ગુજરાત રાજ્યમાં કાળ બનીને વરસી રહેલા કોરોના વાઇરસ અત્યાસુધી અનેક રાજકીય નેતાઓને પોતાના ભરડામાં લઈ ચૂક્યો છે. ત્યારે કોરોના ગ્રસ્ત રાજી સભાના સાંસદ અભિ ભારદ્વાજ ની તબિયત વધુ કથળી છે. ગઇકાલે રાત્રિના ઓક્સિજન લેવલ ડાઉન થતા તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે. 31 ઓગસ્ટના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની સાથે તેમનો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો હતો.
રાજકોટ ખાતે કોરોનનો રફલો ફટયો છે. અનેક રાજકીય નેતાઓ કોરોનની ચપેટમાં આવી ચૂક્યા છે. ગઈકાલે કેબિંનેટ મંત્રી જયેશ રાદડીયા અને તેમના PA પણ કોરોના પોઝિટિવ બન્યા છે. તો સાથે જામનગર ગ્રામ્યનાં ભાજપાના ધારાસભ્ય રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયા છે.
તો ગઈકાલે કેબિંનેટ મંત્રી જયેશ રાદડીયા કોરોના પોઝિટિવ હોવાનું તેઓએ ખુદ જાહેર કર્યું હતું. ગઇકાલે ગાંધીનગરમા યોજાયેલી બુધવારની કેબિનેટ બેઠકમાં તેઓ હાજર રહ્યાં હતાં. જેના બાદ તેઓને પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. જોકે, સામાન્ય લક્ષણો જણાતાં તેઓએ ટેસ્ટ કરાવ્યો હતો. હાલ તેઓ હોમ આઇસોલેશનમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
