ગુજરાતીઓ ફાયરબ્રાન્ડ છે તે હકીકત છે, આ જ ફાયરબ્રાન્ડ ગુજરાતમાં આજે દર વર્ષે વધુને વધુ લોકો આગમાં જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાતમાં આગના કારણે થતી હોનારતની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે. તેમા ઔદ્યોગિક અકસ્માતથી લઈને રહેણાક વિસ્તારોમાં થતાં મોતનો સમાવેશ થાય છે. ગુજરાતમાં 2023થી 2025 એમ બે વર્ષમાં ઔદ્યોગિક અકસ્માતોમાં આગમાં ફક્ત 12ના મોત થયા હતા. તેની સામે આ વર્ષે ગુજરાતમાં એક જ અગ્નિકાંડમાં આંકડો સીધો 21ને વટાવી ગયો છે. આ બતાવે છે કે ફાયરબ્રાન્ડ ગુજરાતીઓનો ભોગ પણ ફાયર જ લઈ રહી છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો(NCRB)ના આંકડા મુજબ ગુજરાત દેશમાં સૌથી વધુ આગના બનાવો ધરાવતા રાજ્યોમાં એક છે. એનસીઆરબી મુજબ 2025માં આખા દેશમાં કુલ 1.6 લાખ જેટલા આગના બનાવ બન્યા હતા અને તેમા 27 હજારથી વધુ લોકોના મોત થયા હતા. ગુજરાતીઓમાં ફાયર છે, પણ આ બીજું ‘ફાયર’ એવું છે જે લોકોના જીવ લઈ રહ્યુ છે,
તાજેતરમાં જ હોંગકોંગમાં લાગેલી આગમાં સાત મોટા-મોટા બિલ્ડિંગો જાણે લાક્ષાગૃહ બની ગયા અને ત્રણસોથી વધુના મોત થયા. ભારતમાં ગોવામાં નાઇટ ક્લબમાં લાગેલી આગમાં 25 જણાના મોત થયા આ બતાવે છે કે દેશ અને ગુજરાતમાં આગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. હજી આટલું ઓછું પડતું હોય તેમ દસમી ડિસેમ્બરે સુરત ટેક્સ્ટાઇલ માર્કેટમાં જ આગ લાગી હતી.
રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભામાં જ માર્ચ 2025માં આપેલા આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 16 જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતમાં 116 બનાવ બન્યા હતા. તેમા 12ના મોત થયા હતા. જો કે આ આંકડો ડીસામાં આગ લાગી તેના પહેલાનો છે.
ગુજરાતમાં લાગેલી આગમાં ઔદ્યોગિક અકસ્માતો અને રહેણાક વિસ્તારોમાં લાગેલી આગ બંનેનો સમાવેશ થાય છે. ગુજરાતમાં 2025ના વર્ષમાં આગના મોટા બનાવમાં ઔદ્યોગિક અકસ્માતમાં ડીસામાં લાગેલી ફેક્ટરીમાં આગ અને સંઘવી ઓર્ગેનિક્સમાં લાગેલી આગ મુખ્ય હતી.
બનાસકાંઠામાં મોતે 21નાં જીવનને બનાવ્યું એપ્રિલ ફુલ
પહેલી એપ્રિલ એપ્રિલ ફુલ બનાવવાનો દિવસ ગણાય છે, પણ આ દિવસે ગુજરાતના બનાસકાંઠામાં મોતે જીવનને એપ્રિલફુલ બનાવ્યું હતું. બનાસકાંઠાના ડીસા ટાઉન ફટાકડાની ગેરકાયદે ફેકટરીમાં બનેલી આગની દુર્ઘટનામાં 21 મજૂરોના કરૂણ મોત થયા હતા. તેમના માટે પહેલી એપ્રિલ આખરી એપ્રિલ અને અંતિમ એપ્રુલફુલ નીવડી હતી. મૃતકોમાં બધા શ્રમિકો મધ્યપ્રદેશના હતા. આ આખી ફેક્ટરી જ ગેરકાયદે ધમધમતી હતી. ફેક્ટરી માલિક પાસે ફક્ત ફટાકડાનું વેચાણ કરવાની પરમિશન હતી, ફટાકડા બનાવવાની પરમિશન ન હતી. આ બનાવના પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ફક્ત 21ના જીવ જ ગયા ન હતા, પરંતુ તેની સાથે તેમના પર જ આધારિત 21 કુટુંબો એટલે કે 105 જણા નોંધારા થઈ ગયા હતા.
નવેમ્બરમાં પુત્રની સગાઈ પૂર્વે 4 સભ્યોનું દોશી કુટુંબ મોતને ભેટ્યું
ગુજરાતના ગોધરામાં દોશી કુટુંબ માટે પુત્રની સગાઈના આગલા દિવસે જ કુટુંબ આખુ દોશી કુટુંબ મોતને ભેટ્યુ હતું. તેના કારણે આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. તેઓ 21મી નવેમ્બરના રોજ તો પુત્રની સગાઈ માટે છેક વાપી જવાના હતા, પરંતુ આગલા દિવસે જ કુટુંબના ચારેય સભ્યો મોતને ભેટ્યા હતા. તેઓ ગોધરાના બામરોલી રોડ પર આવેલી વૃંદાવન-ટુ સોસાયટીના રહેણાક બિલ્ડિંગમાં લાગેલી આગના કારણે ગૂંગણામણના લીધે મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં 50 વર્ષીય કમલભાઈ દોશી, પત્ની દેવલબેન દોશી, 22 વર્ષના રાજ અને 24 વર્ષના દેવનો સમાવેશ થાય છે. રાજ્યમાં તાજેતરમાં રહેણાક વિસ્તારોમાં આગની બનેલી આ સૌથી મોટી ચકચારભરી ઘટના છે. ચારેયના મોત ગૂંગળામણથી થયા હતા.
સુરતમાં સંતોષ ડાઇંગ મિલમાં બોઇલર ફાટતાં બેના મોત
સુરતમાં સપ્ટેમ્બરમાં ટેક્સ્ટાઇલ ફેક્ટરીમાં લાગેલી આગમાં બેના મોત થયા હતા. સુરતના કડોદરામાં જોલવા વિસ્તારમાં સંતોષ ડાઇંગ મિલમાં બોઇલર ફાટતા બે જણા ભડથું થઈ ગયા હતા. આ ઉપરાંત બીજા કેટલાય લોકોને ઇજા પહોંચી હતી. આગના પગલે તરત જ સુરત ફાયર બ્રિગેડના કર્મચારીઓ ધસી ગયા હતા. ઇજાગ્રસ્તોને તરત જ હોસ્પિટલ સારવાર મોકલાયા હતા. લગભગ 10થી 15 જણાને બળવાના કારણે ઇજા થઈ છે.
મહેસાણા જિલ્લામાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં લાગેલી આગમાં બેના મોત
મહેસાણા જિલ્લામાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં લાગેલી આગમાં બેના મોત થયા હતા અને બેને ઇજા થઈ હતી. મહેસાણાના સમેત્રા ગામ નજીક આવેલા ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં સવારના ત્રણ વાગ્યાના રોજ આ ઘટના બની હતી. અકસ્માતના પગલે તરત જ ઘટનાસ્થળે અગ્નિશામક દળો પહોંચી ગયા હતા. બંને મૃતકમાં એક બિહારનો અને બીજો મહારાષ્ટ્રનો હતો.
ભરૂચમાં ઝઘડિયામાં કેમિકલ યુનિટમાં બ્લાસ્ટે એકનો જીવ લીધો
ભરૂચના ઝઘડિયા કેમિકલ યુનિટમાં થયેલા બ્લાસ્ટમાં એક શ્રમિકનો જીવ ગયો હતો અને બીજાને ગંભીર ઇજા થઈ હતી. નવમી ડિસેમ્બર 2025ના રોજ બનેલી આ ઘટના શ્રમિક માટે કાળ બનીને આવી હતી. અકસ્માતના પગલે અગ્નિશામક દળો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક ધોરણે આગ બુઝાવીને અંકુશમાં લીધી હતી. જો તેમણે આગ અંકુશમાં લીધી ન હોત તો આગ વધુ નુકસાન કરી શકી હોત અને વધારે જાનહાનિ સર્જાઈ હોત.
ભરૂચના ફાર્માસ્યુટિકલ યુનિટમાં બ્લાસ્ટમાં ત્રણનાં મોત
ભરૂચના અંકલેશ્વરના ફાર્માસ્યુટિકલ યુનિટ ડબલ્યુકે ફાર્મામાં બોઇલરમાં થયેલા બ્લાસ્ટના કારણે ત્રણના મોત થયા હતા અને 25થી વધુ શ્રમિકોને ઇજા થઈ હતી. આ બ્લાસ્ટના કારણએ આખા વિસ્તારમાં ડરનો માહૌલ છવાઈ ગયો હતો અને આગ આગળ પણ વધે અને બીજે ફેલાય તેવો ડર લાગતો હતો. અકસ્માતના પગલે તરત અગ્નિશામક દળો રવાના થયા હતા અને તેમણે આગ કાબૂમાં લીધી હતી. આગના આ બનાવ જોતાં દરેક ઇન્ડસ્ટ્રીયલ યુનિટનું ફાયર સેફ્ટી ઓડિટ જરૂરી બની ગયું છે.
આ ઉપરાંત ગુજરાતમાં દિવાળી દરમિયાન રહેણાક વિસ્તારોમાઁ આગના કુલ 2,804 બનાવો નોંધાયા હતા. આના પરથી દિવાળીનો તહેવાર ઉજવણી કરનારાઓ માટે કેટલો જોખમી બની રહ્યો છે તે જોઈ શકાય છે. આખા ગુજરાતમાં તેના કારણે 108ના લગભગ 5,500 કોલ આવ્યા હતા, તેના પરથી જ સમજી શકાય છે કે દિવાળીમાં આગ લાગવાના કેટલા બનાવ બન્યા હશે. આમ ફાયરબ્રાન્ડ ગુજરાતીઓના જીવનમાં આગની દુર્ઘટના પણ જાણે તેમના જીવનનો હિસ્સો બની ગઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: DGP વિકાસ સહાય અને જિજ્ઞેશ મેવાણી આમને સામને
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
