Election Result/ મને તો હવે કોંગેસની ચિંતા થાય છે : ડે. સીએમ નીતિનભાઈ પટેલ

મને તો હવે કોંગેસ ની ચિંતા થાય છે : ડે સીએમ નીતિનભાઈ પટેલ

Gujarat Others Trending

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજ્ય મોટાભાગની પાલિકા અને પંચાયતમાં ભાજપ નો ભગવો લહેરાયો છે. ત્યારે રાજ્યના ડે સીએમ નીતિનભાઈ પટેલે જનતા નો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, છેલ્લા ૪૦ વર્ષ થી હુ રાજકારણ મા સક્રિય છુ. કેટલીય ચૂંટણીઓ મે જોઇ છે. પણ આજે ભાજપના ઉમેદવારો જેને જંગી બહુમતીથી લોકોએ વિજય અપાવ્યો છે. આવો ભવ્ય વિજય મે અત્યાર સુધી જોયો નથી. આવા ભવ્ય વિજય બદલ જનતા નો આભાર માનું છુ.

વધુમાં તેમને જણાવ્યું હતું કે અમારા પ્રજા લક્ષી કાર્યક્રમો તેમજ અમારા કેન્દ્રીય નેતૃ્ત્વ થકી અમે આ જીત મેળવી છે. ૧૦૦ વરસ જૂની કોગ્રેસ પોતાને ગણાવે છે, પરંતુ આજે કોંગેસ શોધી જડે તેમ નથી.

પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામું આપ્યું એ ગંભીર બાબત છે. મને તો હવે કોંગેસ ની ચિંતા થાય છે. જંગી વિજય બદલ આભાર