Not Set/ ચોટીલા/ પોલીસની નોકરીની લાલચ આપી યુવતી સાથે કર્યું દુષ્કર્મ

રાજ્યમાં દુષ્કર્મનાં કિસ્સાઓ ઘટવાને બદલે વધી રહ્યાં હોય તેમ એક પછી એક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. રાજકોટમાં 25 વર્ષની યુવતી સાથે મિત્રતા કેળવીને ચોટીલામાં તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોલીસે પીડિતાની ફરિયાદ પછી ચોટીલાનાં એઝાઝ નૂરમહમદ ગઢવાળા નામના શખ્સની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. એઝાઝ ચોટીલામાં પાનની દુકાન ધરાવે છે.થોડા સમય અગાઉ […]

Top Stories Gujarat Others

રાજ્યમાં દુષ્કર્મનાં કિસ્સાઓ ઘટવાને બદલે વધી રહ્યાં હોય તેમ એક પછી એક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. રાજકોટમાં 25 વર્ષની યુવતી સાથે મિત્રતા કેળવીને ચોટીલામાં તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

પોલીસે પીડિતાની ફરિયાદ પછી ચોટીલાનાં એઝાઝ નૂરમહમદ ગઢવાળા નામના શખ્સની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.

એઝાઝ ચોટીલામાં પાનની દુકાન ધરાવે છે.થોડા સમય અગાઉ એઝાઝે ઓએલએક્સ પર પ્રોપર્ટી વેચવાની જાહેરાત આપી હતી જે વાંચી પીડિતાએ તેનો સંપર્ક કર્યો હતો.

યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે,આરોપીએ તેને રવિરાજ તરીકે ખોટી ઓળખ આપીને તેની સાથે પહેલા મિત્રતા કેળવી હતી. તે બાદ યુવતીને તે ચોટીલા લઇ ગયો હતો, જ્યાં યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

આ સાથે તેને PSI બનાવવાની લાલચ આપીને તેની પાસેથી બે લાખ રૂપિયા પણ પડાવ્યાં છે. પોલીસ તપાસમાં તે પણ બહાર આવ્યું છે કે, આ શખ્સે યુવતીનાં બિભત્સ ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું.પોલીસે એઝાઝની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.