MANTAVYA Vishesh/ ઓનલાઇન ગેમિંગ પર સરકારનો પ્રતિબંધ કેટલાય કુટુંબોની બરબાદી અટકાવશે

કેન્દ્ર સરકારે લાંબા સમયથી જે વાત ચર્ચાતી હતી તે ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ મૂકતું બિલ લોકસભામાં પસાર કરી દીધું છે…..હવે તે રાજ્યસભામાં પસાર થશે, તેના પછી આ બિલ કાયદો બનશે

Mantavya Vishesh

કેન્દ્ર સરકારે લાંબા સમયથી જે વાત ચર્ચાતી હતી તે ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ મૂકતું બિલ લોકસભામાં પસાર કરી દીધું છે…..હવે તે રાજ્યસભામાં પસાર થશે, તેના પછી આ બિલ કાયદો બનશે….. સરકારનું આ પગલું ઓનલાઇન ગેમિંગના કારણે બરબાદ થતાં સમાજને અટકાવવાની દિશામાં મહત્વનો પ્રયાસ છે….. સરકારે ફક્ત આવક રળી ખાવા પર ધ્યાન આપવાના બદલે ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ મૂકીને કેટલાય કુટુંબોને બરબાદ થતાં અટકાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું હોવાનું સમાજશાસ્ત્રીઓ કહે છે…..

દેશમાં ઓનલાઇન ગેમિંગની બદી એટલી બધી વધી ગઈ હતી કે તેના કારણે અનેક કુટુંબો બરબાદ થતા હતા…. કેટલાય લોકોને તેની લત લાગી ગઈ હતી, જંગી નુકસાન છતાં પણ તેઓ આ ઓનલાઇન ગેમિંગ છોડતા ન હતા… કેટલાય લોકો આ ઓનલાઇન ગેમિંગ પાછળ રીતસર ખુંવાર થઈ ગયા હતા….ઘણા લોકોએ ઓનલાઇન ગેમિંગમાં રૂપિયા હારી જવાના લીધે રાતોરાત આત્મહત્યા કરવાની પણ ફરજ પડી હોવાના કેટલાય સમાચાર દરરોજે આવે છે……

આ ઉપરાંત ઓનલાઇન ગેમિંગમાં સંકળાયેલી કંપનીઓ તેનું અલ્ગોરિધમ જ એવું સેટ કરતી હતી કે તે રમનાર ક્યારેય કમાઈ જ ના શકે….. તે હંમેશા રૂપિયા ગુમાવતો જ રહે, આમ છતાં તેને સમખાવા પૂરતા ક્યારેક તે જીતાડી બતાવતી હતી જેથી તેનો તે રસ જળવાઈ રહે. જો કે આ ટકાવારી પણ અત્યંત ઓછી હતી….આ આ ઉપરાંત ઓનલાઇન ગેમિંગ સાથે જોડાયેલી કંપનીઓની કામગીરીમાં પણ પારદર્શકતા ન હતી. તે હવાલા કૌભાંડમાં સક્રિય હતી, વિદેશમાં નાણા ઉસેટી જતી હતી, રાઉન્ડ ટ્રિપિંગ કરતી હતી, બ્લેકના વ્હાઇટ કરતી હતી. મની લોન્ડરિંગ કરતી હતી…..

ઇડીએ આવી જ એક કંપની પર દરોડો પાડીને 68 કરોડ રૂપિયા જપ્ત કર્યા ત્યારે ખબર પડી હતી કે આ કંપનીએ 2,800 કરોડથી પણ વધારે રકમ વિદેશમાં મોકલી હતી….. આ ઉપરાંત બહાર મોકલવામાં આવેલા આ જ નાણાનો ઉપયોગ ભારત સામે ત્રાસવાદ, નક્સલવાદ અને આતંકવાદ ફેલાવવા થતો હતો….એક રીતે આ નાણા ટેરર ફંડિંગ માટે ઉપયોગમાં લેવાતા હતા….. આ બતાવે છે કે ઓનલાઇન ગેમ્સ તે રમનાર, તેના કુટુંબ માટે જ નહીં દેશ માટે પણ તેટલી જ ભયજનક છે…..

ઓનલાઇન ગેમ્સ દેશમાં 45 કરોડ લોકો રમે છે અને તેના થકી ગેમ્સ કંપનીઓ 20,000 કરોડ રૂપિયાથી પણ વધુ રકમ કમાય છે…. ભારતના જ મુખ્ય આર્થિક સલાહકારે જણાવ્યું હતું કે ભારતીયોએ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં જ ઓનલાઇન ગેમ્સ પાછળ રૂ. 41 હજાર કરોડથી પણ વધુની રકમ યુપીઆઈથી ચૂકવણી કરવા પાછળ ખર્ચી છે….. હવે જો આ જ દર જારી રહ્યો તો વર્ષના અતે આ રકમ 1.20 લાખ કરોડનો આંકડો વટાવી જાય તો પણ આશ્ચર્ય નહીં થાય….આ અત્યંત ચોંકાવનારી બાબત છે….

આ બતાવે છે કે ભારતીયોને મોબાઇલ ગેમ્સ અને ગેમ્બલિંગની લત લાગી ગઈ છે…. દર ત્રણમાંથી એક ભારતીય જાણે તેની ચુંગાલમાં ફસાયો છે…. આમ ઓનલાઇન ગેમ્સમાં ગજા કરતાં વધુ કાઠુ કાઢીને હારી જનારા પર રીતસરના આ ગેમ્સની કંપનીઓના ગુંડાઓ ત્રાટકે જ છે…. તેઓ કોઈપણ  રીતે નાણાની વ્યાજ સાથે વસૂલાત કરવા તત્પર હોય છે….. તેઓ ફોટા મોર્ફ કરીને નગ્ન બતાવીને કુટુંબમાં ફેલાવી દઇશું તેવી ધમકી આપે છે…. આના પગલે લોકો ડરીને તેની રકમની ચૂકવણી વ્યાજ સાથે કરીને તેનો પીછો છોડાવે છે, આમ ન કરી શકે તો આત્મહત્યા કરીને જીવ આપી દે છે….આના કારણે તેનું કુટુંબ રઝળી પડે છે. આવી સ્થિતિ દેશના લાખો કુટુંબોની થઈ છે….

આ પ્રકારે ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવાના કારણે સરકાર કરોડો રૂપિયાની આવક ગુમાવશે, પણ સરકારે આવક કરતાં સમાજને વધારે મહત્વ આપ્યું છે…. આ સિવાય સરકારે ઓનલાઇન ગેમિંગમાં ઇ-સ્પોર્ટ્સ અને એજ્યુકેશનલ કે સોશિયલ ગેમિંગને મંજૂરી આપી છે…. તેની માર્ગદર્શિકા આગામી દિવસોમાં રમતગમત મંત્રાલય અને માહિતી તથા આઇટી મંત્રાલય ઘડશે….

જ્યારે ગેમિંગ ઉદ્યોગના આગેવાનોએ જણાવ્યું હતું કે સરકારના નિર્ણયના લીધે 400 કંપનીઓના શટર પડી જશે અને બે લાખ લોકો નોકરી ગુમાવશે…. આમ સરકાર એક રીતે સીધા બે લાખ કુટુંબોના પેટ પર પાટુ મારી રહી હોવાની દલીલ ઉદ્યોગની કંપનીઓએ કરી હતી…..

દેશમાં ગેમિંગ ઉદ્યોગ વિકાસ પામી રહ્યો છે અને તે બે અબજ ડોલરનો થઈ ગયો છે અને ગેમિંગ કંપનીઓ સરકારને 28 ટકા જેટલો ઊંચો ટેક્સ ચૂકવી રહી છે છતાં પણ સરકારને તેની સામે ફરિયાદ છે….. તેમનું કહેવું છે કે સરકારને જો વસૂલાતની પદ્ધતિઓ સામે વાંધો હોય અને તેની લતની ચિંતા હોય તો તેના માટે બીજા ઉપાયો અજમાવી શકાય, પરંતુ આ રીતે પ્રતિબંધ મૂકવો યોગ્ય નથી. ક્યારેય કોઈ ગેમિંગ કંપની વ્યક્તિને તેની બધી મૂડી લગાવવાનું કહેતી નથી. તે તો સલાહ આપે જ છે કે આ ગેમ જોખમોને આધીન છે, પણ જો વ્યક્તિને લાલચ હોય તો તે કશું કરી શકતા નથી.

જ્યારે પ્રતિબંધના સમર્થકોનું કહેવું છે કે સરકારનું પગલું યોગ્ય દિશામાં છે. ઓનલાઇન જુગારખાના ધમધમવા જ ન દેવાય, તેના પર પ્રતિબંધ લાદવા જ જોઈએ. પછી ભલેને તે 28ના બદલે 50 ટકા જીએસટી ચૂકવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ

આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ

આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર