Not Set/ મરાઠા આંદોલનની જેમ પાટીદારોના આંદોલનને વેગ અપાશે: દિલિપ સાબવા

  અમદાવાદમાં આજે પાટીદાર આગેવાન દિલીપ સાબવા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી…જેમાં તેમને જણાવ્યું કે તેમણે મરાઠા આંદોલનના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારે મરાઠા આંદોલનની જેમ પાટીદારોના આંદોલનને વેગ આપવા માટે રણનીતિ રચાશે. જેના ભાગ રૂપે 20 તારીખે સમાજના આગેવાનો અનામતની માગને લઈને  ભેગા થશે. જેમાં આંદોલન ચલાવનાર તમામ લોકોને બોલાવાશે. જેમાં લાલજી પટેલ […]

Top Stories Gujarat Videos

 

અમદાવાદમાં આજે પાટીદાર આગેવાન દિલીપ સાબવા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી…જેમાં તેમને જણાવ્યું કે તેમણે મરાઠા આંદોલનના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી.

ત્યારે મરાઠા આંદોલનની જેમ પાટીદારોના આંદોલનને વેગ આપવા માટે રણનીતિ રચાશે. જેના ભાગ રૂપે 20 તારીખે સમાજના આગેવાનો અનામતની માગને લઈને  ભેગા થશે.

જેમાં આંદોલન ચલાવનાર તમામ લોકોને બોલાવાશે. જેમાં લાલજી પટેલ હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયા સહિતના લોકોને આમંત્રણ અપાશે.

સાથેજ સમાજ માટે કામ કરનારા તમામને જોડાવા આમંત્રણ આપવામાં આવશે. સાથેજ એક પાટીદાર આગેવાનો સાથે મળીને એક કોર કમિટીની પણ રચના કરશે અને પાટીદાર મરાઠા ગુર્જર અને દેશમા જેટલા આંદોલન ચાલે છે તે તમામ આંદોલનકારીઓ એક થશે અને અનામતની જંગને વેગ આપશે.