મોટી વાતો કરે છે અહીંયા આવીને તપાસ કરે તો ખબર પડે કે હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ ખૂબ વધ્યું છે અને પાણી પણ અહીંયા પ્રદૂષિત થઈ ચૂક્યું છે

Balasinorમાં કેમિકલના પ્રદૂષણના મુદ્દે કોંગ્રેસ ત્રાટકી છે.

balasinor માં આ કેમિકલ વેસ્ટ(Chemical Waste) ની ઠાલવણી પાછળ ભાજપ (BJP)ના નેતાઓની ભાગીદારી જવાબદાર છે કેટલાય ભાજપના નેતાઓના આમાં કોન્ટ્રાક્ટ ચાલે છે સરકારને પણ કરોડોનો હપ્તો જાય છે માટે લોકોની જિંદગી સાથે રમત રમાઈ રહી હોવા છતાં સરકાર આને બંધ કરાવતી નથી પણ આગામી સમયમાં કોંગ્રેસ આ મુદ્દે સ્થાનિકો સાથે રસ્તા પર ઉતરશે અને આ મુદ્દાને સદન સુધી પણ લઈ જવામાં આવશે


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: ભરૂચના અંકલેશ્વરમાં જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ મામલે કરાઈ ફરિયાદ

આ પણ વાંચો: રૂપિયા બચાવા માટે માનવ જીવન સાથે ચેડા, કંપનીએ કેમિકલ સહિત વેસ્ટવોટર છોડયું, ખેતીમાં મોટાપાયે નુકસાન

આ પણ વાંચો: સાયલાના વખતપર ગામ પાસે મેડિકલ વેસ્ટનો નિકાલ, અજાણ્યા શખ્સો કેમિકલનો જોખમી જથ્થો ફેંકી ગયાની ચર્ચા