MANTAVYA Vishesh/ ભારત-પાક વચ્ચે સિંધુ જળ કરાર છે શું?

તાજેતરમાં પહલગામમાં પાક.ના હુમલાના પગલે ભારતે સિંધુ જળસંધિ રદ કરી. કોઈને પણ થયું હશે કે આ વળી શું છે જે ભારતે રદ કર્યુ. બહુ ઓછા લોકોને ભારત અને પાકિસ્તાન વચ્ચેની 65 વર્ષથી અસ્તિત્વમાં રહેલી સિંધુ જળસંધિ અંગે ખબર હશે.  આ સંધિને કેવી રીતે આકાર આપવામાં આવ્યો તેની પણ બહુ ઓછા લોકોને જાણ હશે.

Mantavya Vishesh

તાજેતરમાં પહલગામમાં પાક.ના હુમલાના પગલે ભારતે સિંધુ જળસંધિ રદ કરી. કોઈને પણ થયું હશે કે આ વળી શું છે જે ભારતે રદ કર્યુ. બહુ ઓછા લોકોને ભારત અને પાકિસ્તાન વચ્ચેની 65 વર્ષથી અસ્તિત્વમાં રહેલી સિંધુ જળસંધિ અંગે ખબર હશે.  આ સંધિને કેવી રીતે આકાર આપવામાં આવ્યો તેની પણ બહુ ઓછા લોકોને જાણ હશે.

1947માં બંને દેશનું વિભાજન થયું પછી સૌથી મોટો પ્રશ્ન હતો તે ભારતમાંથી વહેતી અને પાકિસ્તાનમાં જતી નદીઓના પાણીની વહેંચણીનો પ્રશ્ન હતો. આ માટે બંને દેશ વચ્ચે 1951થી લઈને 1960 સુધી વાટાઘાટ ચાલી હતી. છેવટે નવ વર્ષની વાતચીત પછી 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં સિંધુ જળસંધિ પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા.

આ સંધિ મુજબ  સિંધુ જળપ્રણાલિની પૂર્વમાંથી વહેતી નદીઓ સતલજ, બિયાસ અને રાવી નદીના પાણીનો સંપૂર્ણ ઉપયોગ ભારત કરશે. જો કે તેમા પણ કેટલાક અપવાદ છે. જ્યારે પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ એટલે કે સિંધુ, ઝેલમ અને ચિનાબનું પાણી મળશે. જો કે પશ્ચિમી નદીઓના પાણીના ઉપયોગનો કેટલોક સીમિત અધિકાર ભારતને પણ આપવામાં આવ્યો હતો. તેમા વીજળી બનાવવાથી લઈને ખેતી માટે મર્યાદિત પ્રમાણમાં પાણીના ઉપયોગનો સમાવેશ થતો હતો.

આ સમાધાનના ભાગરૂપે ભારતને પૂર્વી નદીઓ ઉપરાંત પશ્ચિમી નદીઓ પર જળવિદ્યુત મથક બાંધવાનો અને સીમિત સિંચાઈ માટેનો બંધ બાંધવાનો અધિકાર છે, પરંતુ તેને આ પશ્ચિમી નદીઓના પાણીને સ્ટોર કરવાની કે બીજે વાળવાની મંજૂરી નથી.

આમ પાકિસ્તાનને ત્રણેય પશ્ચિમી નદી સિંધુ, ઝેલમ અને ચિનાબનું પાણી મળે છે, જે સંયુક્ત બેસિનના મોટાભાગના પાણીનો લગભગ 80 ટકા હિસ્સો છે. પાકિસ્તાન માટે આ સિંધુ જળ કરાર ફક્ત જળ સમજૂતી નથી, તેની આખી સિંચાઈ વ્યવસ્થા અને વોટર મેનેજમેન્ટ તેના પર આધારિત છે.

તેના સંચાલન માટે એક સ્થાયી સિંધુ કમિશન પણ હાજર છે, જેમા બંને દેશના એક-એક કમિશ્નર હોય છે. તેનું કામ આંકડાઓનું આદાનપ્રદાન કરવાનું અને નવા પ્રોજેક્ટની સમીક્ષા કરવાનું તથા નિયમિત રીતે બેઠકો કરવાનું છે.

હવે આ કરારને રદ કરવાથી ભારતને થનારા ફાયદા પર નજર માંડીએ તો તેને સિંધુ નદી પ્રણાલિના પાણીનો ઉપયોગ કરવાના વધુ વિકલ્પો મળશે. સિંધુ જળના ભૂતપૂર્વ ભારતીય અધિકારી  પી કે સકસેનાએ જણાવ્યું હતું કે કરાર રદ થવાથી ભારત ઉદાહરણ તરીકે પાકિસ્તાન સાથે વોટર ફ્લોનો ડેટા તરત જ શેર કરવાનું બંધ કરી શકે છે. સિંધુ અને તેની સહાયક નદીઓ પાણીના ઉપયોગ માટે ભારત પર કોઈ ડિઝાઇન કે ઓપરેશનલ પ્રતિબંધ નહીં લાગે. આ ઉપરાંત ભારત હવે પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબ પર રિઝર્વોયર બનાવી શકે છે.

સકસેનાએ જણાવ્યું હતું કે ભારત જમ્મુ-કાશ્મીરમાં હાલમાં બનતા બે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ તથા ઝેલમની સહાયક નદી કિશનગંગા પર ચાલતા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને ચિનાબ પર ચાલતા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો પ્રવાસ ખેડવા માટે પાકિસ્તાની અધિકારીઓને રોકી પણ શકે છે, જે આ જળસંધિ હેઠળ મુલાકાત લેવાના હતા.

આ સમજૂતી હેઠળ બંનેમાંથી કોઈપણ દેશ આમાથી કોઈપણ નદી પર કામ કરે છે તો બીજા પક્ષને કોઈ વાંધો હોય તો તે પહેલા દેશને જવાબ આપશે. તેના પછી બંને પક્ષો તેના પર બેઠક કરે છે અને તેના અધિકારી પ્રવાસ ખેડી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે ભારત કિશનગંગા પ્રોજેક્ટમાં ફ્લશિંગ પણ કરાવી શકે છે, તેના કારણે બંધનું આયુષ્ય વધી શકે છે. આ એક ટેકનોલોજી છે, જેમા બંધના તળિયા જમા થયેલા કાંપના દૂર કરવા માટે પ્રેશર ટેકટિકથી પાણી છોડવામાં આવે છે, જેથી તે વહી જાય છે અને તેના કારણે બંધની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા સતત જળવાઈ રહી છે.

સિંધુ જળ કરારમાં કોઈ એક્ઝિટ ક્લોઝ જ નથી, કારણ કે નદી કાયમ રહેવાની છે. આનો સીધો અર્થ એમ થાય કે ભારત અને પાકિસ્તાન બંને કાયદાકીય રીતે તેને એકપક્ષીય ધોરણે રદ કરી શકે છે. આ સંધિની કોઈ એન્ડ ડેટ પણ નથી અને તેમા કોઈપણ સંશોધન માટે બંને પક્ષોની સંમતિ જરૂરી છે.

આ સંધિમાંથી ભલે એકપક્ષીય ધોરણે બહાર ન નીકળી શકાય, પરંતુ તેમા કોઈપણ પ્રકારના વિવાદનું સમાધાન હાજર છે. કોઈપણ પક્ષ એક નિર્ધારિત પ્રક્રિયા હેઠળ તેની ફરિયાદ નોંધાવી શકે છે. આ ફરિયાદ પહેલેથી જ રચાયેલા સિંધુ કમિશન સામે, પછી તટસ્થ નિષ્ણાત સામે અને છેવટે એક આર્બિટ્રેટર ફોરમ સામે મૂકવામાં આવે છે.

પાક.ના સૂત્રોનું કહેવું છે કે સિંધુ જળસંધિ સસ્પેન્ડ કરવામાં આવતા પર્યાવરણ સાથે સંલગ્ન ચિંતાઓ સર્જાય છે. સિંધુ નદીના પ્રવાહમાં ઘટાડો થાય તો ઇકોસિસ્ટમને નુકસાન પહોંચી શકે છે.

બીબીસી મુજબ પાક.ના વિદેશ પ્રધાન અને નાયબ વડાપ્રધાન ઇસહાક ડારે પાક. પ્રસારમાધ્યમોને જણાવ્યું છે કે ભારત એકતરફી નિર્ણય ન લઈ શકે. પહલગામ હુમલા પછી અમને અંદાજ હતો કે ભારત આવું કરી શકે છે, તેમણે જણાવ્યું હતું કે ભારત સિંધુ જળસંધિને લઈને પહેલેથી કંઈને કઇ અડિયલ અભિગમ અપનાવતું રહ્યું છે. પાણી રોકવા તેમણે કેટલાક વોટર રિઝર્વ પણ બનાવ્યા છે. આ સંધિમાં વર્લ્ડ બેન્ક પણ સામેલ છે. તેથી આ સંધિ બંનેને બંધનકર્તા છે. એકપક્ષીય ફેંસલો તેમા ન ચાલે. ભારત પાસે તેનો કોઈ કાયદાકીય જવાબ નથી. હવે આ મામલાનો જવાબ પાક.નું કાયદાકીય મંત્રાલય આપશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી