Ahmedabad Collector Office News :અમદાવાદ કલેક્ટર (Ahmedabad Collector) કચેરી ખાતે જિલ્લા કલેક્ટર (Collector) સુજીત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન સંકલન સમિતિમાં ઉઠાવવામાં આવેલા વિવિધ પ્રશ્નોને પ્રાથમિકતા આપીને તેનું સત્વરે અને હકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.
કલેક્ટરે બેઠકમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે સંકલન સમિતિ (Coordination Committee) માં રજૂ થતા પ્રશ્નો સામાન્ય ન હોવા છતાં સીધા જનહિત સાથે સંકળાયેલા હોય છે. તેથી દરેક પ્રશ્નનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ત્વરિત ધોરણે તેનો ઉકેલ લાવવો જરૂરી છે. તેમણે અધિકારીઓને જવાબદારીપૂર્વક કાર્ય કરવા અને પ્રગતિ અંગે સતત ફોલોઅપ રાખવા સૂચના આપી હતી.

નિવારણ આપણી પ્રાથમિકતા: સુજીત કુમાર (District Collector)
બેઠક દરમિયાન ગ્રામ્ય વિસ્તારોને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પીવાના પાણી અને કેમિકલયુક્ત પાણીની સમસ્યા, રસ્તા પરના નડતર ઝાડોના ટ્રિમિંગ અને કટિંગ, આધાર કાર્ડ કિટ સંબંધિત પ્રશ્નો, લો વોલ્ટેજ, લોકફાળાના કામો, ટીપી સર્વે, સ્વામિત્વ યોજના, કેનાલ સફાઈ, દબાણો દૂર કરવાના પ્રશ્નો સહિત ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ અંગે ચર્ચા કરી હકારાત્મક નિવારણ લાવવામાં આવ્યું હતું.
શહેરી વિસ્તારોના પ્રશ્નો પર પણ ધ્યાન
શહેરી વિસ્તારોને લગતા મુદ્દાઓમાં સરકારી ચાવડી, દબાણ સંબંધિત પ્રશ્નો, સર્વે અને પ્રોપર્ટી કાર્ડના પ્રશ્નો, હાઉસિંગ બોર્ડ, રેલવે સંબંધિત બાબતો, ટ્રાફિક વ્યવસ્થા તેમજ કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ પર ચર્ચા કરી સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓની ઉપસ્થિતિ
આ બેઠકમાં સાંસદ હસમુખ પટેલ અને દિનેશ મકવાણા, ધારાસભ્યો હાર્દિક પટેલ, કનુ પટેલ, કિરીટસિંહ ડાભી, બાબુ પટેલ, અમિત શાહ, કંચન રાદડિયા, હર્ષદ પટેલ, કૌશિક જૈન, જીતેન્દ્ર પટેલ, અમિત ઠાકર, અમૂલ ભટ્ટ, ઇમરાન ખેડાવાલા સહિત અનેક લોકપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, અમદાવાદ શહેર અને ગ્રામ્યના પોલીસ અધિકારીઓ, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર તથા વિવિધ વિભાગોના સંકલન અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકથી જિલ્લામાં સંકલનના પ્રશ્નોના ઝડપી અને અસરકારક ઉકેલ માટે એક સકારાત્મક દિશા નિર્ધારિત થઈ હોવાનું જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો:સાબરમતી રિવરફ્રન્ટનો ફ્લાવર પાર્ક આજથી બંધ, 2026ના ભવ્ય ફ્લાવર શોની તૈયારીઓ પૂરજોશમાં
આ પણ વાંચો:અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં યોજાશે ફ્લાવર શો, જોવા મળશે વિવિધ તહેવારોની ઝલક
આ પણ વાંચો:PM મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોના સુંદર ફોટો શેર કર્યા
