MANTAVYA Vishesh/ પાંચ TDO સામે 90 દિવસમા કાર્યવાહીની સૂચના છતાં આઠ વર્ષે ઠેકાણા નહીં

બચુ ખાબડના વિભાગની કામગીરી રીતસર તેમના નામની જેમ જ ઉબડખાબડ લાગે છે. પંચાયતી રાજ્યમંત્રી બચુખાબડના વિભાગમાં બધુ જ ઉબડખાબડ છે. તેનો પુરાવો બીજો કોઈ નહીં કેગના રિપોર્ટમાં અને તેના પછી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ-PACમાં પણ જોવા મળ્યો છે.

Mantavya Vishesh

બચુ ખાબડના વિભાગની કામગીરી રીતસર તેમના નામની જેમ જ ઉબડખાબડ લાગે છે. પંચાયતી રાજ્યમંત્રી બચુખાબડના વિભાગમાં બધુ જ ઉબડખાબડ છે. તેનો પુરાવો બીજો કોઈ નહીં કેગના રિપોર્ટમાં અને તેના પછી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ-PACમાં પણ જોવા મળ્યો છે.

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ તો તેના રિપોર્ટમાં રીતસર બચુ ખાબડનો ઉધડો જ લઈ નાખ્યો છે તેમ કહી શકાય. આ પબ્લિક એકાઉન્ટ સમિતિએ રાજ્ય સરકારમાં નીચલા સ્તરના અધિકારીઓમાં એકબીજાને છાવરવાની જે વૃત્તિ છે તેને લઈને જબરદસ્ત નારાજગી વ્યક્ત કરી છે. આ હિસાબ સમિતિના અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે સત્તા અને અધિકાર ન હોવા છતાં પણ TDOના અધિકારીઓએ તેમના અધિકાર ક્ષેત્રની બહાર જઈને આદેશ આવ્યા છે. તેમણે હવે કયા અધિકારની રૂએ આ પ્રકારનું પગલું ભર્યુ છે તે બહુ મોટો સવાલ છે. કોઈ અધિકારી પાસે જેની સત્તા જ ન હોય તે અધિકારી તેના અધિકાર ક્ષેત્રની બહાર આદેશ કઈ રીતે આપી શકે.

સરકારમાં તો અધિકાર ક્ષેત્રની અંદર પણ આદેશ આપવામાં આવે તો પણ કામ થતું નથી તો અહીં તો આખી વાત જ તેનાથી ઉલ્ટી છે. આ TDO અધિકારીઓએ તેમની સત્તા બહાર જઈ આદેશ આપ્યા છે અને તે કામ પણ થયા છે. તેમની વચ્ચે આ કયા પ્રકારનો અદ્રશ્ય ભાઈચારો છે તેવો આ સમિતિના અહેવાલમાં પૂછવામાં આવ્યો છે. આ પ્રકારે આદેશ આપનારાઓને ખબર નથી કે આ કંઈ તેમના અધિકાર ક્ષેત્રમાં જ નથી આવતું.

અધિકાર જ નથી તેવા TDOએ ખેતીની જમીન બિનખેતીમાં તબદીલ કરવાના હુકમ કર્યા છે. આશ્ચર્યથી વાત એ છે કે પંચાયત વિભાગ દ્વારા છેલ્લા આઠ વર્ષથી આ અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે. પંચાયત વિભાગ જાણે આ અધિકારીઓ માટે બચાવદૂત બનીને આવ્યું છે. તેમની સામેના દરેક પગલાં સામે તે ઢાલ બનીને ઊભું રહી ગયું છે. આશ્ચર્યની વાત એ છે કે આ પ્રકારે ગેરકાયદે પગલાં ભરનારનો બચાવ કઈ રીતે કરી શકાય. સામાન્ય રીતે સરકારનો વિભાગ તો કોઈપણ પ્રકારની આવી ગેરવાજબી વાત આવે ત્યારે છેડો ફાડી નાખવા માટે જાણીતો હોય છે. પણ અહીં તો સરકારી વિભાગ પણ TDOના બચાવમાં તેના અધિકાર ક્ષેત્રની બહાર જતો રહ્યો છે. આ રીતે અધિકારીઓ અને તંત્ર બંનેએ અધિકાર ક્ષેત્રો લાંગવાની જાણે કોઈ નવા જ પરંપરા સર્જી દીધી છે.

હવે આ બધુ સંયોગ છે કે સેટિંગ છે તે સવાલ બધા પૂછી રહ્યા છે. હવે આટલો બધો સંયોગ જ હોય તેવી વાત તો કોઈ માનવા પણ તૈયાર થાય તેમ નથી. તેમા પણ વિભાગ પાછો પંચાયતી રાજ રાજ્યમંત્રી બચુ ખાબડનો છે તેથી હવે આ વાત વિપક્ષને તો જવા દો, પરંતુ શાસક પક્ષના લોકોને પણ ગળે ઉતરે તેમ નથી.

પબ્લિક એકાઉન્ટ કમિટીના વડા જીતુ વાઘાણીએ વિધાનસભામાં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે 31 માર્ચ 2017ના રોજ ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)નો જે ઓડિટ અહેવાલ રજૂ થયો તેમાં જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 અને 67 હેઠળ જેમને બિનખેતી અને NAના અધિકારો ન હતાં તેવી સાત તાલુકા પંચાયતના TDOએ જમીન પરિવર્તનના 28 કેસ મંજૂર કર્યાનું પકડી પાડ્યું હતું. હવે આ તો પકડી પાડવામાં આવેલા કેસ છે, નહીં પકડાયેલા કેસ તો કેટલાય હશે તે કોણ જાણે. આ સિવાયના 24 કેસમાં જિલ્લા વિકાસ અધિકારી DDOએને સ્થાને TDOએ આદેશ આપ્યા હોવાનું ઓડિટમાં જણાવાયું હતું.

કેગે જ્યારે આ પ્રકારે અધિકાર ક્ષેત્રનો ભંગ, બેદરકારી, ક્ષતિ, ભૂલ, નિષ્કાળજીને લઈને પંચાયત વિભાગના અધિકારીઓને 90 દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું હતું. તેના બદલે આજે 90 દિવસના બદલે આઠ વર્ષ થયા હોવા છતાં આ મુદ્દે કોઈ જવાબ પંચાયતી રાજ વિભાગે આપ્યો નથી. હવે વિચાર કરો કે કેગ જેવી સંસ્થા જવાબ માંગે, પણ પંચાયતી રાજ વિભાગ 90 દિવસ તો જવા દો, પરંતુ 8-8 વર્ષ સુધી જવાબ આપવાની તસ્દી ન લે તેને શું કહેવું. શું સરકારી વિભાગો આ રીતે ચાલશે, તે કેગે પૂછેલા સવાલના જવાબો પણ નહીં આપે. આ તો તુમારશાહીની રીતસર હદ થઈ કહેવાય. તેથી ભાજપમાં કેટલાક મજાકમાં કહે છે કે બચુ ખાબડે આખા પંચાયતી રાજ વિભાગને ઉબડખાબડ કરી નાખ્યો છે.

પંચાયતી રાજ વિભાગની આ નિષ્કાળજીની પબ્લિક એકાઉન્ટ કમિટીએ પણ નોંધ લીધી છે. કેગે કચ્છ, મહેસાણા, વાંકાનેર, ટંકારા અને મોરબીની TDO સામે કાર્યવાહી કરવાનું કહ્યું હતું, પરંતુ પંચાયતી રાજ વિબાગ કેગની આ સૂચનાને ઘોળીને પી ગયો છે. આજે સપ્ટેમ્બર મહિનો પૂરો થઈ ગયો હોવા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ

આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ

આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર