Gandhinagar News/ ગુજરાતમાં મતદારયાદીમાં 53 લાખના નામ કપાય તેવી સંભાવના

ગુજરાતમાં SIRની પ્રક્રિયાની અસરકારકતાનો પુરાવો તે વાતથી મળ્યો છે કે આ મતદારયાદીમાંથી કુલ 53 લાખ નામ રદ થઈ શકે છે. કુલ 30 લાખથી પણ વધુ લોકો સરનામાના સ્થળે જ ન હોવાનું તથા 17 લાખ તો મૃતક હોવાનું જાણમાં આવ્યું છે. આ બતાવે છે કે આ પ્રક્રિયાની કેટલી જરૂર હતી.

Gandhinagar Top Stories Gujarat Breaking News
મતદારયાદી ની ગણતરી SIR દ્વારા ચકાસવા મા આવી રહી છે

Gandhinagar News: ગુજરાતમાં મતદારયાદીઓ ના ચાલી રહેલા ખાસ સઘન સુધારા (SIR) થી જાણવા મળ્યું છે કે રાજ્યભરમાં 1.7 મિલિયનથી વધુ મૃત મતદારો હજુ પણ વર્તમાન મતદારયાદી માં સામેલ છે. ગુરુવારે મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક પ્રકાશનમાં આ વાત જણાવવામાં આવી હતી. આમ યાદી પૂરી થાય ત્યાં સુધીમાં 53 લાખ વોટરોના નામ રદ થઈ શકે છે.

મતદારયાદી ની ચકાસળી

રાજ્ય ચૂંટણીપંચે જણાવાયું છે કે ગુજરાતમાં SIR  કવાયત 4 નવેમ્બરના રોજ બૂથ લેવલ ઓફિસરો (BLOs) દ્વારા તેમના સોંપાયેલા વિસ્તારોમાં ગણતરી ફોર્મનું વિતરણ સાથે શરૂ થઈ હતી અને 11 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

ચૂંટણીપંચનો દાવો છે કે રાજ્યમાં  છેલ્લી ચૂંટણીમાં મત આપનારા પાંચ કરોડથી વધુ મતદારોને ફોર્મ આપી દેવાયા છે. 33 જિલ્લાઓમાંથી મોટાભાગનામાં 100% ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. પરત કરાયેલા ફોર્મનું ડિજિટાઇઝેશન હાલમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં, 182 વિધાનસભા મતવિસ્તારોમાંથી 12 માં ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે.”

ડિજિટાઇઝેશન ક્યાં-ક્યાં પૂરું થયું

વિધાનસભા મતવિસ્તારોમાં ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે તેમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને થરાદ, દાહોદ જિલ્લાના લીમખેડા અને દાહોદ (ST), અરવલ્લી જિલ્લાના બાયડ, રાજકોટ જિલ્લાના ધોરાજી, જસદણ અને ગોંડલ, જૂનાગઢ જિલ્લાના કેશોદ, ખેડા જિલ્લાના મહેમદાવાદ, આણંદ જિલ્લાના ખંભાત અને નવસારી જિલ્લાના જલાલપોરનો સમાવેશ થાય છે. આ યાદીમાં જણાવાયું છે કે ડાંગ જિલ્લો 94.35 ટકા મતગણતરી ફોર્મ ડિજિટાઇઝેશન સાથે આગળ છે.

આ મતદારયાદી માં જણાવાયું છે કે, “આ કાર્ય દરમિયાન, એવું જાણવા મળ્યું કે રાજ્યભરમાં 1.7 મિલિયન મૃત મતદારો હજુ પણ મતદારયાદી માં હતા. 614,000 થી વધુ મતદારો તેમના સરનામાંમાંથી ગુમ થયા હતા. આ ઉપરાંત એવું જોવા મળ્યું કે 30 લાખથી વધુ મતદારોએ કાયમ માટે ગુજરાત છોડી દીધું હતું.” આ યાદીમાં જણાવાયું છે કે BLO ને ‘પુનરાવર્તિત’ શ્રેણીમાં 325,000 થી વધુ મતદારો મળ્યા, જેનો અર્થ એ થયો કે તેમના નામ એક કરતાં વધુ જગ્યાએ હતા.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં SIR કામગીરીમાં DEO થી લઈને BLO સુધી સહકાર…182 વિધાનસભા મતવિસ્તારમાં કેમ્પ યોજાશે…

આ પણ વાંચો: SIR પ્રક્રિયામાં દિવ્યાંગો, સિનિયર સીટીઝન અને વિચરતી તથા વિમુક્ત જાતિ માટે જિલ્લાવાર કેમ્પ યોજાશે…

આ પણ વાંચો: SIRની કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની CMને ઉગ્ર રજૂઆત