Dahod/ ગામમાં વિકાસની યોજનાનો ફિયાસ્કો, સુવિધા માટે વલખાં મારતા ગ્રામજનો

શિક્ષકોને શાળાએ જવા માટે પોતાના વહાનોને મુખ્ય રસ્તા ઉપર મુકીને પાંચસો મીટરથી વધારે સુધી ચાલતા જવું પડે છે. શાળા જતાં વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે. 108 જેવા એમ્બ્યુલન્સનેં ગામ માં જવા માટે પણ કોઈ સુવિધા નથી. સરકારની રસ્તાઓની યોજનાઓ  બનાવે છે. પરંતુ

Gujarat
શિક્ષકોને શાળાએ જવા માટે પોતાના વહાનોને મુખ્ય રસ્તા ઉપર મુકીને પાંચસો મીટરથી વધારે સુધી ચાલતા જવું પડે છે. શાળા જતાં વિકાસ

દોહાદ જિલ્લાનું ધાનપુરાના કાટું ગામમાં સરકારના વિકાસની યોજનાઓ ખુલી પડી છે.  ગામમાં વિવિધ વિકાસ યોજનાનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે.  ગામમાં  સરકારી શાળામાં જવા માટેની કોઈ જ સુવિધા નથી. સાથે ઈમરજન્સીમાં ગામમાં 108ને જવા માટે પણ રસ્તાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે ગામમાં પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ જોવા મળી રહ્યો છે. જેના પગલે ગામના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

  • કાંટુ ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ
  • શાળા સુધી જવા માટે પણ ગામમાં રસ્તો નથી
  • ગામમાં વિકાસની યોજનાનો ફિયાસ્કો

ગુજારત રાજ્યમાં વિકાસની વાતો તો ઘણી થાય છે. અનેક ખાત મુહૂર્ત થાય છે. પંરતુ છેવાડાનો માનવી હમેશા સુવિધા કે વિકાસના નામે છેતરતો આવે છે. અથવા વાંછિત રહે છે. તેને તો બસ જિંદગી આખી અસુવિધા અને અભાવો માં જ વિતાવવી પડે છે. રોડ રસ્તા અને પાણી  જેવી સમસ્યા આજે આવા વિકાસવાંછું નાગરિકો માટે સામાન્ય બની ગઈ છે.

જો દાહોદ જિલ્લાના ગરબાડાની જ વાત કરવામાં આવે તો અહીં આજેપણ ગ્રામ્યજાણો રોડ અને રસ્તાના અભાવે જીવી રહ્યા છે. દાહોદ જિલ્લાના ધાનપુર  તાલુકાના કાટુ ઞામ વિકાસ થીં વંચિત છે. સરકારની વિવિધ યોજનાઓ થકી વિકાસની પોલ ખૂલી પડી છે. ગામ માં સરકારી શાળા છે પણ રસ્તાની કોઈ સુવિધા નથી.

શિક્ષકોને શાળાએ જવા માટે પોતાના વહાનોને મુખ્ય રસ્તા ઉપર મુકીને પાંચસો મીટરથી વધારે સુધી ચાલતા જવું પડે છે. શાળા જતાં વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે. 108 જેવા એમ્બ્યુલન્સનેં ગામ માં જવા માટે પણ કોઈ સુવિધા નથી. સરકારની રસ્તાઓની યોજનાઓ  બનાવે છે. પરંતુ બધી યોજનાઓ માત્ર કાગળ ઉપર જ આકાર લે છે. ગ્રામ્ય લોકોને આનો લાભ મળતો નથી.

ચૂંટણી સમયે વોટ માંગવા માટે આવેલા નેતાઓ ચૂંટણી બાદ ગામમાં ફરકતા પણ નથી. શું પબ્લિકથી ચુંટાયેલા પ્રતિનિધિઓ આ ગામ તરફ ધ્યાન આપશે ખરા ? ગુજરાત રાજ્ય રસ્તાઓ માટે રોલ મોડેલ છે ત્યારે આ ગામ અને અહીંના રસ્તા ગુજરાતનાં વિકાસની ચાડી ખાઈ રહ્યા છે. આવો વિકાસ ? ખરેખર તંત્ર એ ધ્યાન આપવા ની જરૂર છે. તમામ ગામવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. મહિલા ડીલેવરી નો પ્રશ્ન હોય કે કોઈ બિમાર વ્યક્તિ નો પ્રશ્ન હોય એમ્બ્યુલન્સ ગામમાં આવી શકતી નથી.

Weather/ આ વખતે 15 દિવસ વહેલી વિદાય લઈ શકે છે ચોમાસુ , ભારે વરસાદ, ઘણા રાજ્યોના પૂર, જાણો IMDની આગાહી