Navsari News/ ડાભેલ મજૂર મોત પ્રકરણમાં સાંસદ ધવલ પટેલે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા

ડાભેલ મજૂર હત્યા (Murder) પ્રકરણમાં સાંસદ ધવલ પટેલે વિપક્ષી ધારાસભ્યો પર આકરા પ્રહાર કર્યા, પરિવારને મળી આરોપીઓને ઝડપથી ઝડપી પાડવાની સ્પષ્ટ સૂચના આપી

Gujarat Others Trending
Murder

Dabhel Tribal Murder Case: નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં આદિવાસી મજૂરની માર મારવાથી થયેલી હત્યા (Murder)ના મામલે રાજકીય માહોલ ગરમાયો છે. વલસાડના સાંસદ ધવલ પટેલે આદિવાસીઓના મસીહા બનીને ફરતા કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને આડે હાથ લેતા કહ્યું હતું કે, આદિવાસીઓના નામે રાજનીતિ કરનારા નેતાઓ વોટબેંક (Votebank)ની રાજનીતિને કારણે જ ડાભેલ ગામ તરફ ફરક્યા પણ નથી.

આદિવાસી યુવાનને માર મારીને હત્યા (Murder)

ડાભેલ ગામમાં વિધર્મીઓ દ્વારા એક આદિવાસી યુવાનને માર મારીને તેની હત્યા (Murder) કરવામાં આવી હોવા છતાં આપ (AAP) ના ધારાસભ્ય (MLA) ચૈતર વસાવા અને વાંસદાના કોંગ્રેસ (Congres)ના ધારાસભ્ય (MLA)અનંત પટેલે મૃતકના પરિવારની મુલાકાત પણ લીધી ન હોવાનું સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે, આદિવાસીઓના દુઃખમાં ઊભા રહેવાની વાતો કરનાર વિપક્ષી નેતાઓ માત્ર વોટબેંકની રાજનીતિ કરે છે.

મૃતકની પત્નીને સાંસદે સાંત્વના આપી

ડાભેલ મજૂર મોત પ્રકરણમાં માર મારવાના કારણે મોતને ભેટેલા મજૂરની અંતિમ યાત્રા દરમિયાન સાંસદ ધવલ પટેલ ખુદ હાજર રહ્યા હતા. તેમણે મૃતકને કાંધ આપી પરિવારના દુઃખમાં સહભાગી બનીને સંવેદના વ્યક્ત કરી હતી. પરિવારના મોભીની અચાનક થયેલી મોતથી શોકમાં ડૂબેલી મૃતકની પત્નીને સાંસદે સાંત્વના આપી હતી.

આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે પોલીસ અધિકારીઓને બાકી રહેલા ભાગેડૂ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવાની સ્પષ્ટ સૂચના આપી હતી.

મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ હાજર

ડાભેલ ગામમાં સાંસદ ધવલ પટેલ સાથે અન્ય આદિવાસી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ હાજર રહ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે અત્યાર સુધી ત્રણ આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સાંસદ ધવલ પટેલે ઉંમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં હંમેશા આદિવાસીઓની પડખે ઊભા રહેવાની પોતાની કટિબદ્ધતા પુનઃ એકવાર વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, આદિવાસી સમાજને ન્યાય અપાવા માટે તેઓ અંત સુધી લડત આપશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મજૂરની હત્યા, સમયપાલન મુદ્દે ચોકીદારે ચાકુથી કર્યો ઘાતક હુમલો

આ પણ વાંચો:નખત્રાણામાં પરિણીતા સાથે આડા સબંધે 20 વર્ષના યુવાનની કરપીણ હત્યા

આ પણ વાંચો:રાજકોટમા પતિએ પત્નીની ક્રૂરતાપૂર્વક કરી હત્યા