Crime/ બાઇક અને રિક્ષાને નુકશાન થતાં યુવકે યુવતીના ઘરે જઈ લીધો બદલો

અમદાવાદના ઠક્કર બાપા નગરમાં રહેતી યુવતીએ યુવક વિરૂદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મારામારી અને છેડતીની ફરિયાદ નોંધાવી છે. યુવતી તેના ઘરે હાજર હતી ત્યારે દીપક નામનો યુવક તેના ઘર પાસે આવ્યો હતો. દીપક ઘર બહાર ઉભો રહીને જોરજોરથી બૂમો પાડવા લાગ્યો હતો. દીપકનો અવાજ સાંભળીને યુવતી બહાર આવી હતી અને શુંકામ છે તે કામ વિશે પૂછ્યું […]

Ahmedabad Gujarat

અમદાવાદના ઠક્કર બાપા નગરમાં રહેતી યુવતીએ યુવક વિરૂદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મારામારી અને છેડતીની ફરિયાદ નોંધાવી છે. યુવતી તેના ઘરે હાજર હતી ત્યારે દીપક નામનો યુવક તેના ઘર પાસે આવ્યો હતો. દીપક ઘર બહાર ઉભો રહીને જોરજોરથી બૂમો પાડવા લાગ્યો હતો. દીપકનો અવાજ સાંભળીને યુવતી બહાર આવી હતી અને શુંકામ છે તે કામ વિશે પૂછ્યું હતું.ઉશ્કેરાઈ ગયેલા દીપકે તારા ભાઈએ મારી રિક્ષા અને બાઈકને નુકશાન પહોંચાડ્યું છે તેમ કહી ગાળો ભાંડી હતી. યુવતીએ ગાળો બોલવાની ના પાડતાં દીપકે ગુસ્સામાં યુવતી પર હુમલો કરી દીધો હતો.ગભરાઈ ગયેલી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપી દિપક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.