Gandhinagar News/ અમિત શાહના જન્મદિવસે ‘સ્વચ્છતાના સેવકો’ સાથે ભોજન સમારંભ અને સ્વેટર વિતરણ કરીને ઉજવણી…

નાયબ મુખ્યમંત્રીએ આ સફાઈ કામદારોના કાર્યની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે, “શહેરની સ્વચ્છતામાં આપ સૌ ‘સ્વચ્છતાના સેવકો’ની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ…

Gujarat Gandhinagar

Gandhinagar News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર (Gandhinagar)માં ‘સ્વચ્છતાના સેવકો’ સાથે ભોજન સમારંભ અને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો.

[fvplayer id=”197″]

શહેરને સ્વચ્છ રાખીને ગુજરાતને દેશ અને દુનિયામાં વિશેષ સ્થાન પર પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સૌ સફાઈ કામદારો સાથે બેસીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ ભોજન લીધું.

[fvplayer id=”198″]

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah)ના જન્મ દિવસ (Birthday)ની ભાવપૂર્ણ ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ટાઉનહોલ ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

[fvplayer id=”203″]

આ કાર્યક્રમમાં શહેરના 1500 સફાઈ કામદારોને સન્માનિત કરીને તેમની સાથે ભોજન સમારંભ યોજાયો હતો અને તેમને સ્વેટરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

[fvplayer id=”199″]

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અવસરે ખાસ ઉપસ્થિત રહીને શહેરને સ્વચ્છ રાખીને ગુજરાતને દેશ અને દુનિયામાં વિશેષ સ્થાન પર પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સૌ સફાઈ કામદારો સાથે બેસીને ભોજન લીધું હતું.

[fvplayer id=”200″]

નાયબ મુખ્યમંત્રીએ આ સફાઈ કામદારોના અવિરત અને નિષ્ઠાપૂર્ણ કાર્યની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, “શહેરની સ્વચ્છતા જાળવવામાં આપ સૌની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આપ સૌ ‘સ્વચ્છતાના સેવકો’ છો, જેમના પરિશ્રમથી ગુજરાતનું ગૌરવ વધે છે.”

[fvplayer id=”201″]

અમિતભાઈ શાહના જન્મ દિવસ નિમિત્તે યોજાયેલો આ ભોજન સમારંભ અને સ્વેટર વિતરણ કાર્યક્રમ, સમાજના પાયાના સ્તરે કાર્યરત શ્રમજીવીઓ પ્રત્યે આદર અને સન્માનની ભાવના વ્યક્ત કરનારો એક પ્રેરક પ્રસંગ બની રહ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા સફાઈ કર્મીઓના યોગદાનને બિરદાવવાની અને તેમનો ઉત્સાહ વધારવાની સરાહનીય પહેલ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો

આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા

આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ