અમદાવાદ શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પૂરતાં બેડ છે. કોવિડ હોસ્પિટલમાં 1500 બેડ ખાલી છે. આ અંગે અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ નિવેદન કર્યુ છે. રાજીવ ગુપ્તાએ કહ્યું છે કે, હોસ્પિટલમાં પથારીની કૃત્રિમ અછત ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કૃત્રિમ અછત ઉભી કરતાં તત્વો સામે કોર્પોરેશન કાર્યવાહી કરશે. જરૂર નહીં હોય તેવા દર્દીઓને દાખલ કરવા દબાણ કરવામાં આવે છે.
રાજીવ ગુપ્તાએ કૃત્રિમ અછત ઉભી કરતાં તત્વો સામે કડક પગલાં લેવા ચિમકી આપી છે. તેમણે દર્દીઓને વિશ્વાસ અપાવ્યો છે કે, પથારીના અભાવે કોઈ દર્દીની સારવાર અટકશે નહીં. ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તતા દ્વારા પૂર્વે આપાવમાં આવેલા નિવેદન અને જાણકારીમાં સામે આવ્યું હતું કે, અમદાવાદ સિવિલ – નારોલ વિસ્તારનાં દર્દીઓને કરમસદ અને આણંદ ખસેડવામાં આવી રહ્યા છે. જો કે, તેમનાં નિવેદનમાં તે પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ સ્થળોથી કરમસદ અને આણંદ નજીક થતા હોવાથી આવુ કરવામાં આવી રહ્યું છે. બાદમાં સૂત્રોની જાણકારી પ્રમાણે હાલ અમદાવાદ સિવિલમાંથી 7 કરતા પણ વધુ દર્દીઓને ખેડા સિફ્ટ કરવામાં આવ્યાનું પણ જાણવવામાં આવ્યું હતુ.
તમામ આવી રહેલી જાણકારીને કારણે લોકોમાં બેડ એટલે કે પથારી અને હોસ્પિટલોમાં જગ્યાનો અભાવ હોવાની લાગણી જોવામાં આવી રહી હતી અને આજ કારણે લોકોમા તંત્ર સામ રોષ જોવામાં આવતા અને અનેક પ્રકારનાં સાવલો પણ ઉભા કરવામાં આવતા અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ આ તમામ બાબતોનું સ્પષ્ટી કરણ આપતુ નિવેદન જાહેર કર્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
