Ahmedabad News/ અમદાવાદમાં 62.59 લાખથી વધુ મતદારો માટે મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) પ્રગતિમાં…

અમદાવાદ શહેર-જિલ્લામાં 5524 બુથ લેવલ ઑફિસર્સ દ્વારા 62.59 લાખથી વધુ મતદારો માટે મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) હાલ પ્રગતિમાં છે…

Gujarat Ahmedabad

Ahmedabad News: અમદાવાદ શહેર-જિલ્લામાં 5524 બુથ લેવલ ઑફિસર્સ દ્વારા 62.59 લાખથી વધુ મતદારો માટે મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) હાલ પ્રગતિમાં છે.

નાગરિકોને જરૂરી સહયોગ આપવા અને વિશેષ કેમ્પનો લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારની અપીલ

અમદાવાદ (Ahmedabad) શહેર-જિલ્લામાં મતદાર યાદી (Voter List) ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)-2025 (Special Intensive Revision) અંતર્ગત મીડિયાકર્મીઓને માહિતી આપતા જિલ્લા કલેકટર સુજીત કુમારે જણાવ્યું હતું કે, તા. 4 નવેમ્બરથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં 5524 બીએલઓ (BLO) દ્વારા જિલ્લાના 21 વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 62.59 લાખથી વધુ મતદારોના ફોર્મ (Voter Form) ભરવા સહિતની કામગીરી હાલ પ્રગતિમાં છે. ત્યારે શહેર-જિલ્લાના તમામ મતદારોને આ પ્રક્રિયામાં જરૂરી સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી.

અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે મતદારો માટે આયોજિત વિશેષ કેમ્પ સહિતની ઉપયોગી વિગતો અંગે માહિતી આપી

આ અંગે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે જણાવ્યું હતું કે, હાલમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ ગણતરીનો તબક્કો એટલે કે એન્યુમરેશન ફેઝ (Enumeration Phase) ચાલી રહ્યો છે. જેનો મૂળ ઉદ્દેશ એક પણ લાયક મતદાર (Voter) આ યાદીમાંથી બાકાત ન રહી જાય અને એક પણ ગેરલાયક વ્યક્તિનું નામ આ યાદીમાં ન રહી જાય તેવો છે.

5524 બુથ લેવલ ઑફિસર્સ પાસે વર્ષ 2022ની યાદી ઉપલબ્ધ

તેમણે ઉમેર્યું કે આ કામગીરી માટે આવતાં દરેક બીએલઓ પાસે વર્ષ 2022ની યાદી ઉપલબ્ધ છે. વધુમાં, https://chunavsetu-search.gujarat.gov.in/ અથવા https://ceo.gujarat.gov.in/Index, https://voters.eci.gov.in/ સહિત વોટર હેલ્પલાઇનનો ઉપયોગ કરી 2002ની યાદીની વિગતો સર્ચ કરી મેળવી શકાય છે તેની માહિતી પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)ની કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે જિલ્લાનાં તમામ મતદાન મથકો (Polling Booths) ખાતે તા.15, 16 અને 22, 23 નવેમ્બરના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો તમામ મતદારોને લાભ લેવા મીડિયાના માધ્યમથી તેમણે અપીલ કરી હતી.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર, જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ, 1,01,04,584 મતદારો સુધી પહોચાડાયા

આ પણ વાંચો: મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) : અમદાવાદ શહેર-જિલ્લામાં BLO દ્વારા ‘ડોર ટુ ડોર’ એન્યુમરેશન ફોર્મ વિતરણની કામગીરી પ્રગતિમાં

આ પણ વાંચો: ગુજરાતના SIRમાં 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મ મળશે