MANTAVYA Vishesh/ ગુજરાતની પેટાચૂંટણીઃ વિસાવદરમાં પાટીદાર કાર્ડ તો કડીમાં હુકમનો એક્કો કોણ!

ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીની તારીખ નક્કી થઈ ગઈ છે. બંનેમાં 19મી જૂનના રોજ ચૂંટણી યોજાશે અને 23મી તારીખે પરિણામ જાહેર થશે. તારીખ જાહેર થવાની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને AAPમાં રાજકીય ગતિવિધિએ વેગ પકડ્યો છે.

Mantavya Vishesh

ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીની તારીખ નક્કી થઈ ગઈ છે. બંનેમાં 19મી જૂનના રોજ ચૂંટણી યોજાશે અને 23મી તારીખે પરિણામ જાહેર થશે. તારીખ જાહેર થવાની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને AAPમાં રાજકીય ગતિવિધિએ વેગ પકડ્યો છે.

AAP તો સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક પર ગોપાલ ઇટાલિયાને ઉતારીને પાટીદાર કાર્ડ ઉતરી ચૂક્યું છે. હવે આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ પાટીદાર કાર્ડમાં કોને ઉતારે તેના પર આખા સૌરાષ્ટ્રની જ નહીં ગુજરાતની નજર છે. કોંગ્રેસના વર્તુળોના જણાવ્યા મુજબ હાલમાં તો વિસાવદરમાં જામેલા ત્રિપાંખિયા જંગને જોતાં પરેશ ધાનાણીના સ્વરૂપમાં મહત્વનું પત્તુ કોંગ્રેસ ઉતરે તેમ માનવામાં આવે છે. જો કે કોંગ્રેસ તેના પત્તા છેલ્લી ઘડીએ ઉતરીને કોઈ નવું નામ મેદાનમાં ઉતારે તો પણ આશ્ચર્ય નહીં થાય.

ભાજપે હજી સુધી વિસાવદર બેઠક પર કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી, પરંતુ જયેશ રાદડિયાને આ બેઠકના પ્રભારી બનાવ્યા છે અને તે જીતાડવાની જવાબદારી તેમને સોંપી છે. આ બતાવે છે કે ભાજપમાં અને સૌરાષ્ટ્રના રાજકારણમાં હજી પણ જયેશ રાદડિયાનું વજન પડે છે. તેની સાથે કમલેશ મિરાણીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. અગાઉની ગુજકોમાસોલની ચૂંટણી વખતે પક્ષની અંદર આંતરિક ધોરણે ખેંચાયેલી તલવારો હાલમાં તો મ્યાન થઈ ગઈ છે. જ્યારે કડી બેઠક માટે સુરેશ પટેલ અને દશરથજી ઠાકોરની પ્રભારી તરીકે જાહેરાત કરવામાં આવી છે.

જયેશ રાદડિયાને પ્રભારી બનાવવાની સાથે પાટીદાર ઉમેદવારની સંભાવના પ્રબળ બની ગઈ છે. જો કે ભાજપના આંતરિક વર્તુળોમાં મક્કમપણે માનવામાં આવે છે કે આ બેઠક પર તો ભૂપત ભાયાણીને જ ઉતારવામાં આવશે, જે પોતે આ બેઠક પરથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા છે. તેથી આ બેઠક પર બીજા નામ અંગે વિચારવાનો કદાચ કોઈ સવાલ જ નથી. વળી તાજેતરમાં જ પીએમ મોદી ગુજરાતમાં આવ્યા હોવાથી આ દરમિયાન ભાજપના બે ઉમેદવારો આંતરિક ધોરણે નક્કી થઈ જાય તો આશ્ચર્ય નહી થાય, પછી ભલે તેની જાહેરાત થોડી મોડી કરવામાં આવે. હર્ષદ રીબડીયાએ પણ વિસાવદરની બેઠક પર તેમની દાવેદારી નોંધાવી છે.

ભાજપ તો શાસક પક્ષ છે તેથી વાર લગાડે તે સમજી શકાય છે, પરંતુ કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરવામાં કોની રાહ જોઈ રહી છે તે સમજી શકાયું નથી. સ્વાભાવિક રીતે કોંગ્રેસ આ બંને બેઠક જીતવાના ઇરાદાથી જ ઉતરવાની છે. તે સરકાર સામે એન્ટિ ઇન્કમ્બન્સીનો ફાયદો ઉઠાવવા માંગે છે.

કોંગ્રેસ દર વખતની જેમ આંતરિક જૂથવાદમાં સપડાયેલી છે. ચૂંટણી આવી તો પણ તેનો આંતરિક જૂથવાદ અટકવાનું નામ લેતો નથી. કોંગ્રેસમાં કહેવાય એ છે કે સ્થિતિ એવી છે કે ચૂંટણી જીતવા માટે બંને બેઠકના પ્રભારી બનવા માટે કોઈ તૈયાર નથી. આ એ જ બતાવે છે કે ભૂતકાળની આટલી બધી ભૂલો પછી પણ કોંગ્રેસ કશું શીખી નથી.

કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પક્ષની સ્થાનિક નેતાગીરીથી નારાજ છે. તેઓ એટલા નારાજ છે કે તેમણે પક્ષની બંનેમાંથી એકપણ બેઠકના પ્રભારી બનવાની પણ ના પાડી દીધી છે. કોંગ્રેસની સ્થાનિક નેતાગીરીની કામ કરવાની પદ્ધતિ જિજ્ઞેશ મેવાણીને જરા પણ અનુકૂળ આવી નથી. આ માટે તેમણે છેક દિલ્હી સુધી ફરિયાદ કરી છે.

જિજ્ઞેશ મેવાણીએ કોઈ જવાબદારી ન નીભાવતા કોંગ્રેસે છેવટે બળતું ઘર કૃષ્ણાર્પણના ન્યાયે ગ્યાસુદ્દીન શેખને પ્રભારી બનાવવા પડ્યા છે. કડીમાં ભાજપ તેના આગવા ગણિત મુજબ હિતુ કનોડિયાને મેદાનમાં ઉતારે તેવી પ્રબળ સંભાવના છે. ફક્ત તેમના નામ પર મંજૂરીની મહોર જ બાકી છે. કડી આમ પણ ભાજપનો મજબૂત કિલ્લો મનાય છે.

જો કે વિસાવદરમાં સૌથી પહેલા ઉમેદવાર જાહેર કરનાર આપે હજી સુધી કડીને લઈને મગનું નામ મરી પાડ્યું નથી તે પણ હકીકત છે. આના કારણે અહીં સવાલ ઊભો થાય છે કે આપે અહીં શું મેચ રમ્યા પહેલાં જ હાર સ્વીકારી લીધી છે. જો આપે વિસાવદરની જેમ કડીમાં પણ ગુમાવવાનું કશું નથી તો પછી તેના ઉમેદવારની જાહેરાત કેમ કરી નથી તે મોટો સવાલ છે.

વિસાવદરમાં તો ગોપાલ ઇટાલિયાએ તેમનું નામ જાહેર થયું ત્યારથી લોકોના પ્રશ્નો ઉઠાવવા પણ માંડ્યા અને તેની રજૂઆતો પણ કરવા માંડી. તેમા પણ ખાસ કરીના ખેડૂતોના પ્રશ્નો પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેની સામે કડીમાં આપે હજી સુધી ખાસ કશું કર્યું નથી તે બતાવે છે કે આપને વિસાવદર અંગે જેટલો આત્મવિશ્વાસ છે તેટલો કડી અંગે નથી. આપના અગાઉના ઉમેદવાર ભૂપત ભાયાણી વિસાવદરમાંથી જ જીત્યા હતા. તેથી વિસાવદર બેઠક પર આપને તેની પક્કડ મજબૂત લાગે છે, પરંતુ કડીને લઈને આપ અસમંજસમાં લાગે છે. તેણે અહીં સ્વીકારી લીધું છે કે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડત છે, તેઓ ક્યાંય નજરમાં પણ નથી. તેથી તેણે જાહેરાત કરી નથી. હવે તે આ માટે કોઈ અલગથી વ્યૂહરચના બનાવવાનું છે તે પણ એક સવાલ છે અને કદાચ તે કોઈ સરપ્રાઇઝ પણ આપવા માંગતુ હોય. જ્યારે કોંગ્રેસ કડીમાં નૌશાદ સોલંકીને ટિકિટ આપે તેમ માનવામાં આવે છે. કડીની વસ્તીના સમીકરણોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આ પ્રકારનો નિર્ણય લઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાડભૂત બેરેજ: તંત્રની નિષ્કાળજીથી 400 ખેડૂતોની 2300 એકર જેટલી જમીન ડૂબમાં ગઈ

આ પણ વાંચો: સાબરમતીમાં રેતખનન માફિયા બેરોકટોક, દીપસિંહ રાઠોડ મેદાનમાં

આ પણ વાંચો: કડી-વિસાવદરની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ