Ahmedabad News/ ચાંદખેડા કાંડમાં મોટો ખુલાસો, પુત્ર પ્રાપ્તિની ઝંખનાએ લીધો 2 બાળકીનો જીવ?

અમદાવાદના Chandkheda વિસ્તારમાં બે બાળકીના મોત મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પરિવારની અંદર પુત્ર પ્રાપ્તિની ઝંખના અને તણાવ કારણભૂત હોવાની શક્યતા. FSL રિપોર્ટ બાદ વધુ સત્ય સામે આવશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Chandkheda કાંડ:2 બાળકીના મોત પાછળ પરિવારની માનસિકતા?

Ahmedabad News: શહેરના ચાંદખેડા (Chandkheda ) વિસ્તારમાં બે બાળકીના રહસ્યમય મોત મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે પરિવારમાં પુત્ર પ્રાપ્તિની ઝંખના અને ઘરેલુ તણાવ આ દુર્ઘટનાના કારણોમાં સામેલ હોઈ શકે છે.

Chandkheda પોલીસ તપાસમાં ચોંકાવનારા તારણો

પોલીસને તપાસ દરમિયાન મળેલી માહિતી મુજબ, બાળકીની માતા ભાવનાએ લખેલી ડાયરીમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છાનો સ્પષ્ટ ઉલ્લેખ મળ્યો છે. આ સાથે, પિતા વિમલ અને તેની પત્ની ભાવના વચ્ચે સતત મતભેદ અને માથાકૂટ ચાલતી હોવાની વિગતો પણ સામે આવી છે.

જંતુનાશક દવાના સંદર્ભમાં તપાસ

Chandkheda પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકીના પિતા વિમલે થોડા સમય પહેલા જંતુનાશક દવા ખરીદી હતી. આ દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. હાલમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

Chandkheda કાંડ

35 લોકોના નિવેદન નોંધાયા

આ સમગ્ર મામલે પોલીસએ અત્યાર સુધીમાં માતા-પિતા, દાદા-દાદી સહિત કુલ 35 લોકોના નિવેદનો નોંધ્યા છે. દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધી રહી છે જેથી સત્ય બહાર આવી શકે.

ડેરીમાંથી સેમ્પલ અને પંચનામું

ઘટનાસ્થળ સાથે સંકળાયેલી એક ડેરીમાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેનું પંચનામું તૈયાર કરવામાં આવ્યું છે. આ સેમ્પલના આધારે પણ તપાસને મહત્વપૂર્ણ દિશા મળી શકે છે.


આ પણ વાંચો:અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોતના પ્રકરણમાં બ્લડ સેમ્પલમાં ઊંઘનું દવાનું કન્ટેન્ટ મળતા રહસ્ય ઘેરું બન્યું

આ પણ વાંચો:ચાંદખેડામાં કરુણ ઘટના: ઢોંસા ખાધા બાદ બે બાળકીના મોત, માતા-પિતા હોસ્પિટલમાં

આ પણ વાંચો:ચાંદખેડામાં ગુંડારાજ! યુવકનું ટી-શર્ટ કાઢી ઢોર માર માર્યો, CCTV વાયરલ