MANTAVYA Vishesh/ ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

ધારી તાલુકાના હુડલી ગામના ગ્રામજનોમાં આ જ વાતનો આક્રોશ છે. તેઓની આઠ કિલોમીટરનો રસ્તો આઠ વર્ષે પણ બન્યો નથી. તેના લીધે ગ્રામજનો રોડને લઈને રોડ પર ઉતરી આવ્યા છે. આ ગામની વસ્તી 1,500થી પણ વધુ લોકોની છે અને ગામ સુખી સંપન્ન ગામ છે. ચલાલાથી હુડલીને જોડતો આઠ કિલોમીટરનો રસ્તો એક કે બે વર્ષથી નહીં પણ આઠ વર્ષથી બિસ્માર હાલતમાં છે. તેના કારણે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તેઓએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ આ રસ્તો હજી બન્યો નથી.

Mantavya Vishesh

ચૂંટણી આવે ત્યારે રાજકારણીઓ વચનોની લહાણી કરી દેતા હોય છે, પણ અમલીકરણના વાત આવે ત્યારે અમલના નામે મોટું મીંડું હોય છે. પણ હવે પ્રજાને લાંબા સમય સુધી મૂર્ખ બનાવવી અઘરી છે તે વાતનો ખ્યાલ રાજકારણીઓને આવવા લાગ્યો છે. તેમણે આપેલા વચનોનું પાલન કરી ન શકવાના લીધે આ રાજકારણીઓ પ્રજાથી મોઢું છૂપાવતા ફરે છે. આ રાજકારણીઓ હાથ ન આવતા પ્રજા પછી તેમના સમર્થકોનો પણ વારો કાઢે છે.

ધારી તાલુકાના હુડલી ગામના ગ્રામજનોમાં આ જ વાતનો આક્રોશ છે. તેઓની આઠ કિલોમીટરનો રસ્તો આઠ વર્ષે પણ બન્યો નથી. તેના લીધે ગ્રામજનો રોડને લઈને રોડ પર ઉતરી આવ્યા છે. આ ગામની વસ્તી 1,500થી પણ વધુ લોકોની છે અને ગામ સુખી સંપન્ન ગામ છે. ચલાલાથી હુડલીને જોડતો આઠ કિલોમીટરનો રસ્તો એક કે બે વર્ષથી નહીં પણ આઠ વર્ષથી બિસ્માર હાલતમાં છે. તેના કારણે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તેઓએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ આ રસ્તો હજી બન્યો નથી.

ગ્રામજનો છેલ્લા આઠ વર્ષથી આ રસ્તા અંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડિયા, મામલતદાર અને પ્રાંત અધિકારીને રજૂઆત કરતાં આવ્યા છે. પણ તેમની બધી રજૂઆત પર જાણે પાણી ફરી વળ્યું હોય તેમ તે તંત્રના બહેરા કાને સપડાઈને પરત ફરી છે. આજે પણ પરિસ્થિતિ હતી તેવી જ છે. પહેલા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી અને પછી લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામજનોએ તંત્રના બધા જ દરવાજા ખખડાવી જોયા હતા, પરંતુ બધાનું પરિણામ શૂન્ય આવ્યું હતું.

તેના લીધે ગ્રામજનોએ હવે રસ્તા પર ઉતરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. એપ્રિલના બળબળતા તાપમાં વર્તમાન સરપંચ, ભૂતપૂર્વ સરપંચ સહિતના ગ્રામજનો રસ્તા ઉતર્યા હતા. તેઓએ ત્યાં આવેલા બધા જ પ્રકારના પ્રસારમાધ્યમોમાં તેમની વીતક કથા રજૂ કરી હતી. તેની સાથે જણાવ્યું હતું કે જ્યાં સુધી રસ્તો બનશે નહીં ત્યાં સુધી તેઓ રસ્તા પરથી નહીં હટે.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રસ્તો એટલો ખરાબ છે કે તેને લઈને તેઓ ગઈ લોકસભા ચૂંટણીમાં તો રીતસરનો તેનો બહિષ્કાર કરવાના હતા, પણ સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડિયા અને તંત્રની સમજાવટના પગલે તેમને રસ્તું કામ ચૂંટણીની આચારસંહિતા પૂરી થયા પછી મહિનામાં શરૂ થવાની ખાતરી મળતાં તેઓએ મતદાન કર્યુ હતું.

ગ્રામજનોનો દાવો છે કે છેલ્લા 15 વર્ષથી અહીં પાકો રોડ બન્યો જ નથી. સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડિયા દર વખતે આવે છે અને આશ્વાસન આપે છે. આ વખતે તો અમે તેમને જણાવી દીધું છે કે તેઓ ક્યાં તો રોડ બનાવે ક્યાં તો રાજીનામુ આપે.

જે.વી. કાકડિયાએ ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું કે હું ચૂંટાયો તેના મહિનામાં તો ગામના રોડનું કામ શરૂ થઈ જશે, પણ ચૂંટાયા બાદ રોડનું કામકાજ શરૂ થવાની વાત તો બાજુએ રહી પણ તે ગામમાં દેખાયા સુદ્ધા પણ નથી. તેની સામે ગ્રામજનોનું પણ કહેવું છે કે અમારે અમારા ધારાસભ્યનું મોઢું પણ જોવું નથી, પણ રોડ જોઈએ છે. તે મોઢું બતાવવા નહીં આવે તો ચાલશે, પણ રોડ બનાવી દે તો બહુ થઈ ગયું.

હુડલી ગામના સરપંચે જણાવ્યું હતું કે અમે ગ્રામજનોએ એકસાથે મળીને એકીઅવાજે ઠરાવ કર્યો છે કે જો આગામી દસ દિવસમાં રોડ બનાવવાની કામગીરી ચાલું નહીં થાય તો ધારાસભ્યની સામે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરીશું અને તેની સામે મામલતદારની ઓફિસે પણ અમે ધરણા કરીશું. તેની સાથે અમે જવાબ માંગીએ છીએ કે આટલા વર્ષોમાં અમારા ગામનો રોડ કેમ થયો નથી.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ તો ભંડોળ જારી કરવામાં આવ્યું છે તો અમારે ત્યાંની ગ્રામ સડક યોજના પાછળ ભંડોળ કેમ જારી કરવામાં આવ્યું નથી તેનો જવાબ તંત્ર આપે. અમે કંઈ નેશનલ હાઇવે માંગ્યો નથી, ફક્ત આઠ કિલોમીટરનો રસ્તો માંગ્યો છે. તંત્ર એકબાજુ હજારો કિ.મી.નો રોડ બનાવવાના દાવા કરે છે તો તેની વચ્ચે તેને અમારો આઠ કિ.મી.નો રોડ કેમ દેખાતો નથી. તેના માટેનું ભંડોળ ક્યાં વપરાયું તે અમારો સવાલ છે.

પીએમ ગ્રામ સડક યોજના હેઠળ ગુજરાતના કેટલાય ગ્રામીણ વિસ્તારોમાં સારામાં સારા રસ્તા બન્યા છે, પરંતુ અમારે ત્યાં આટલા વર્ષોમાં રસ્તો બન્યો નથી. શું આ માટે કેન્દ્રમાંથી ભંડોળ આવ્યું જ નથી, જો ભંડોળ આવ્યું છે તો પછી અમારી પાછળ ફાળવણી કેમ થઈ નથી. અમને જ અન્યાય કેમ કરવામાં આવ્યો છે. અમારે ત્યાં કેમ રસ્તો બનાવાતો નથી. અમારા જ ધારાસભ્ય રસ ન લેતા હોય તો પછી બીજાને ક્યાંથી રસ પડે. આ રસ્તો ન બન્યો તેની જવાબદારી અમારા ધારાસભ્ય કાકડિયાના શિરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત

આ પણ વાંચો:  ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ

આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !