Gujarat News/ SIR પ્રક્રિયામાં દિવ્યાંગો, સિનિયર સીટીઝન અને વિચરતી તથા વિમુક્ત જાતિ માટે જિલ્લાવાર કેમ્પ યોજાશે…

મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની પ્રક્રિયા (SIR)માં દિવ્યાંગજનો, સિનિયર સીટીઝન તથા વિચરતી-વિમુક્ત જાતિના લોકોને એનુમરેશન ફોર્મ ભરવામાં મુશ્કેલી…

Gujarat Trending

Gujarat News: મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની પ્રક્રિયા (SIR)માં વિશિષ્ટ સમુદાયોની સવલત માટે ચૂંટણીપંચ (Election Commission) દ્વારા સહાયક અભિગમ અપનાવવામાં આવ્યો છે.

મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ-

“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”

(“Eligible voters should not be left out, ineligible voters should not be included”)

CEO Gujarat Press Note 17.11.2025

સમગ્ર ગુજરાત (Gujarat)માં મતદાર યાદી (Voter List)ની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. આ પ્રક્રિયામાં નાગરિકોનો અપ્રતિમ સહકાર મળી રહ્યો છે. ત્યારે દિવ્યાંગજનો, સિનિયર સીટીઝન તથા વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને એનુમરેશન (ગણતરી) ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તેની દરકાર પણ લેવામાં આવી રહી છે.

તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જિલ્લાકક્ષાએ કેમ્પ યોજવા મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા અનુરોધ

આ સમુદાયો માટે સહાયક અભિગમ દર્શાવતા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લા (Harit Shukla)એ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને સ્થાનિક કક્ષાએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સાથે સંકલન સાધીને આ સમુદાય માટે વિશિષ્ટ કેમ્પ (Special Camp)નું આયોજન કરવા પત્રના માધ્યમથી અનુરોધ કર્યો છે. જેના માટે જિલ્લા કક્ષાએ નિમાયેલા નોડલ અધિકારી અને નોડલ એજન્સીના સંપર્કમાં રહીને સુચારૂ વ્યવસ્થાની ખાતરી કરવા માટે તથા આવા કેમ્પ બાબતે નાગરિકોને આગોતરી જાણ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: SIRની કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની CMને ઉગ્ર રજૂઆત

આ પણ વાંચો: અમદાવાદમાં 62.59 લાખથી વધુ મતદારો માટે મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) પ્રગતિમાં…

આ પણ વાંચો: ગુજરાતના SIRમાં 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મ મળશે