MANTAVYA Vishesh/ ભારતે પાક પર ફોડ્યો ‘વોટર બોમ્બ’

પહલગામ હુમલાના પગલે ભારતે સિંધુ જળ સંધિ રદ કરીને પાકિસ્તાન પર વોટર બોમ્બ ફોડ્યો છે. આ રીતસરની પાકિસ્તાન માટે ખતરાની મોટી ઘંટી છે. પાકિસ્તાનનું અસ્તિત્વ જ સિંધુ નદી પર આધારિત છે. ભારત જળસંધિ તોડીને નદીનો પ્રવાહ રોકી દે તો પાકિસ્તાન માટે આ ‘વોટર બોમ્બ’ પરમાણુ બોમ્બ કરતાં પણ વધુ ખતરનાક નીવડી શકે છે.

Mantavya Vishesh

પહલગામ હુમલાના પગલે ભારતે સિંધુ જળ સંધિ રદ કરીને પાકિસ્તાન પર વોટર બોમ્બ ફોડ્યો છે. આ રીતસરની પાકિસ્તાન માટે ખતરાની મોટી ઘંટી છે. પાકિસ્તાનનું અસ્તિત્વ જ સિંધુ નદી પર આધારિત છે. ભારત જળસંધિ તોડીને નદીનો પ્રવાહ રોકી દે તો પાકિસ્તાન માટે આ ‘વોટર બોમ્બ’ પરમાણુ બોમ્બ કરતાં પણ વધુ ખતરનાક નીવડી શકે છે.

ભારતનું આ પગલું પાકિસ્તાનનું અર્થતંત્ર, કૃષિ અને સામાજિક સ્થિરતાને પંગુ બનાવી શકે છે. તેના પગલે પાક.માં વિનાશક પૂર પણ આવી શકે છે. સિંધુ નદી ખીણ વિસ્તાર પાકિસ્તાનના અસ્તિત્વનો આધાર છે. પાકિસ્તાન વિશ્વના શુષ્ક દેશોમાં એક છે. અહીં વર્ષે માંડ 240 મિ.મી. વરસાદ પડે છે. 24 કરોડથી વધુ વસ્તીવાળો આ દેશ તાજા પાણીની 90 ટકા જરૂરિયાત માટે નદીઓના પાણી પર જ આધારિત છે. પાક.માં વસ્તીનો અડધો હિસ્સો કૃષિમાં કામ કરે છે. તે જીડીપીમાં 24 ટકા ફાળો આપે છે. તે સંપૂર્ણપણે સિંધુ પ્રણાલિના નહેર નેટવર્ક પર આધારિત છે, જે વિશ્વની સૌથી મોટી સિંચાઈ પ્રણાલિમાં એક છે.

હવે જો ભારત સિંધુ જળસંધિ રદ કરી દે તો સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીનો જળપ્રવાહ રોકાઈ જશે. તેના પરિણામ પાકિસ્તાન માટે વિનાશક હશે. નિષ્ણાતોનું કહેવું છે કે પાણીનો પ્રવાહ રોકવામાં આવે તો પાક. માટે પાણીની ઉપલબ્ધતામાં 70 ટકા ઘટાડો થશે. અત્યારે અત્યંત ઉપજાવ એવા પંજાબ અને સિંધ પ્રાંતનો વિશાળ હિસ્સો બંજર જમીનમાં બદલાઈ જશે. પાક.ની અર્થવ્યવસ્થાની જીવનરેખા ગણતરીના મહિનાઓમાં ધ્વસ્ત થઈ જશે. ઘઉં અને ચોખાની ઉપજને ક્યારેય પડ્યો ન હોય તેવો ફટકો પડશે. અનાજ ઉત્પાદનને ફટકો પડતાં તેના ભાવ આકાશને આંબવા લાગશે.

કૃષિ સંગઠનના અંદાજ મુજબ સિંચાઈના પાણીમાં 50 ટકા ઘટાડો થતાં પાક.નું કૃષિ ઉત્પાદન અડધુ થઈ જશે. તેના કારણે લાખો લોકો ગરીબી અને ભૂખમરામાં ડૂબી જશે. તેનો અકલ્પનીય પ્રભાવ પડશે. પાક.ની 68 ટકા વસ્તી રહે છે તે ગ્રામીણ સમુદાયે મોટાપાયા પર સ્થળાંતર કરવું પડશે. લાહોર અને કરાચી જેવા શહેર પહેલેથી જ જનસંખ્યા વૃદ્ધિના લીધે ઇન્ફ્રાસ્ટ્રકચર પર ભારે દબાણનો સામનો કરી રહ્યા છે. શરણાર્થીઓના આગમનના કારણે મૂળભૂત માળખા પર દબાવ સામાજિક અશાંતિનું સર્જન કરી શકે છે.

આ ઉપરાંત પાક.ના ઉર્જા ક્ષેત્રને પણ ઝાટકો વાગશે, કેમકે હાઇડ્રોપાવરમાંથી 30 ટકા ઊર્જા આ જળસ્ત્રોતમાંથી મળે છે. આ બધી વીજળી રોકાઈ જશે. વીજળી બંધ થતાં ઉદ્યોગ ઠપ થઈ જશે, જેનાથી દેશમાં આર્થિક સંકટ વધુ ઘેરું થશે, જે પહેલાથી નાણાકીય અને રાજકીય કટોકટીનો સામનો કરી રહ્યો છે.

પાક.ના એટર્ની જનરલે પણ ચેતવણી આપી છે કે સિંધુ જળ કરાર સમાપ્ત કરવો તે દેશને પરમાણુ બોમ્બના હુમલા કરતાં પણ વધુ નુકસાન પહોંચાડી શકે છે. સિંધુના પાણી વગર અનાજનું ઉત્પાદન જ ખતમ થઈ જશે અને પાકિસ્તાન તે રેગિસ્તાન બની જશે.

ભારત આ ઉપરાંત પાકિસ્તાનમાં પાણીનો પ્રવાહ એક સાથે છોડીને ત્યાં વિનાશકારી પૂર પણ લાવી શકે છે. 2010માં પાક.માં આવેલા વિનાશકારી પૂરના કારણે 2000 લોકો માર્યા ગયા હતા અને દેશનો ત્રીજા ભાગનો હિસ્સો પાણીમાં ડૂબી ગયો હતો. આ પૂરનું કારણ ભારે વરસાદ ગણાવાયું હતું, પરંતુ પાકિસ્તાન લાંબા સમયથી ભારત પર પાણી છોડવાનો આરોપ લગાવતું રહ્યું છે. ભારતે તેને હંમેશા ફગાવ્યા છે. પાકમાં પાણી વિતરણ માટે જવાબદાર સિંધુ નદી પ્રણાલિ ઓથોરિટી એકદમ ભ્રષ્ટ અને અક્ષમ છે. આ ઉપરાંત તેના તરબેલા અને મંગલા જેવા બંધ ફ્કત સિંચાઈ અને વીજ ઉત્પાદન માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. તે પાણીના પ્રવાહમાં થનારા અચાનક વધારાને સમાવી લેવાની ક્ષમતા ધરાવતા નથી. આથી જ 2022માં આવેલા વિનાશક પૂરના કારણે પાક.માં લાખો લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું. આ પૂરે પાક.ની જળસંચાલન અને જળ વ્યવસ્થાની નબળાઈ ખુલી પાડી દીધી હતી.

જો કે આ સમજૂતી અટકાવવાનો અર્થ એ નથી કે પાકિસ્તાનને તાત્કાલિક ધોરણથી સિંધુ કરાર હેઠળ મળતું પાણી બંધ થઈ જશે, પરંતુ ભારતે લીધેલા નિર્ણયના કારણે હવે પાક. ભારત પાસેથી આ કરાર હેઠળ ભારત પાસેથી પાણીના પુરવઠાની ખાતરી નહીં માંગી શકે. આના લીધે ભારત ભવિષ્યમાં સિંધુ નદી પર બંધ બાંધીને પાણી રોકવા સ્વતંત્ર હશે. આ સમયે પાકિસ્તાન માટે સંકટ પેદા થશે, ત્યાં સુધી કશું નહી થાય. આમ હવે સિંધુ જળ કરારની નિભાવની જવાબદારી ભારતની રહેતી નથી. આમ સિંધુ જળસંધિ જે સરહદ પારના સહયોગનું મોડેલ માનવામાં આવતી હતી તે હવે તૂટી પડવાના આરે છે. આમ 65 વર્ષથી ત્રણ-ત્રણ યુદ્ધ જેવા વાતાવરણમાં પણ અડીખમ રહેલી આ સંધિનું હવે ભંગાણના આરે છે. પાક. તેને લઇને આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલમાં જાય તો પણ આશ્ચર્ય નહીં થાય, પરંતુ ઉપલબ્ધ જળસ્ત્રોતોનો પૂરેપૂરો ઉપયોગ ન કરી શકવાની તેની ક્ષમતાના કારણે તે અગાઉ પણ ભારત સામે ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલમાં કેસ હારી ચૂક્યું છે.હાલમાં પણ તેની નદીઓમાં આવતા પાણીનો મોટાભાગનો હિસ્સો તે સમુદ્રમાં વહી જવા દે છે.

સિંધુ જળસંધિ ક્લાઇમેટ ચેન્જ પહેલાના સમયગાળામાં ડિઝાઇન કરવામાં આવી હતી. તેમા પાણીનો પ્રવાહ ઉચ્ચ સ્તરે પહોંચે ત્યારે તેને પહોંચી વળવાની ક્ષમતાનો અભાવ છે. નિષ્ણાતોનું માનવુ છે કે બંને દેશોએ ક્લાઇમેટ ચેન્જના ડેટાની આપલે કરવી જોઈએ, પણ વર્તમાન વાતાવરણમાં તેની સંભાવના ઘણી ઓછી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી