નિયુક્તિ/ ગુજરાતના IAS કુલદિપ આર્યને સોંપવામાં આવી આ મહત્વની જવાબદારી, ત્રણ સપ્તાહમાં લેશે ચાર્જ

ગુજરાત કેડરના આઈએએસ અધિકારી કુલદીપ આર્યને સરકાર દ્વારા મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા આજે મંગળવારે કરવામાં આવેલા આદેશ પ્રમાણે તેમને ગ્રામીણ વિકાસ વિભાગના ડાયરેક્ટર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે

Top Stories Gujarat
Kuldeep Arya
  • ગુ.સરકારના બીજા IAS અધિકારની ભારત સરકારમાં નિયુક્તિ
  • કુલદીપ આર્યની ભારત સરકારમાં થઇ નિમણુંક
  • IAS સોનલ મિશ્રા પછી બીજા અધિકારીની નિમણુંક
  • ગ્રામ્ય વિકાસ મંત્રાલયના ડાયરેકટર તરીકે નિમણુંક
  • કુલદીપ અર્યે ત્રણ સપ્તાહમાં ચાર્જ મેળવી લેવો પડશે
  • રાજ્ય સરકારમાં ગાંધીનરના કલેકટર હતા કુલદીપ આર્ય
  • ત્યારબાદ ચૂંટણી પંચમાં CEO તરીકે થઈ હતી નિમણુક

Kuldeep Arya: ગુજરાત કેડરના આઈએએસ અધિકારી કુલદીપ આર્યને સરકાર દ્વારા મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આજે મંગળવારે કરવામાં આવેલા આદેશ પ્રમાણે તેમને ગ્રામીણ વિકાસ વિભાગના ડાયરેક્ટર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. IAS સોનલ મિશ્રા પછી બીજા અધિકારી છે. ત્રણ સપ્તાહમાં ચાર્જ લેશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કેડરના આઈએએસ અધિકારી (Kuldeep Arya) કુલદીપ આર્યને ગ્રામીણ વિકાસ વિભાગના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલ તેઓ ગુજરાતના એડિશનલ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર છે. તેઓ હવે નવી નિયુક્તિ પર નવા ઓર્ડર ન થાય ત્યાં સુધી કાર્યરત રહેશે. ઉલ્લેખનીય છે કે કુલદીપ આર્યની ગણના એવા અધિકારીઓમાં થાય છે જેઓની કાર્યપદ્ધતીથી લઈને જીવન ધોરણ પણ લો પ્રોફાઈલ રહ્યા છે. આ ઉપરાંત સરકારના વિશ્વાસુ અધિકારીઓમાં પણ તેઓની ગણના થાય છે.

આકરા પ્રહારો/સ્મૃતિ ઇરાનીએ ગાંધી પરિવાર પર કર્યા શાબ્દિક પ્રહાર કહ્યું..

Bard/ AI માર્કેટને કબજે કરવાની સ્પર્ધા શરૂ, ChatGPTના જવાબમાં Googleનું ‘કવિ’, કનેક્શન છે બ્લેક લિમોઈન સાથે

Shraddha Walkar Murder Case/ આફતાબે શ્રદ્ધાના હાડકાં પીસીને પાવડર બનાવ્યો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો