અરવલ્લી/ કોંગ્રેસમાં વધુ એક ગાબડું, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર AIMIMમાં જોડાયા

કોંગ્રેસમાં વધુ એક ગાબડું, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર AIMIMમાં જોડાયા

Gujarat Others
  • બે ટર્મથી કોંગ્રેસમાં કોર્પોરેટર હતા રાજબાબુ
  • રાજબાબુ 200 કાર્યકરો સાથે AIMIMમાં જોડાયા
  • વોર્ડ નંબર 7 AIMIMમાંથી નોંધાવશે ઉમેદવારી

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.  ત્યારે નેતા અને કાર્યકર્તા દ્વારા પક્ષ પલટો, અને મતદારો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાની મૌસમ પુર બહારમાં ખીલી છે. નો દૌર યથાવત છે. મળી રહેલી માહિતી અનુસાર, મોડાસામાં કોંગ્રેસનાં ગઢમાં ફરી એકવાર ગાબડું પડ્યુ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બે ટર્મથી કોંગ્રેસમાં કોર્પોરેટર રહેલા રાજબાબુ  તેમના સાથે  કાર્યકરો સાથે AIMIMમાં જોડાયા છે. તેમની સાથે આશરે તેમના 200 થી વધુ કાર્યકર્તા AIMIM માં જોડાયા છે. રાજાબાબુ હવે વોર્ડ નંબર 7 માંથી AIMIMમાંથી  ઉમેદવારી નોધાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં બે દિવસ અગાઉ જ મોડાસામાં 500 થી વધુ યુવાનોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી AIMIM સાથે જોડાયા હતા. અને બે યુવાનો વોર્ડ નંબર-8 માંથી AIMIM તરફથી ઉમેદવારી નોધવાની પણ જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આપ, એઆઇએમઆઇએમ અને બીટીપી એ ત્રીજા રાજકીયપક્ષ તરીકે ચૂંટણી જંગમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ રાજકીયપક્ષનાં અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ સર્જાયાં છે. આ રાજકીયપક્ષને મતદારો કેટલાં સ્વીકારે છે તે જોવું રહેશે.

covid19 / દેશમાં નવા કેસ સામે રિકવરીમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 12,600

Ahmedabad / પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલીમાં વધારો, રમણ પટેલ અને બે પુત્રો સામે નોંધાઈ ફરિયાદ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…