MANTAVYA Vishesh/ ગુજરાતમાં ‘ગન કલ્ચર’નો જોખમી ધોરણે વધતો જતો વ્યાપ

ગુજરાતમાં શું કાયદો અને વ્યવસ્થા તળિયે ગયા છે, શું કાયદો અને વ્યવસ્થાના મોરચે સ્થિતિ કથળી છે. શું વધુને વધુ લોકો અસલામતી અનુભવી રહ્યા છે, લોકોમાં ડર વધ્યો છે. જો આવું કશું જ ન હોય તો પછી ગુજરાતીઓ કેમ વધુને વધુ પ્રમાણમાં ગન ખરીદી રહ્યા છે તે સવાલ ઉઠી રહ્યો છે. શું ‘ગાંધીના ગુજરાત’નું સ્થાન હવે ‘ગન કલ્ચરવાળુ ગુજરાત’ લઈ રહ્યું છે.

Mantavya Vishesh

ગુજરાતમાં શું કાયદો અને વ્યવસ્થા તળિયે ગયા છે, શું કાયદો અને વ્યવસ્થાના મોરચે સ્થિતિ કથળી છે. શું વધુને વધુ લોકો અસલામતી અનુભવી રહ્યા છે, લોકોમાં ડર વધ્યો છે. જો આવું કશું જ ન હોય તો પછી ગુજરાતીઓ કેમ વધુને વધુ પ્રમાણમાં ગન ખરીદી રહ્યા છે તે સવાલ ઉઠી રહ્યો છે. શું ‘ગાંધીના ગુજરાત’નું સ્થાન હવે ‘ગન કલ્ચરવાળુ ગુજરાત’ લઈ રહ્યું છે.

હવે જો આમ ન હોય તો પછી ગુજરાતમાં ગન લાઇસન્સ લેવાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં પાંચ હજારથી પણ વધુ લોકોએ ગન લાઇસન્સ લીધું છે. તેમા પણ વચ્ચે તો સળંગ ત્રણ વર્ષ સુધી લગભગ હજાર-હજાર જેટલા લોકોએ ગન લાઇસન્સ લીધું છે. હવે આ પ્રકારને ગન લાઇસન્સ લેવા પાછળ કયા-કયા પરિબળો કામ કરે છે તે પણ જોવાનું છે.

રાજ્યમાં અને તેમા પણ ખાસ કરીને મોટા શહેરોમાં ગુજરાતીઓની વસ્તીમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે અને નોન ગુજરાતીનું પ્રમાણ વધ્યું છે, શું આ બાબત પણ વધેલા ગન કલ્ચર માટે જવાબદાર છે. આ ઉપરાંત ધંધાકીય હરીફાઈમાં થયેલો વધારો, ધંધાકીય અદાવતમાં વધારો ધાકધમકીમાં વધારો પણ તેના માટે કારણભૂત છે. આ સિવાય અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વોના વધેલા ત્રાસના કારણે વેપારીઓએ ગન કલ્ચર અપનાવી રહ્યા છે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. આમ રાજ્યમાં વધતાં જતા ગન કલ્ચરે અનેક સવાલો સર્જયા છે.

હવે ગુજરાતમાં 2020,2021 અને 2022માં જ જોઈએ તો 1,247 અને 1,236 તથા 989 જેટલા લોકોએ લાઇસન્સ લીધા હતા, આમ સરેરાશ જોઈએ તો હજારની થાય. આ બતાવે છે કે લોકો હવે પોતાની સ્વસુરક્ષાને લઈને પણ વધુ જાગૃત થયા છે. તેની સાથે લોકો પોતાના કુટુંબની સલામતીને લઈને પણ વધુ ચિંતિત થયા હોવાનું મનાય છે. આ બતાવે છે કે લોકો હવે પોતાની સ્વસુરક્ષાને લઈને પણ વધુ જાગૃત થયા છે. તેની સાથે લોકો પોતાના કુટુંબની સલામતીને લઈને પણ વધુ ચિંતિત થયા હોવાનું મત છે.

ગુજરાતમાં ગામડા હવે તૂટી રહ્યા છે અને તેનું સ્થાન નાના શહેરો લઈ રહ્યા છે. આના કારણે લોકો પોતાના સામાજિક માળખા અને કુટુંબથી દૂર રહે છે. સોસાયટી અને ફ્લેટ કલ્ચરમાં સામાજિક એક્તાનો અભાવ હોય છે. એકબીજા સાથે મળવાનું પ્રમાણ પણ ઓછું છે. આ સંજોગોમાં આંખની શરમ ક્યાંય રહેતી નથી, જે ગામડામાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે. આના કારણે તરત જ કોઈ મદદ કરવા આવે તેવી સંભાવના ઘટી ગઈ છે, જે સામાન્ય રીતે ગ્રામીણ સ્તરે જોવા મળતી હોય છે.

ઘણા લોકોનું માનવું છે કે ગુજરાતમાં હવે બિનગુજરાતીઓનું પ્રમાણ વધ્યુ છે. આ લોકો ગનને પોતાની પાસે રાખવી તેને એક મોભા તરીકે જુએ છે, કારણ કે ઉત્તર ભારતમાં આ રીતે તમંચો કે ગન સાથે રાખનારાઓનો વર્ગ છે. તેનાથી વિપરીત ગુજરાતી ગનનું નામ સાંભળતા ભડકે છે. આના કારણે પણ ગન કલ્ચરનો વ્યાપ વધ્યો હોઈ શકે.

જો કે અહીં વાત એ છે કે આ ગન છે તે વાસ્તવમાં લાઇસન્સધારકો પાસે છે. આ લાઇસન્સ ધારકો રીતસરના પોલીસના ચોપડે તેમની ગન નોંધાવે છે. દર મહિને નિયમ મુજબ તેની ગોળીઓનો હિસાબ આપે છે અને તેને લગતી જોગવાઈઓનું પાલન કરે છે. તહેવારોના સમયમાં કે તોફાનના સમયમાં તેમની રાઇફલ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવાની હોય છે જેથી તેનો દૂરુપયોગ ન થાય. આ ગન લાઇસન્સ લેનારાઓનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. તેઓએ બધા જ નિયમોનું પાલન કરીને આ પ્રકારે લાઇસન્સ મેળવ્યું છે. આમ તે કાયદાનું ચુસ્તપણે પાલન કરનારા નાગરિકો છે. હવે આ લોકોને પણ ગનની જરૂરિયાત વર્તાવવા માંડી તે ચિંતાજનક વાત છે.

આના પરથી એક ચિંતાજનક સંદેશો એ જાય છે કે જો કાયદેસર લાઇસન્સ સાથે ગન રાખનારા લોકો આટલા છે તે ગેરકાયદેસર રીતે રાખનારા લોકો કેટલા હશે, શું તેનો મોટો રાફડો નહીં ફાટ્યો હોય, અથવા તો આ પ્રકારના લોકોના લીધે હવે સારા લોકો વધુને વધુ પ્રમાણમાં ગન કલ્ચર તરફ વળી રહ્યા છે. ગેરકાયદેસર રીતે શસ્ત્રો રાખનારાઓને જવાબ આપવા માટે આ પ્રકારે કાયદેસર રીતે શસ્ત્રો લેવામાં આવી રહ્યા છે તેવો સવાલ પણ અહીં ઉઠે છે. પોલીસના દરોડામાં ઘણી વખત મોટાપાયા પર ગેરકાયદે શસ્ત્રો પકડાતા હોય છે. આ પ્રકારની સ્થિતિ જો હોય તો ખરેખર ચિંતાજનક કહી શકાય. તેનું કારણ એ છે કે જો કાયદેસર શસ્ત્રોની સંખ્યા આટલી હોય તો ગેરકાયદેસર શસ્ત્રોની સંખ્યા કેટલી હશે તે ચિંતાજનક સવાલ છે.

આ સંજોગોમાં આગામી દિવસોમાં આ ગન કલ્ચર રાજ્યને અને તેમા પણ ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં ગન ફાઇટ તરફ તો નહીં દોરી જાયને. આજે ગાડીઓ વધવાના લીધે અકસ્માતો રોજિંદા બની ગયા છે, કારણ એ એક્સીલરેટર હેપી જનરેશનને બ્રેક મારવી પસંદ નથી, આવું જ ગનકલ્ચરને લીધે પણ બની શકે છે અને ‘એક્સીલરેટર હેપી જનરેશન’ની સાથે ‘ટ્રિગર હેપી’ જનરેશન પણ આગામી સમયમાં જોવા મળે તે ચિંતાજનક બાબત છે. આપણે આ મોરચે શું અમેરિકા જેવી સ્થિતિ તરફ વધી રહ્યા છે, જ્યાં સંવાદનું સ્થાન ગન કલ્ચરે લઈ લીધું છે. સમાજશાસ્ત્રીઓ આ પ્રકારના ગનકલ્ચરને  આગામી દિવસોમાં રસ્તા પર જોવા મળનારી ગનફાઇટના પૂર્વસંકેત તરીકે જુએ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો