Gujarat Weather/ ગુજરાતમાં આવ્યો વાતાવરણમાં પલટો, ગરમીમાં થયો ઘટાડો

ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ ગઈ હતી. માવઠાના કારણે ખેતીના પાકને અસર થવાની સંભાવના જોવા મળી રહી છે.

Top Stories Gujarat
Image 2025 03 21T083358.077 ગુજરાતમાં આવ્યો વાતાવરણમાં પલટો, ગરમીમાં થયો ઘટાડો

Gujarat Weather News: ગુજરાતમાં પશ્ચિમ કચ્છ (Kutch)ના ભુજ (Bhuj) અને નખત્રાણા (Nakhtrana) વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. કચ્છનાં નખત્રાણાના પાવરપટ્ટી અને નજીકનાં વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ (Scattered Rain) પડ્યો હતો. સાંજનાં સમયે ભુજ શહેરના કેટલાક વિસ્તારોમાં પવન સાથે છુટોછવાયો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત તાલુકાના કોડકી-મખણા વચ્ચેના વિસ્તારમાં પણ ઝાપટું પડ્યું હતું.

3 1742480055 ગુજરાતમાં આવ્યો વાતાવરણમાં પલટો, ગરમીમાં થયો ઘટાડો

ગુજરાતમાં કાળઝાળ ગરમી (Hot weather) સાથે કંઈક મોટુ થવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. જેમાં અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ (Weather) બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે. કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે. તો ગઈકાલે અચાનક ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ ગઈ હતી. માવઠાના કારણે ખેતીના પાકને અસર થવાની સંભાવના જોવા મળી રહી છે.

Image 2025 03 21T084818.259 ગુજરાતમાં આવ્યો વાતાવરણમાં પલટો, ગરમીમાં થયો ઘટાડો

માર્ચ મહિનાનો અડધો ભાગ જ પસાર થયો છે અને તે દરમિયાન ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. IMDનાં જણાવ્યા અનુસાર, આ અઠવાડિયે ઘણા રાજ્યોમાં હીટવેવ (Heatwave)ની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આજથી બે દિવસ ગરમીનો પારો વધશે. હવામાન વિભાગે કચ્છમાં હીટવેવ સાથે યલો એલર્ટ (Yellow Alert) આપ્યું છે, સાથે જ આગામી 5 દિવસ રાજ્યભરમાં ડિસકમ્ફર્ટ કંડીશન (Discomfort Condition)નું અનુમાન પણ લગાવ્યું છે.

Image 2025 03 21T084946.027 ગુજરાતમાં આવ્યો વાતાવરણમાં પલટો, ગરમીમાં થયો ઘટાડો

રાજ્યમાં ગરમીમાં એકાએક ઘટાડો થતાં વાતાવરણમાં સુખદ ફેરફાર નોંધાયો છે. પવનોની દિશા બદલાતા તાપમાન ઘટ્યું છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.  સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37.4 ડિગ્રી નોંધાયું છે, અમદાવાદમાં 35.8, ગાંધીનગરમાં 35.8 ડિગ્રી તાપમાન, ડીસામાં 36.7, વડોદરામાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતમાં 35.4, ભુજમાં 35.5 ડિગ્રી તાપમાન,  અમરેલીમાં 36 ડિગ્રી, પોરબંદરમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં 34.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 35.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહુવામાં 35.8 ડિગ્રી, કેશોદમાં 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવામાન : કાળઝાળ ગરમી સાથે 20 માર્ચથી કંઈક મોટુ થવાની અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાંચો:આજથી ગરમીનો પારો ઊંચે જશે, પવનની દિશા બદલાઈ

આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીમાં ઘટાડો, બેવડી ઋતુના કારણે લોકોની તબિયત લથડી