Sabarkantha News/ ગુજરાતમાં IPS રવિન્દ્ર પટેલના ઘરે SEBIનાં દરોડા, કોમોડિટીઝમાં મોટા પાયે નાણાંની હેરફેર!

નાણાકીય વ્યવહારો અને મિલકત અંગે પૂછપરછ કરવામાં આવી હોવાના અહેવાલો છે

Top Stories Gujarat Others

Sabarkantha News: ગુજરાતમાં સેબી(SEBI)એ IPS રવિન્દ્ર પટેલ (Ravindra Patel)ના ઘરે દરોડા પાડ્યા હતા. સવારથી જ તપાસ એજન્સીએ IPS રવિન્દ્ર પટેલના ઘરે તપાસ શરૂ કરી દીધી હોવાના અહેવાલ મળ્યાં છે. તેમજ IPSના સાળાના ઘરે પણ દરોડા (Raid) પાડવામાં આવ્યા છે.

પ્રાપત માહિતી અનુસાર, સાબરકાંઠા (Sabarkantha)માં ખેડબ્રહ્મા (Khedbrahma)ના રોધરા અને ગલોડિયા ગામમાં સેબી (SEBI)ની ટીમે IPS રવિન્દ્ર પટેલના ઘરે તપાસ હાથ ધરી હોવાની માહિતી મળી છે. તપાસમાં IPS રવિન્દ્ર પટેલના સાળાની પણ પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. નાણાકીય વ્યવહારો અને મિલકત અંગે પૂછપરછ કરવામાં આવી હોવાના અહેવાલો છે. ઉલ્લેખનીય છે કે IPS રવિન્દ્ર પટેલ હાલમાં પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. 2016 બેચના IPS અધિકારી છે. તેમના પિતા ડી.એન. પટેલ પણ IG રેન્કના નિવૃત્ત IPS અધિકારી હતા. માનવામાં આવી રહ્યું છે કે શેરબજાર (Share Market) કોમોડિટીઝ (Commodities)માં મોટા પાયે નાણાંની હેરફેર અંગે કાર્યવાહી કરવામાં આવી હતી.

Investigation Launched Against Gujarat IPS Officer Ravindra Patel | ગુજરાતના એક IPS અધિકારી કેન્દ્રીય એજન્સીઓની રડાર પર, વતન સહિતના સ્થળોએ તપાસનો ધમધમાટ

IPS રવિન્દ્ર ડાહ્યાભાઈ પટેલે 1.90 કરોડ રૂપિયા અને 72.80 લાખ રૂપિયાનો દંડ ચૂકવીને સમાધાન કર્યું અને તેઓ છ મહિના સુધી સાધના બ્રોડકાસ્ટ કંપનીના શેરમાં કોઈ પણ પ્રકારની લે-વેચ કરશે નહીં તેમ ખાતરી આપી હતી. સૂત્ર તરફથી જાણવા મળ્યું કે 27 ફેબ્રુઆરી, 2025નાં રોજ સેબી સેટલમેન્ટ ઓર્ડર(SEBI Settlement Order) અને રવિન્દ્ર પટેલ વચ્ચે સમાધાન થઈ ગયું હતું, તેમ છતાં તેમના ઘરે સેબીના દરોડાએ ચર્ચા જગાવી છે. ખેડબ્રહ્માનાં રોધરા, ગલોડિયા ગામમાં IPS અધિકારીના પૈતૃક ઘર અને અન્ય મિલકતોની પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

Features of the Security and Exchange Board of India (SEBI)

પ્રાપ્ત માહિતી મુજબ, જુલાઈ-સપ્ટેમ્બર-2022 માં સેબી(SEBI)ને ફરિયાદ મળી હતી કે સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ (Sadhana Broadcast Limited)ના શેરના ભાવ (Share Price) કંપનીના વિકાસ, વિસ્તરણ અને ભ્રામક જાહેરાતોના યુટ્યુબ વીડિયો (Youtube Video) દ્વારા કૃત્રિમ રીતે વધારી દેવામાં આવ્યા હતા. આ ફરિયાદના આધારે સેબીએ તપાસ બાદ 9 જાન્યુઆરી, 2024 ના રોજ રવિન્દ્ર ડાહ્યાભાઈ પટેલ અને અન્ય લોકોને કારણદર્શક નોટિસ જારી કરી સેબી એક્ટની વિવિધ કલમો હેઠળની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યાની યોગ્ય કાર્યવાહી કેમ ન કરવામાં આવે તેનો જવાબ માંગવામાં આવ્યો હતો. બાદમાં આ નોટિસના જવાબમાં IPS રવિન્દ્ર પટેલે 24 ફેબ્રુઆરી, 2024 ના રોજ સેબી સમક્ષ સમાધાન અરજી દાખલ કરી રૂપિયા 1,90,61,362 અને રૂપિયા 72.80 લાખ, કુલ દંડ અંદાજે રૂપિયા 2.62 કરોડ રૂપિયાની રકમ ચૂકવી હતી.

DCP Ravindra Patel orders to patrol all PIs of zone 1 in western area in  Ahmedabad for 4 hours morning and evening | તઘલખી ફરમાન: અમદાવાદમાં પશ્ચિમ  વિસ્તારના ઝોન 1ના તમામ PIને


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલના પુત્રનાં ઘરે EDનાં દરોડા

આ પણ વાંચો:વલસાડ અને વાપીમાં આવકવેરા વિભાગના દરોડા

આ પણ વાંચો:અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાના બિલ્ડર ગ્રુપના ત્યાં DGGI ના દરોડા