Not Set/ મેઘરજ તાલુકામાં શિક્ષકની બેદરકારીથી બાળક આખી રાત વર્ગખંડમાં બંધ રહ્યું, ગ્રામજનો શાળાને તાળાબંધી કરે એવી શક્યતા

અરવલ્લી, અરવલ્લીમાં મેધરજમાં શિક્ષકની ઘોર બેદરકારી સામે આવી છે. એક માસૂમ બાળક આખી રાત શિક્ષકની બેદરકારીથી વર્ગખંડમાં પુરાયેલો રહ્યો હતો. ઘટના એવી છે કે, છીકરી પ્રા.શાળામાં ધોરણ- 6નો વિદ્યાર્થી અભ્યાસ કરે છે. સાંજે વર્ગખંડ બંધ કરતી વખતે આ વિદ્યાર્થી ક્લાસમાં જ રહી ગયો હતો. મૌલિક નામના આ વિદ્યાર્થી આખી રાત વર્ગખંડમાં કાઢી હતી. મૌલિક રૂમમાં […]

Top Stories Gujarat Others

અરવલ્લી,

અરવલ્લીમાં મેધરજમાં શિક્ષકની ઘોર બેદરકારી સામે આવી છે. એક માસૂમ બાળક આખી રાત શિક્ષકની બેદરકારીથી વર્ગખંડમાં પુરાયેલો રહ્યો હતો.

ઘટના એવી છે કે, છીકરી પ્રા.શાળામાં ધોરણ- 6નો વિદ્યાર્થી અભ્યાસ કરે છે. સાંજે વર્ગખંડ બંધ કરતી વખતે આ વિદ્યાર્થી ક્લાસમાં જ રહી ગયો હતો.

મૌલિક નામના આ વિદ્યાર્થી આખી રાત વર્ગખંડમાં કાઢી હતી. મૌલિક રૂમમાં હતો તે દરમિયાન શિક્ષકે બહારથી તાળું મારી દીધું હતું. જો કે મોડી સાંજ સુધી આ મૌલિક ઘરે ન આવતાં તેના પરિવારજનો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા.

આખી રાત શોધખોળ કરી હતી. ત્યારે હવે વાલીઓ દ્વારા સ્કૂલની તાળાબંધી કરવામાં આવશે તેવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે. તો બીજી તરફ જિલ્લા DPOએ ટીપીઓઓને તપાસ કરવાના આદેશ પણ આપી દીધા છે.