મંતવ્ય ન્યૂઝ દ્વારા ગઈકાલે જે સુરતમાં દુર્ઘટના ટળી હતી જેને લઈને આજે શહેરની વિવિધ શાળામાં રિયાલિટી ચેક કરાયુ હતું જેમાં ઇસનપુર સહિત ઇમેજ સ્કૂલમાં પણ રિયાલિટી ચેક કરતા શાળામાં દારૂની બોટલ મળી આવી હતી તથા ફાયર સેફ્ટિનો પણ અભાવ અને પોલમપોલ પકડાતા ચીફ ફાયર ઓફિસર ઘ્વારા ઇમેજ ઇંગ્લિશ સ્કૂલ બંધ કરવા આદેશ કરાયો છે અને ઇમેજ ઇંગ્લિશ સ્કુલની NOC રદ કરાઈ છે
ઈસનપુરની ઇમેજ શાળામાં આજે મંતવ્ય ન્યૂઝની ટીમે રિયાલીટી ચેક કર્યુ હતુ. જેમા સામે આવ્યુ કે અહી તંત્ર દ્વારા કોઇ ખાસ તકેદારી લેવામાં આવી નથી. અહી શાળામાં મંતવ્ય ન્યૂઝનાં રિયાલીટી ચેકમાં સામે આવ્યુ કે, શાળામાં સુવિધાનાં નામે મીંડુ છે. શાળામાં મોટાભાગની જગ્યાએ ગંદકી દેખાઇ રહી છે. વધુમાં જાણવા મળ્યુ કે, અહી બાળકોની સંખ્યા જે હોવી જોઇએ તેના કરતા પણ વધારે છે. અહી શાળામાં ફાયર સેફ્ટીની પણ કોઇ વ્યવસ્થા દેખાઇ રહી નથી. ત્યારે એક મોટો સવાલ ઉભો થયો છે કે અહી ભણી રહેલા બાળકોની સુરક્ષા કોના ભરોસે?

શાળામાં અંદાજે 1600 બાળકો અભ્યાસ કરતા હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે તેમની સુરક્ષાની વાત કરીએ તો તે ના બરાબર દેખાઇ રહી છે. અહી મંતવ્ય ન્યૂઝનાં રિયાલીટી ચેકમાં સામે આવ્યુ છે કે, અહી પંખાનાં સ્થાને ખુલ્લા વાયરો દેખાઇ રહ્યા છે. ત્યારે એક મોટો સવાલ પણ ઉભો થયો છે કે શું આ પ્રકારની શાળાઓ એકવાર ફરી સુરત જેવી ઘટના બનવાની રાહ જોઇ રહી છે. મંતવ્ય ન્યૂઝની રિયાલીટી ચેક બાદ શાળા તંત્રએ તાત્કાલિક ફાયર સેફ્ટીનાં સાધનો મંગાવ્યા અને હાલમાં તેનુ ફીટીંગ કરવામાં આવી રહ્યુ છે.

ઈમેજ શાળામાં ખુલ્લા વાયરો દરેક જગ્યાએ જોવા મળ્યા હતા. તેટલુ જ નહી અહી દારૂની બોટલ પણ જોવા મળી હતી. જ્યા બાળકો ભવિષ્યનો પાયો મુકવા માટે આવતા હોય છે ત્યા જ આ પ્રકારની વસ્તુઓ દેખવા મળે ત્યારે સમજી શકાય કે તંત્ર કેવી નિદ્રામાં છે. જો કે હવે મંતવ્ય ન્યૂઝનાં રિયાલીટી ચેક બાદ શાળા તંત્ર તાબડતોડ એક્શનમાં આવી ગયુ છે અને અપુરતા સાધનોની પૂરતી કરવામાં હવે તંત્ર વ્યસ્ત થઇ ગયુ છે.
તાજેતરમાં મંતવ્ય ન્યૂઝનાં અહેવાલનો પડઘો પડતા ફાયર વિભાગે શાળાને બંધ કરવાનો આદેશ આપ્યો છે. હાલમાં બાળકોને પાર્કિંગમાં ઉભા કરી દેવામાં આવ્યા છે. ફાયર વિભાગે પણ મંતવ્ય ન્યૂઝનાં અહેવાલ બાદ ચેક કરી શાળાને બંધ કરવાનો આદેશ આપી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
