@પાયલ યાદવ, મંતવ્ય ન્યૂઝ – મહેસાણા
કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, મનમાં જ કંઇક કરવાની ઇચ્છાશક્તિ હોય તો હિમાલય પણ સર કરી શકાય છે. આવી જ ઇચ્છાશક્તિ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મંડાલી ગામના 19 વર્ષીય યુવકે બતાવી. દૃઢ મનોબળ થી ખેરાલુના આ યુવકે ગાતરો થિજાવે તેવી ઠંડી વચ્ચે હિમાલય પર્વતનું જગતસુખ શિખર પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો.
દ્રઢ મનોબળના સથવારે ખેરાલુના યુવકે માયનસ 10 ડિગ્રી ઠંડી વચ્ચે હિમાલયના 16700 ફૂટ ઊંચા જગતસુખ શિખરે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો.
- હિમાલય જેવું મનોબળ
- મંડાલીના યુવકનો હિમાલય જેવું મનોબળ
- જગતસુર શિખરને કર્યું સર
- રાષ્ટ્રધ્વજ લહેરાવી સિદ્ધિને કર્યું સલામ
- 10 ડિગ્રી તાપમાન, 16,700 ફૂટની ઉંચાઇ
- 37 પર્વતારોહણ, 24એ શિખર સર કર્યું
- ખેરાલુ તાલુકાના મંડાલી ગામ. જ્યાં ગામડાનું નામ પડે ત્યાં આવા પર્વતોરોહણના શોખ હોવું કંઇક અનોખું લાગે પરંતુ કહેવાય છે દૃઢ મનોબળથી માનવી કંઇપણ કરી શકે છે. મંડાલી ગામના 19 વર્ષીય યુવાન શક્તિસિંહ જસવંતસિંહ ચૌહાણે માત્ર 5 દિવસમાં શરીરને થીજવી નાખે તેવી માયનસ 10 ડિગ્રી ઠંડી વચ્ચે હિમાલયનું જગતસુખ શિખર સર કર્યું. પોતાના દ્દઢ મનોબળથી 16700 ફૂટની ઊંચાઇએ રાષ્ટ્રધ્વજ લહરાવ્યો. 37 પર્વતારોહકો પૈકી 24 પર્વતારોહકો શિખર સુધી પહોંચી શક્યા, શકિત જણાવે છે કે પડાવમાં સૌથી પ્રથમ પોલો ફોરેસ્ટ ખાતે ટ્રેનિંગ આપવામાં આવી હતી.
- હવે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની ઇચ્છા
- સરકાર પાસે માગી છે મદદ
- પર્વતારોહણ માટે 3 મહિના પહેલા શરૂ કરી હતી ટ્રેનિંગ
5 દિવસમાં 1700 ફૂટની સીધી ચડાઇ હતી, વિચારતા જ ભલભલાના હાંજા ગગડી જાય, પરંતુ શક્તિસિંહનું મજબૂત મનોબળ જ તેને આ સિદ્ધિ સુધી પહોંચાડી શક્યું, શક્તિ કહે છે કે 24 પૈકી એક હું હતો જેણે 15 કિલો વજન સાથે શિખરે પહોંચી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો ત્યારે જગ જીત્યો હોય તેવો અનુભવ થયો. આ ટાસ્કની શરૂઆત 3 મહિના પહેલાં થઇ હતી. દરરોજ 5 કિલોમીટરની દોડ, સામાન સાથે ચઢ ઉતરની પ્રેક્ટીસ અને યોગ પ્રાણાયમનો અભ્યાસ કામ આવ્યો.
શકિતસિંહે ઓનલાઇન ટેકનિકલ તાલીમ પણ લીધી છે. શકિતસિંહે આ દરમિયાન નિષ્ણાતો દ્વારા ઓનલાઇન ટેકનિકલ તાલીમ પણ લીધી હતી. મનાલી પહોંચ્યા ત્યારે એક ડેમોસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.
