Not Set/ માંગરોળ અને ઉમરપાડાના છાત્રાલય ફેરવાયા કોવિડ કેર સેન્ટરમાં

માંગરોળ માં ૬૦ બેડ નું તેમજ ઉમરપાડામાં ૧૦૦ બેડ નું ઓક્સીજન સેવા સાથે  સેન્ટર શરુ કર્યા છે.

Gujarat Surat Trending

સુરત જીલ્લા માં માંગરોળ અને ઉમરપાડા માં શરુ કરવામાં આવ્યા કોવિડ કેર સેન્ટર, માંગરોળ અને ઉમરપાડાના છાત્રાલયમાં કોરોના કેર સેન્ટર શરુ કરાયા છે. માંગરોળ માં ૬૦ બેડ નું તેમજ ઉમરપાડામાં ૧૦૦ બેડ નું ઓક્સીજન સેવા સાથે  સેન્ટર શરુ કર્યા છે.

જીલ્લામાં વધી રહેલા કોરોના પ્રકોપ ને લઇ સમગ્ર જીલ્લામાં કોવીડ કેર સેન્ટર તેમજ આઈસોલેસન સેન્ટર શરુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ માંગરોળ તને ઉમરપાડા તાલુકામાં કન્યા છાત્રાલય માં કોવીડ કેર સેન્ટર ની શરુઆત કરવામાં આવી હતી. માંગરોળ માં ૬૦ બેડ ઓક્સીજન સાથે ને સુવિધા શરુ કરવમાં આવી હતી. જયારે ૧૮૦ બેડ નું આઈસોલેશન સેન્ટર શરુ કરાયું હતું જયારે ઉમરપાડા કન્યા છાત્રાલય માં ૧૦૦ બેડ ની ઓક્સીજન ની સુવિધા વાળું કોવિડ સેન્ટર શરુ કરાયું હતું. કાર્યક્રમ માં ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ મંત્રી ગણપત વસાવા તેમજ સંસદ અને જીલ્લા પંચાયત ના પ્રમુખ તેમજ ભાજપ ના જીલ્લા પ્રમુખ પણ હાજર રહ્યા હતા.

જે રીતે સમગ્ર દેશ માં કોરોના નામની મહામારી એ ભરડો લીધો છે હવે એનાથી પ્રાણીઓ પણ બાકાત નથી.  હાલમાંજ હૈદરાબાદ ના એક પ્રાણી સંગ્રાલય માં ૮ જેટલા સિંહો ના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે કે તરતજ ગુજરાત ના તમામ પ્રાણી સંગ્રહાલય જાહેર જનતા માટે બંધ કરી દેવાયા છે, તેમજ સાવચેતી ના ભાગ રૂપે પ્રાણીઓની દેખરેખ રાખતા સ્ટાફ ના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે ,જોકે ગુજરાત ના એક પણ સિંહ માં હજુ કોરોના ના લક્ષણ જોવા મળ્યા નથી છતાં વન વિભાગ અત્યાર થીજ સતર્ક થઇ ગયું છે.